SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ઈતિહાસ ] • ૩૩ • સાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. એ ગામનું અસલ સ કૃત નામ સત્યપુર છે. એનું પ્રાકૃતમાં સઉર થઈ અપભ્રંશ રૂપાન્તર સાચોર બન્યું છે. એ સ્થાન ઘણું જૂનું પ્રાચીન અને પવિત્ર છે. દરેક મૂર્તિપૂજક જૈન પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ કરતાં “ વીર જવામિંan” એવા શબ્દોથી આ તીર્થને વંદના કરે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી આ તીર્થને પરિચય આ પ્રમાણે આપે છે ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગમાં આવેલા મરૂમંડલ (મારવાડ ) માં સત્યપુર નામનુ નગર છે. તે નગરના જિનાલયમાં નાહડ રાજાએ ભરાવેલ અને શ્રીમાન જજજ(૧)ગસૂરિજી ગણધરે પ્રતિષ્ઠિત કરેલ શ્રી મહાવીરસ્વામિની પિત્તલમય પ્રતિમા બિરાજમાન છે, તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે પહેલા ૧નહુલદેશના આભૂષણભૂત રમડેવર નગરના રાજાને તેના બળવત કુટુમ્બીઆએ મારી નાંખીને તે નગર તેઓએ પોતાને સ્વાધીન કર્યું તે વખતે ઉક્ત રાજાની રાણી ગર્ભવતી હતી, તેથી ત્યાંથી નાસીને ૩ખંભાણપુર(બ્રહ્માણ) ગઈ. ત્યાં તેણે સર્વ શુભ લક્ષણયુક્ત પુત્રને જન્મ આપે કે એક દિવસે તે રાણી તે નગરની બહારના એક વૃક્ષની ડાળીએ બાંધેલી ઝેળીમાં પોતાના બાળકને સુવાડીને પિતે નજીકમાં કઈ કામ કરતી હતી દેવચગયી તે વખતે શ્રીમાન જજિજગસૂરિજી મહારાજ ત્યાં પધાર્યા. તેઓ, વૃક્ષની છાયા તે બાળક ઉપરથી નહિ ખસવાળા આ કઇ પુણ્યશાળી જીવ છે એમ વાણું ઘણીવાર સુધી તે બાળકને જતા રહ્યા, તેથી રાણીએ આવી સૂરિજીને પૂછયું કે–મહારાજ ! આ પુત્ર કુલક્ષણો-કુલનો ક્ષય કરનારા દેખાય છે શુ? સૂરિજીએ કહ્યું કે–આ તમારો પુત્ર મહાપુરુષ થશે, માટે તેનું બહુ સંભાળપૂર્વક પાલન કરજો. તે બાળકનું નામ નાહડ રાખ્યું. સૂરિજીએ તેને નવકારમંત્ર શીખવાડ. અનુક્રમે નવકારમંત્રના પ્રભાવથી સુવર્ણ પુરુષ સિધ્ધ કરીને તે નાહડ મહાપરાક્રમી તથા સમૃદ્ધિવાન થયો અને પિતાના પિતાનું રાજ્ય તેણે પુનઃ પ્રાપ્ત કર્યું. ઉપર્યુક્ત સૂરિજીના ઉપદેશથી તેણે વીશ મેટાં જિનાલયો કરાવ્યાં. પછી કઈ વખતે તે નાહડે પોતાના ગુરુ જજીગસૂરિજીને વિનંતિ કરીને કહ્યું કે આપની તથા મારી કીતિ ઘણી કાલ પર્યત પ્રસરતી રહે, એવું કોઈ કાર્ય કરવા માટે મને ઉપદેશ આપે એટલે સૂરિજીએ જે જગ્યાએ ગાયના ચારે આંચળોથી દૂધ ૧ ગેઇડન પંચતીથીમ આલુ હાલનું માંડલ એ જ પલા નહૂડુતના નામથી પ્રસિદ્ધ હશે. ૨. જોધપુર સ્ટેટમાં પ્રાયઃ જોધપુર પાસે જ છે. એક બાબૂની તલાટીમા પs| મહેર છે. ૩. કદાચ બાણુવાડા એ જ બ્રાહ્મણપુર છે. અથવા નરમાણું કે જે બ્રહ્માણ-બ્રહ્માણપુર કહેવાય છે તે પણ છે. બામણુવડા કરતા મને વરમાણ ઠીક લાગે છે, ૪૦.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy