SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ : ૨૮૨ : [ જૈન તીર્થોને પરિકરવાળા કાઉસ્સગ્ગીયા ૪, પરિકરવાળી મૂર્તિઓ ૧૧, આચાર્યની ઊભી સ્મૃતિઓ ૨, શ્રાવકની ઊભી મૂતિઓ ૧૫, હાથી ૧૦ છે. આ હરિતશાલા મહામંત્રી તેજપાલે જ બનાવેલ છે. વસ્તુપાલના મંદિરે માટે શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં લખે છે કે वैक्रमे वसुवस्वर्क( १२८८ )मितेऽन्दे नेमिमन्दिरम् । નિકે સૂરિસિવાય સચિવે સુરા || કરૂ છે कपोपलमयं बिम्ब श्रीतेजपालः मन्त्रिराट् । तत्र न्यस्थात स्तम्भतीर्थ निष्पन्नं दृकसुधाञ्जनम् ।।४४ ॥ अहो श्रीशोभनदेवस्य सूत्रधारशिरामणेः । तच्चैत्यरचनाशिलपान्नाम लेभे यथार्थताम् ॥ ४६ ॥ तीर्थद्वयेऽपि लग्नेऽस्मिन् देवात्म्लेच्छः प्रचक्रतुः । ચઢાર શત્રલિદાપિત (૨૨૪૩) II૪૮ तत्रायतीर्थाद्धर्ता लल्ला महणसिंहभूः । पीथडस्त्वितरस्याभूद्व्यवहच्चण्डसिंहजः ॥ ४९ ॥ જિનપ્રભસૂરિજી મહારાજ તે આબુ ઉપર વિમલવસહિ, લુણવસહિ મંદિરને જ ઉલ્લેખ કરે છે અને અચલગઢ ઉપર મહારાજ કુમારપાલે શ્રી વીરચય મ ધાવ્યાને ઉલેખ કરે છે અર્થાત બાકીના મંદિરે તે વખતે બન્યાં ન હતા, જે પાછળનાં જ છે. પીત્તલહર (ભીમાશાહનું મંદિર) ઉપર્યુક્ત મંદિરની પાસે જ એક ભીમાશાહનું મંદિર છે. ભીમાશાહે બનાવ્યું છે માટે ભીમાશાહનું મદિર કહેવાય છે. મંદિરમાં પીત્તલ વિગેરે ધાતુની સૂતિ હેવાથી તેને પીત્તલહર મંદિર કહે છે. આ મંદિરમાં પહેલાં ભીમાશાહે આદીશ્વર ભગવાનની ધાતુની વિશાલ ભવ્ય મૂર્તિ બિરાજમાન કરાવી પ્રતિષ્ઠિત કરી હતી પરંતુ પાછળથી કારણવશાત તે મૃતિ અન્યત્ર ગઈ–મેવાડમાં કુંભલમેરુમાં ચૌમુખજીના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. બાદજીર્ણોદ્ધાર સમયે રાજ્યમાન્ય, ગુજરાતના સુલતાન મહમદ બેગડાના મંત્રી સુંદર અને મંત્રીગદાએ આદીશ્વર ભગવાનની ૧૦૮ મણ ધાતુની મૂર્તિ બનાવી ૧૫ર૫ માં પ્રતિષ્ઠા કરાવી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy