SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૩૮૯ ૪ ચિત્તોડગઢ ઉપરના એક પરિકરની મોટી મૂર્તિ અને શ્રી મહાવીર સ્વામીના મંદિર પાસેના કમશાના મંદિરમાં એક સ્થાન પર બિરાજમાન થયેલી જોઈ હતી. એની ઉપર નીચે પ્રમાણે લેખ વંચાય છે. (૯) “સં. ૨૨૯૦ (૭) શીમરૂરિતાની” આગળ લેખ ચાર પકિનને છે પણ વંચાતું નથી. (૬) લ રૂદ 9 નથી વંચાતું. અત્યારે તે આગળ જણાવ્યું તેમ આ સત્યાવીશ દેવીના મંદિરને સુંદર જીર્ણોધાર તથા પ્રતિષ્ઠા આદિ થયાં છે. આગળ જતાં સુપ્રસિદ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઈનું મદિર જોયું. આ મંદિરને આધાર મેવાડના સદગત મહારાણા ફતેહસિંહજીએ કરાવે છે મદિર ભવ્ય અને વિશાલ છે, ડબલ આ મલસારાની સુંદર ગોઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મંગલ ચિત્ય છે તેમાં ડાબી અને જમણી બાજુ એક x xx દેવ છે તેમના ઉપર છાજલીમાં સુંદર જિનમૂર્તિ છે, તેના ઉપર તરણુમાં બીજી નાની જિનમૂર્તિ છે. આ નાની નાની જિનમૂર્તિએ મનહર અને લગેટથી શોભતી તાંબરી છે. મીરાંબાઇના મંદિરના ચેકમાં જમણી બાજુના મંદિરની પાછળની દિવાલમાં પાષાણુની સુદર પચતીથીની જેન વેતાંબરી મૂર્તિ છે, જે પરમદર્શનીય છે. અહીંથી આગળ જતાં એકલરાણાનું મંદિર જેનું બીજું નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે. આ મંદિરની રચના માટે અનેક મતભેદે છે, આ દર ૧૨૦૭ ના મહારાજા કુમારપાલને બીજો લેખ ૧૪૮૫ ને મોકલરાણાને છે. આ મંદિરની બહારની ડાબી બાજુની દિવાલમાં બે સુંદર જિનમૃતિઓ છે. એક મૂર્તિ તે અભિષેકના સમયની છે, દેવે અભિષેક માટે હાથમાં કલશો લઈને ઊભાનું-હેજ અવનતભાવે હાથમાં કલશ લઈને ઉભેલા છે એનું મનહર દશ્ય છે. એ જ દિવાલમાં આગળ ઉપર જૈન સાધુની સુંદર મૂર્તિ છે. સાધુજીના જમણા હાથમાં મુહપતિ છે, ડાબા હાથમાં શાસ્ત્ર છે, સામે ઠવણી છે સ્થાપનાચાર્યજી રાખવાનું સ્થાન, પછી સામે સાધુ બેઠા છે, તેમની પાછળ શ્રાવક શ્રાવિકાઓ હાથ જોડીને બેઠા છે. ધર્મોપદેશ સાંભળે છે. આગળ એક બાજુ જૈનાચાર્યની મૂર્તિ છે. સામે ઉપદેશ શ્રવણ કરવા રાજા બેઠા છે નામ અને લેખ બને છે પણ ઉતાવળમાં અમે ઉતારી ન શકયા. ઉત્સવપૂર્વક ગાજાવાજા સાથે રાજા વગેરે વંદન કરવા જાય છે. આગળ ઉપર જિનવરંદ્ર દેવને ઈદ્રરાજ ખેાળામાં લઈને બેઠા છે. દે અભિષેક કરે છે. આખું સ્થાન જોતાં તીર્થકર દેવનાં પાંચ કલ્યાણુકે જણાયાં.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy