SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ કુલપાકજી : ૪૧૪ : [ જૈન તીર્થને જ્યોતિ પ્રગટે છે. પ્રતિમાજીના સ્નાત્ર જલથી ભીંજાયેલી માટી નેત્રદેવી-આંધળો મનુષ્ય પોતાની આંખે ઉપર લગાવે તે દેખતે થાય છે. દેરાસરજીના મૂલ મંડપમાં કેસરના છાંટા વરસે છે જેથી યાત્રીઓનાં કપડાં પણ ભીંજાય છે, જે માણસને સાપ કરડ હેય તે જે મંદિરમાં જઈને ઊભો રહે તો સાપનું ઝેર ઉતરી જાય છે. આ પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થકરોની દેહમાન પ્રમાણવાળી પ્રતિમાઓ બનાવરાવી પરતુ અષ્ટાપદ પર્વત ઉપર હરેક મનુષ્ય જઈ શકે તેમ ન હોવાથી મનુષ્ય લેકના ઉપકાર માટે સ્વચ્છ મરકતમણિની શ્રી ષભદેવ પ્રભુ મૂર્તિ બનાવરાવી એને જેની પ્રતિષ્ઠા શ્રી પુંડરીક ગણધરસ્વામીના હાથે કર વિનીતા નગરીમાં સ્થાપિત કરી હતી. ત્યારપછી ઘણો સમય એ પ્રતિમાજી વિનીતામાં જ પૂજાયાં. બાદ વિદ્યાધો આ ચમત્કારી પ્રતિમાજીને વતાય પર્વત ઉપર લઈ ગયા. ત્યાંથી આ પ્રતિમાજી ઈન્દ્ર લેકમાં લાવવામાં આવ્યાં અને દેવતાઓએ તેની પુજા કરી. ત્યાંથી ઈન્દ્રને આર ધી રાવણે પ્રતિમાજી મંગાવી સતી મારીને પૂજા કરવા આવ્યાં. બાદ શ્રી રામ અને રાવણના યુદ્ધસમયે મંદરીએ આ પ્રતિમાજી સમુદ્રમાં પધરાવ્યાં અને છેલે વિક્રમની સાતમી શતાબ્દિમાં કુલ્પાકમાં સ્થાપિત થયાં. આ પ્રતિમાજી પહેલાં ખૂબ જ ઉજવલ હતાં પરંતુ લાખો વર્ષ સમુદ્રમાં રહેવાથી કાળા (શ્યામ) થઈ ગયાં છે. દેવલોકમાંથી મનુષ્ય લાકમાં આ પ્રતિમાજીને આબે અગીયાર લાખ એંશી હજાર નવસે ને પાંચ વર્ષ થયાં છે. ઉપદેશતરંગીણિમાં પણ ઉપર્યુક્ત કથનનું જ સમર્થન કરે છે "श्रीभरतचक्रिणा स्वांगुलीयपाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साधाऽपि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीवि प्रसिद्धा॥ આપણે પહેલાં જણાવી ગયા તેમ કર્ણાટક દેશના કલ્યાણના શંકર રાજાએ આ પ્રતિમાજીની કુપાકજીમાં રથાપના કરી. એ શંકરરાજાને જૈનેતર વિદ્વાન શંકર ગણ માને છે. એ શંકર ગણને પુત્ર ૬૪૮થી ૬૬૭ લગભગમ વિદ્યમાન હતા એમ ઇન્દુ માસિકમાં સાહિત્યાચાર્ય વિશ્વેશ્વરનાથ ૨૭ શાસ્ત્રીને ઉલલેખ છે, આ કલ્યાણી નગરી તેરમી શતાબ્દિ સુધી જૈન પુરી હતી. વિ. સં. ૧૨૦૮માં કલ્યાણ નગરીમાં બીજલરાજ* નામે જન રાજા રાજ્ય કરતું હતું. આ વખત * શ્રી જિનપ્રભસૂરજના સમય સુધી આ આંક છે, * સં. ૧૨૦૦ લગભગમાં બિડનગરમી ચાલીશ ગાઉ દૂર કલ્યાણું નામ ની જાતની રાજધાની હતી. તે મંડળમાં બિજલ નામને સાર્વભૌમ રાજા પરમ જૈન હતા, તેની રસુતિરૂપે જેને બિજલકાવ્ય બનાવ્યું છે. (સિદ્ધાંતશિરામણ)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy