SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ દલવાડા-દેવકુલપાટક : ૩૮૨ : [ જૈન તીર્થોને આ નગરી પ્રાચીન સમયમાં ઘણું જ ભવ્ય અને વિશાલ હતી પંદરમી, સેલમો અને સત્તરમી શતાબ્દિ સુધી આ શહેર પૂરી જાહેરજલાલી ભોગવતું હતું. અહીં પ્રાચીન જૈન મદિરો ઘણાં હતાં અને શ્રાવકેની વસતી પણ પુષ્કળ હતી. કહેવાય છે કે-અહીં ત્રણસે ઘટના નાદ સભળતા હતા આચાર્ય સેમસુંદરસુરિજી અને તેમને પરિવાર અહીં અનેક વાર પધારેલ અને તેઓની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા આદિ ઉત્સવો પણ ઘણા થયેલા. તેઓ એક વાર પિતાને વાચક પદવી મળ્યા પછી સં. ૧૪૫૦ આવેલા તે વખતે તેમની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી. તે વખતે મહારાણા લાખાના માનીતા મંત્રી રામદેવ અને ચુડ વગેરે મહામાન્ય અને ધનાઢ્ય પુરૂ સામે ગયા હતા. આ સબધી વિગતવાર ઉલેખ સેમસૌભાગ્યકાવ્યમાં મળે છે. આ સિવાય જિનવદ્ધનસૂરિ, જિનસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, સર્વાનંદસૂરિજી વગેરે પણ અહી પધાર્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. હાલમાં જે ત્રણ મંદિર છે તે પણ ઘણાં વિશાલ અને બાવન જિનાલયનાં છે. તેમાં ભેંયરાં પણ છે, વિશાલ જિનભૂતિ ઉપરાન્ત ગુરુમૃતિઓ પણ છે. ૧૯૫૪ ના અહીંના જીર્ણોધ્ધાર પ્રસંગે ૧૨૪ મૂતિઓ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાં બે રાષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથ ભગવાનનું છે. એક શું મંદિર ચતિજીનું મંદિર છે. અહી શત્રુંજય અને ગિરનારની સ્થાપનાને ઉલેખ મળે છે. દેલવાડિ છિ દેવજ ઘણાં બહુ જિનમંદિર રળીયામણું દેઈ ડુંગર ત્યાં થાપ્યા સાર શ્રી શત્રુંજે ને ગિરનાર | (શીલ વિજયકૃત તીર્થમાલા, સં. ૧૭૪૬ રચના) આ સ્થાન તીરૂપ હતું તેને માટે જુઓ શ્રીમાન મેદ્ય પિતાનો તીર્થ માલામાં પણ જણાવે છે. દેવાડ નાગદાદા ચિત્ર, આકડ કરડઉ વઘાર; જાફર જહર ને સાદડી, જિનવરના મન મુક8 ઘડી. વાચનાચાર્ય શ્રીમાન કીર્તિમેએ પિતાની શાશ્વત તીર્થમાલામાં દેલવાડાનું નામ આપ્યું છે. નગર કેટ નઈ દેલવાડઈ, ચિત્રકૂટ નઈ; સિરિતલ વાર્થ જે કઈ છઠા છનરાજ (પંદરમી શતાબ્દિ). તેમજ અહીં નબ, વીસલ, મેઘ, કેહલ, ભીમ તથા કટુક વગેરે શ્રીમાન અને ધીમાન શ્રાવકેએ શ્રીહર્ષભદેવ ભગવાનનું વિશાલ મદિર બનાવ્યાને ઉલેખ મુનિસુંદરસૂરિજી મહારાજ ગુવાવલીમાં નીચે પ્રમાણે આપે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy