SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ બુરાનપુર : ૪૦ : [ જૈન તીર્થોને અહી ૧૫૩ પહેલાં લગભગ ૩૦૦ ઘર જૈનોનાં હતાં તેમજ સુંદર ભવ્ય ૧૮ જિનમદિરે હતાં. આમાં શ્રી સનાહન પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર મેટું મંદિર ગણાતું તેમાં સમેતશિખર તીર્થનો પટ સુંદરકારીગરી અને બીજા ચિત્રોથી સુશોભિત હતા. બીજાં મંદિર પણ કલાથી ભિત હતાં. મેટા મંદિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનાં ભવ્ય પ્રાચીન જિનબિંબો હતાં. સં. ૧૯૫૩માં બુરાનપુરમાં ભયંકર આગ લાગી ઘણું જ નુકશાન પહોંચ્યું એમાં આ મોટું મંદિર પણ બળીને ભસ્મીભૂત થયું. બીજી પ્રજાને અને જેનેને પણ નુકશાન થયું. જૈનોની વસ્તી ઘટવા માંડી ૩૦ વર્ષ પૂર્વે ૫૦ થી ૬૦ ઘર હતાં. અત્યારે ફક્ત ૮થી ૧૦ ઘર છે. અહીંના ૧૮ મદિરમાંથી ૧૯૫૭માં નવ મંદિર બનાવ્યા, ત્યારપછી પણ વ્યવસ્થા સચવાવાના અભાવે ૧૯૭૩-૭૪માં એક ભવ્ય મંદિર બનાવ્યું. અઢારે મંદિરના મૂલનાયકે આ નૂતન ભવ્ય મંદિરમાં પધરાવ્યા છે. આ સિવાય ત્રણ જેટલાં જિનબિ બે કચ્છ વગેરે દૂર દૂરના દેશોમાં કલાવ્યાં હતાં. ૧૯૫૮માં પણ પાંચ (૭૫) ધાતુની જિનપ્રતિમાઓ પાલીતાણા મોકલાવ્યાં. ૧૯૭૬માં ૨૪ પ્રતિમાજી ભડકતીર્થ” લઈ ગયાં છતાંયે અત્યારે પણ ઘgi જિનબિંબે વિદ્યમાન છે. મદરજીના વચલા ભાગમાં સ્કૂલનાયકજી શ્રી શાંતિનાથજીની ભવ્ય મૂર્તિ છે. નીચે જોયરામાં શ્રી શીતલનાથજી મૂલનાયકજી છે, અને ઉપર શિખરના ભાગમાં ચામુખજીનાં ચાર પ્રતિમાજી છે. અહીં એક એવી દંતકથા ચાલે છે કે માંડવગઢના પ્રસિદ્ધ“માંડવગઢને, રાછા નામે દેવ સુપાસ” સુપાર્શ્વનાથજી માંડવગઢમાંથી લગભગ અઢી વર્ષ પહેલાં માંડવગઢથી અદૃશ્ય થઈ અહીં આવેલાં છે. આ પ્રતિમાજી પંચ ધાતુમય લગભગ ત્રણ મણ વજનના છે. પરિવારના બે ખડ થાય છે અને પરિઘર મૂલનાયકછથી જુદું પણ પડી શકે તેવું છે. મૂતિ ઉપર લેખ આ પ્રમાણે છે. ___" स्वस्ति संवत १५४१ वैशाख शुदि ५ तिथौ गुरुवारे श्रीमालज्ञातीयगोत्रे उडक पजोलीया संघवी मोलासंताने संघवी हरवण पुत्रसंघवी पकदेव, पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुहणा । धरणा मार्या सेढी पुत्र पदमशी। संवत्री सुहाणा मार्या मानु द्वितीय भार्या लाढी पुत्री संग्रामेण, वीरयुतेन संवत्री सहाणाकेन आत्मपुण्यार्थ श्रीसुपार्श्ववि कारित प्रतिष्ठितं च श्री धर्मवोपगच्छे भधारक श्रीविजयचंद्रररिपट्टे भट्टारक श्रीसाधुरलमूरिमिः मंगलं अस्तु शुभं भवतु ॥ એને પરિકરને લેખ નીચે પ્રમાણે છે "संवत १५४१ वर्षे वैशाख शुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संवत्री सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy