SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ઇતિહાસ ] • : ૪૬૧ : પાવાપુરી , પ્રથમ આ નગરીનું નામ અપાપાપુરી હૂતું. તેને મધ્યમ પાવાપુરી પણ કહેતા પણ ભગવાન શ્રી મહાવીર દેવનું નિવણ થવાથી એનું નામ પાવાપુરી પ્રસિદ્ધ થયું. અત્યારે પાવા અને પુરી બને જુદાં પડી ગયાં છે. વચ્ચે એક માઈલનું અંતર છે. નિર્વાણ-સ્થાનને આજે પુરી કહે છે. ત્યાં આપણું-તાંબરોનું ભવ્ય મંદિર અને વિશાળ ધર્મશાળા છે. આ મંદિરને ગામમંદિર કહેવામાં આવે છે. મંદિરની મધ્યમાં ભગવાન મહાવીરની પ્રાચીન સુંદર મૂર્તિ બિરાજે છે. આસપાસ ઝાષભદેવ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ અને તેમનાથ ભગવાનની મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની અતિ પ્રાચીન પાદુકાઓ છે. હવે એ જીર્ણ બની છે. પ્રાયઃ નિર્વાણની પછી થોડા જ અરસામાં બનેલી હશે નવી પાદુકાઓ પ્રભુની સન્મુખ પધરાવવામાં આવી છે. પાબી બાજુએ અગ્યાર ગણધરની પાદુકાઓ છે. પુસ્તકારૂઢ આગ કરાવનાર દેવદ્ધિગણી ક્ષમા મણની . મનહર મૂર્તિ પણ ત્યાં જ છે. મારાની ચારે બાજુ ખૂણામાં ચારે દેરીઓ છે. તેમાં વીરપ્રભુ, સ્થૂલિભદ્રજી, મહાસતી ચદનબાલા તથા દાદાજીની ચરગુપાદુકાઓ. છે. મંદિર આકર્ષક અને પુલકિત બતાવે એવું છે. • ગામમંદિરથી પૂર્વ દિશામાં અડધા પણ માઈલને અતરે એક ખેતરમાં એક સ્તૂપ છે. પહેલાં ત્યાં સમવસરણ મંદિર હોવાનું કહેવાય છે. પ્રભુની છેલ્લી દેશના પણ આ સ્થળે જ વર્ષ હશે. ત્યાં જે પાદુકાઓ હતી તે જળમંદિરની નજીકમાં ધર્મશાળાની પાછળ સમવસરણ મંદિરમાં પધરાવવામાં આવી છે. એ પાદુકા જ્યારે એના મૂળસ્થાને હતી અને ત્યાં રોજ પૂજારી કે ચેકીદાર કોઈ ન હોય ત્યારે ભરવાડના છોકરાઓ એની આશાતના કરતા. એમ પણ કહેવાય છે કે એ તોફાની છોકરાઓ પાદુકા ઉખાડીને પાસેના કૂવામાં નાખતા ત્યારે તે પાદુકા પાણી ઉપર તરતી. આજે પણ પાદુકાના મૂળસ્થાન પાસે એક મીઠા પાણીની કુઈ છે. પાણી દુકાળમાં પણ નથી સુકાતું. તૃપની આસપાસની ભૂમિ વેતાંબર સંઘને આધીન છે. જ આ રતૂપની આજુ બાજુની અમુક જગ્યા વેતાંબર પેઢીના તાબામાં છે. આ થાનના છહારની પરમ આ શ્યકતા હતી. પ્રાચીન પૂનિત ભૂમિના સ્થાને એક નાનકડ મંદિર બંધાય ને જાને રમાન જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે પૂ પા. મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી મહારાજ ત્રિપુટી) એરપુરથી નીકળેલ શ્રી સંઘના સંધપતિને ઉપદેશ આપી સુંદર સમવસરણના આકારનું મંદિર બંધાવવાનું નક્ક કરાવ્યું હn: હવે ત્યાંના કાર્યકર્તા ધનુલાલજી સુચતિ તે સંઘપતિના કથન મુજબ વ્યવસ્થા કરી જદીથી મંદિર તૈયાર કરાવે એ જરૂરી છે. સંધપતિ મહાશય પણ તે કાર્ય તરફ લસ આપી પતે કબૂલ પ્રતિજ્ઞાને જલ્દીથી સફળ કરે અને પિતાની લક્ષ્મીને સદુપગ કર.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy