SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર : ૩૬૬ ૪ [ જૈન તીર્થોને અષ્ટાપદજીના મંદિરમાં મૂલનાયક શ્રી કુંથુનાથજી છે આની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિજ્યસૂરિજી છે. ૧૫૮–૮૧માં પ્રતિષ્ઠા થઈ છે શાન્તિનાથજીના મદિરમાં પ્રથમના મહાત્માના લખાણ મુજબના ૬૪. મૂર્તિઓ હતી અને યતિ વૃદ્ધિરત્નજીના લખાણ મુજબ ૮૦૪ મૂર્તિઓ છે, અને અષ્ટાપદજીના મંદિરમાં ૪૨૫ મૂર્તિઓ હતી અને ત્યારપછીના લખાણ અનુસાર ૪૪૪ મતિઓ છે. ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામિનું મંદિર-આ મદિર ત્રણ ખંડનું ઉત્તમ કારીગરીવાળું અને વિશાળ છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં એક એક શ્રીચંદ્રપ્રભવામીની મૂર્તિ બિરાજમાન છે. આથી આ મંદિરને ચતુર્મુખવિહાર' પણ કહે છે. ૧૫૯ માં જિનભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ છે. આ મંદિરના બીજા માળમાં ધાતુની સૃતિઓ-પંચતીર્થીને સંગ્રહ ઘણે સારે છે જેમાં પ્રાચીન અર્વાચીન દરેકનો સંગ્રહ છે. આ મંદિરમાં પ્રાચીન લખાણ મુજબ અને તિજીના લખાણ ચુજબ ૧૬૪પ મૂર્તિઓ છે. ૬ શીતલનાથજીનું મંદિર આ મંદિરમાં મૂલનાયકજી શ્રી શાન્તિનાથજી છે. ડાગા ગોત્રીય ઓસવાલેએ મદિર બનાવ્યું છે. ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થઈ છે. અહીં પહેલાં ૩૧૪ પ્રતિમાઓ હતી, અતિવર્ય શ્રી વૃદ્ધિરત્નજીની વૃદ્ધિરતનમાલામાં ૪૩૦ પ્રતિમાઓ આ મંદિરમાં છે એ ઉલ્લેખ છે. આ મંદિર પણ બહુ જ રોનકદાર અને દર્શનીય છે, ૭. શ્રી ઋષભદેવજીનું મંદિર-ચેપડા મેત્રીય શેઠ ધનાશાહ એસાલે બનાવ્યું છે. ૧પ૩૬ માં પ્રતિષ્ઠા શ્રી જિનચંદ્રસૂરિજીના હાથે થઈ છે. આ મંદિરનું બીજું નામ ગણધરવસહી પણ છે. આ મંદિરમાં ચન્યપરિપાટીમાં ૬૩૧ મૂતિઓ હોવાનું લખ્યું છે જ્યારે વૃદ્ધિનમાલામાં ૬૦૭ મૂતિઓ હેવાનું લખ્યું છે. ૮. શ્રી મહાવીર સ્વામીનું મંદિર-આ મદિર રાજમહેલની પાસે છે. અરઠીયા ગોત્રીય ઓસવાલ શેઠ દીપાએ આ મદિર બનાવરાવ્યું છે. પ્રતિષ્ઠા ૧૪૭૩માં થઈ છે. વૃદ્ધિરત્નમાલામાં ૧૫૮૧ માં પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. ત્યપરિપાટીમાં ૨૩૨ મૂતિઓ હેવાનું લખ્યું છે. વૃધિરનમાલામાં ર૯૫ મૂતિ હોવાનું લખ્યું છે. શહેરમાં શ્રી સુપાર્શ્વનાથજી અને વિમલનાથજીનાં એમ બે મન્દિર છે. આ મદિર તપગચછનાં છે એમ કહેવાય છે. મને મૂલનાયકજી ઉપર અનુક્રમે શ્રી વિજયદેવસૂરિજી અને શ્રી વિજયસેનસુરિજીએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. શહેરમાં છ ઘરમંદિર છે ત્રણ ઉપાશ્રય છે. ગામ બહાર દાદાવાડી છે, જે સત્તરમી સદીની છે. * શહેરનાં દેરાસર–જેસલમેર શહેરમાં તેને કિલ્લાની માફક આ નાનાં મોટાં જિનમંદિરો આવેલાં છે, જેનાથી બે દેરાસરે શિખરબંધી તથા બીજા છ ઘર-દેરાસર છે, જે નીચેના સ્થળોએ આવેલાં છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy