SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ૩૦૮ : [ જૈન તીર્થ " तिवारई धांधलई प्रासादनिपनावि महोत्सवे वि. सं. ११९१ वर्षि श्रीपार्श्वने प्रासादे थाप्या । श्रीअजितदेवमूरिहं प्रतिष्ठया" વીરવંશાવળીમાં ઉપર્યુકત પ્રસંગ જીરાવલામાં બન્યાનું લખ્યું છે. આ તીર્થનો મહિમા જોઈને જ કહેવાયું છે કે " प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स लयति जीराउलापाचः ॥" આજે પણ નવીન બધાતા જિનમંદિરની પ્રતિહાસમાં પ્રતિષ્ઠા પહેલાં દરેક મંદિરમાં “દાદાના ઘા જોવાઃ”લખાય છે. તેમજ ધાર્મિક શુભ કાર્યોમાં પણ “શીશીદારશ્નાપાર્શ્વનાથ નામનાઃ” લખાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ સંપ્રતિ મહારાજાના સમયનું છે, તેમજ દિરમાં પણ પ્રાચીન મૂતિઓ છે. જીરાવલાછમાં ભા. . ૬ દરવર્ષે મેળો ભરાય છે. પિોષ દશમીને પણ મેળે ભરાય છે અને ભા. શુ. ૪ દેરાસરજી ઉપર વિજા ચઢ છે. આ સિવાય નીચેના સ્થાનમાં પણ જીરાવાલાજી પાર્શ્વનાથની મૂતિ હોવાનું મનાય છે. ૧. ઓરીસ્સામાં આવેલ પ્રસિદ્ધ ભારતીય વૈષ્ણવતીર્થ જગન્નાથપુરીમાં ત્યાંના રાજાએ જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું હતું અને આ તીર્થને મહિમાપ્રભાવ બહુ જ પ્રસિદ્ધ હતા, પરંતુ શંકરાચાર્યજીના સમયમાં અહીં તીર્થ પરાવર્તન થયું અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઈ, પરંતુ ત્યાં જઈને જે આવનાર મહાનુભાવે તે કહે છે કે-પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. આમાં કેટલાક કહે છે કેઆદીવજીની મૂર્તિ છે, ત્યારે કેટલાક કહે છે કે પાર્શ્વનાથજીની મૂર્તિ છે; પરંતુ જૈન મૂતિ છે, એ ચેકસ છે. એને ફેટે પણ જે છે, જે જૈન મૂર્તિ હોવાની જ સાક્ષી પૂરે છે. ૨. મારવાડમાં સાદરી-ધાનેરામાં પાજી રાવલા પાર્શ્વનાથની મૂર્તિ છે, જે પ્રભાવશાળી છે. ૩. નાડલાઈમાં પણ ચમત્કારિક શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ડુંગર ઉપર છે. ૪. ડીસાથી નજીકમાં પણ જીરાપલ્લી ગામ છે ત્યાં પણ જીરાવલા પાર્શ્વનાથ જીનું મંદિર છે. ૫. નૉલમાં શ્રી રાવલા પાનાથજીનું મંદિર છે.. ૬, ખલેલમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીનું મંદિર છે. આ મંદિર ૧૮૪૧ માં સ્થાપિત થયું છે. (જોટાણુ સ્ટેશનથી ત્રણ ગાઉ દૂર આ ગામ છે.) ૭. ઘાટકેપરમાં શ્રી રાવલા પાર્શ્વનાથજી છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy