SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ દિ જૈન તીર્થોને ] : ૪૪૧ : બનારસ અહીં બીજા જોવા લાયક સ્થાનમાં (૧) ગૌતમબુધ્ધનું મંદિર, (ર) મ્યુઝીયમ કે જેમાં ઔરંગજેબે બૌદ્ધધર્મની તથા વૈષ્ણવ ધર્મની મૂર્તિઓ ખંડિત કરેલી તેને સંગ્રહ છે. તથા ખાસ કરીને શ્રી કૃષ્ણએ ગોવર્ધને પહાડ તે હવે તે ઈમેજ, તથા શિવજીની મોટી ઈમેજ, ગૌતમબુધ્ધની મેટી લાલ- ઈમેજ (આકૃતિ) ખંડિત સ્થિતિમાં છે. (૩) મોતીચદ રાજાને બાગ, (૪) જ્ઞાન વાવ, (૫) કાશીવિશ્વનાથનું મંદિર, (૬) કાશીનગરી ગગાના કિનારે વસેલી હોવાથી ત્યાં રહેલાં વિવિધ ઘાટે (૭) સામે કાંઠે રહેલ રામનગરના રાજાને મહેલ (૮) મૃતદેહને બાળવાને હરિચંદ્ર ઘાટ, કુંડવાળે મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ (૯) આ સિવાય ગંગાને કિનારે રાજા મહારાજાએ બંધાવેલા રાજમહેલે, આશ્રમે, ભજન મંડલીઓ વગેરે. કાશીવિશ્વનાથનું મંદિર, તેને પુરાતત્વ વિભાગ સંગ્રહસ્થાન, હિન્દુ વિશ્વ વિદ્યાલય, નાગરી પ્રચારણ સભા, જયપુરના રાજા માનસિંહે બંધાવેલ માનભૂવન વેધશાળા (આ રાજાએ જયપુર, બનાસ અને દિલ્હી ત્રણે ઠેકાણે વેધશાળા બનાવી છે જે ખાસ જોવા લાયક છે. હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં જૈન વિદ્યાથીઓ ભણે છે. હમણાં ત્યાં જૈન ચેર સ્થપાઈ છે. અંગ્રેજી કેઠીમાં શ્રી યશેવિજયજી ન સ કૃત પાઠશાળા - પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મ. ના અથાગ ને અવિરત પરિશ્રમથી સ્થાપાઈ હતી. જેનેતને જવાબ આપનાર વિદ્વાન જેનો ઉત્પન્ન થાય તે માટે આ સંસ્થા સ્થપાઈ હતી. અત્યારે આ પાઠશાળા બંધ છે. પછી દિગંબરે તરફથી શરૂ થયેલ સ્યાદ્વાદ વિઘાલય ચાલે છે જેમાંથી ચુસ્ત દિગંબર જૈન વિદ્વાને પાકે છે. ભારતની વિદ્યાપુરી કાશીમાં વેતાંબર જૈન વિદ્યાપીઠની અનિવાર્ય જરૂર છે. વિવિધ સંસ્કૃત પાઠશાળાઓ, અનાથાશ્રમ, સદાવ્રત, અનસનો, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કાવ્યના આચાર્યાદ્રિ પરીક્ષાના રથાને, વગેરે વગેરે ઘણું ઘણું જોવા લાયક છે. ત્ર ભારતના હિન્દુઓનું મુખ્ય યાત્રાધામ કાશી. અહીંનું કાશી વિશ્વનાથનું મંદિર જેને ભલભલાને આશ્ચર્ય થયા સિવાય નહિં રહે, આના કરતાં નાના ગામનું જેન મંદિર વધુ સ્વચ્છ, સુઘડ અને સુંદર લાગે તેમ છે. કાશી વિશ્વનાથનું આ મંદિર તો બંધાયેલું છે. જાનું મદિર હતું તેની મરજીદ બની છે. મુસલમાન બાદશાહ આ શિવાલય તેડવા આવ્યા અને મહાદેવજી મંદિરમાંથી અદશ્ય થાય છે. કૂવામાં પડી જાય છે. એ કો. અત્યારે વિદ્યમાન છે. નજીકમાં કાશી કાવતને કૂવો છે. અંધાર કોટડી અને મંદિરની મચ્છદ બની તે ત્યાં હિન્દુ યાત્રીઓ રોજ જુએ છે અને ભૂતકાલીન ગૌરવ યાદ કરી ખી થાય છે. ૫૬
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy