SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૨૬૧ : પાવાગઢ અહીં કુલ દશ જિનમંદિરે હેવાને ઉલ્લેખ મળે છે. એક સુંદર જિનમંદિરમાં તે ભીત ઉપર ત્રણ તાંબર મૂર્તિ છે. તેમની ભુજાઓમાં બાજુબંધ અને હાથ પર કંકણ છે. આસનમાં હાથીનું ચિત્ર છે. આગળ ઉપર એક વિરાટ મંદિર ધરાશાયી થઈ રહ્યું છે. એમાં નંદીશ્વર દ્વીપની સમાન ચારે તરફ બાવન જિનાલયે હતા. આ સિવાયનાં દેહરામાં પાંચ દેહરાં નગારખાનાની પાસે છે. એક છાશીયા તળાવ પાસે છે. બાકીનાં ત્રણ દુધીયા તળાવ પાસે છે. આ મંદિર શ્વેતાંબરી હતાં એમ તો પંચમહાલ જીલ્લાના કલેકટરે પણ કબૂલ્યું છે. નગારખાનાના દરવાજેથી કાલિકામાતાના મંદિર સુધી રેરક પગથિયાં છે ત્યાં કેટલેક ઠેકાણે સામાન્ય પત્થરની જેમ જૈન મૂર્તિને પણ ચાડી દીધેલ છે. આ મૂર્તિ શ્વેતાંબર છે કારણ કે લગેટ વગેરે સ્પષ્ટ દેખાય છે. હમણાં હમણાં આ મંદિરના હક માટે એક કેસ ગોધરાના આસિસ્ટન્ટ કલેકટર પાસે ચાલે છે. જેન વેતાંબર સંઘના અગ્રણી-જન સંસ્થાઓ સવેળા જાગૃત થઈ એક પ્રાચીન તીર્થને સંભાળે-જીર્ણોદ્ધાર કરાવે એ જરૂરી છે. આ સંબંધી પડિતરત્ન શ્રીયુત લાલચંદ ભગવાનદાસભાઈએ “પાવાગઢથી વડોદરા પુસ્તક પ્રકટ કરી તેમજ તેજપાલને વિજય આ બંને પુસ્તકોમાં પાવાગઢ પ્રાચીન વેતાંબરી તીર્થ છે એમ બહુ જ સરસ અને સચોટ પ્રમાણેથી સિદ્ધ કર્યું છે. આ પુસ્તક જરૂર વાંચવા ચોગ્ય છે. આ સિવાય પાવાગઢમાં પ્રાચીન વેતાંબર જૈન મંદિર હોવાના ઉલેખ નીચે મુજબ ઉપલબ્ધ થાય છે, જેના પ્રમાણે નીચે આપ્યા છે ૧. વિધિપક્ષગચ્છ( અંચલગચ્છ)ના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ અહીં મહાવીર સ્વામીના મંદિરનાં દર્શન કર્યા હતા. ૧૧૫(૬) માં (અંચલગચ્છ પટ્ટાવલી). ૨. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલના લઘુબધુ તેજપાલે અહીં સવભક નામનું સુંદર જિનમંદિર બંધાવ્યું હતું, જેમાં મૂલનાયકજી શ્રી મહાવીરપ્રભુજી હતા. (વસ્તુપાલચરિત્ર) ૩. શ્રી મુનિસુંદરસૂરિજીના ગુરુબધુ ભુવનસુંદરસૂરિજીએ પાવાગઢ ઉપરના શ્રી સંભવનાથજીની આ પ્રમાણે સ્તુતિ કરી છે " महापातिहार्यथिया शोममानं सुवर्णादिवप्रनयीदीप्यमानम् । स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुरे पावके मुधरे रमवंदम् ॥"
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy