SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] ; ૩૭૯ : ના પતિ શ્રીપાલરાજાને કઢ ગયો. ત્યાંથી દેવસાન્નિધ્યથી આ પ્રતિમાજી ધૂલેવ આવ્યાં. એટલે પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન છે એમાં સદેહ નથી. ઉદેપુરથી કેશરીયાજી આવતાં રસ્તામાં રાત રોકાવું પડે છે. વચમાં મદિર અને ધર્મશાળાની સગવડ છે. કેસરીયાજીમાં વિ. ૧૯૮૩-૮૪માં દેવજાદંડ ચઢાવવાને ઉત્સવ થયો હતો અને શ્વેતાંબર જૈનએ જ ધવાડ ચઢાવ્યું હતું. તેમાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા મુખ્ય હતા તેમજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની અધ્યક્ષતા હતી. બાવન જિનાલયની દેરીઓમાં વિ. સં. ૧૭૪૬ શ્રી વિજયસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. નવ ચૌકી પર પણ લેખ શ્વેતાંબરી જ છે. બહારનું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીનું મંદિર પણ તાંબર સઘનું છે. ૧૮૦૧ માં શ્રી સુમતિચદ્રજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી. સુરમન્દિર કાક સુમા, સુમતિચંદ્ર મહાસાધ તપે ગચ્છમેં તપ જપતા ઉપત ઉદધિ અગાધ પુણ્યથાને શ્રી પાર્શ્વને પુઠવી પરગટ કીધ એમ તણે મનખા તિય લાહે ભાવને લીધ, રાજમાન મુકતા રતન ચાતુર લખમીચંદ ઉચ્છવ કીધા અતિઘણું આણું મન બાન દા દિલ સુધ ગોકલદાસ રે કીધે પ્રતિષ્ઠા પાસ સારે હિ પ્રગટયો સહી જગતિ મેં જસ વાસ. શ્રી કેસરીયાનાથજીની પ્રતિમા લગભગ ૩ ફૂટ ઊંચી અને બહુ પ્રાચીન છે. કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મોટર રસ્તે અવાય છે. ઉદયપુરથી સીધી મોટર સાહક છે. મોટર, ટાંગા, ગાડા, ઉંટ આવે છે. આ સિવાય, બ્રહ્માની ખેડ, રાણકપુર, અજારી વગેરેનો નળ ઉતરીને પહાડી રસ્તે પણ અવાય છે. સાંવરાજી તીર્થ કેસરીયાજીથી પાંચ કેશ દૂર આ તીર્થસ્થાન છે. અહીં દેરાસરજી પહાડ ઉપર છે. સ્કૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની સુંદર શ્યામ મૂતિ છે. સાંવરા પાર્શ્વનાથ તરીકે આ તીર્થ પ્રસિદ્ધ છે. ઉદયપુર ચિત્તોડ ના કરેડા સ્ટેશનથી અર્ધાથી પિણે માઈલ દૂર સફેદ પાષાણનું પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મદિર દેખાય છે. આ મંદિર ક્યારે બન્યું તે સંબંધી કે પ્રાચીન લેખ નથી મળતું, પરંતુ મંદિરજીની બાંધણી અને
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy