SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - - - પાવાગઢ ૨૬૦: [ જૈન તીર્થોને પંદરમી સ્ટીમાં ખંભાતના ધર્મનિષ ગ્રવિર્ય શ્રી મેવાશાહે સંભવનાથ જિનના મંદિરમાં આઠ દેવકુલિકાએ કરાવી હતી અને તેની પ્રતિષ્ઠા મહાપ્રભાવિક શ્રી સેમસુંદરસૂરિજીએ કરાવી હતી. ચાંપાનેરથી પાલીતાણને ભવ્ય સંઘ પણ ૧૬૪૪માં નીકળ્યો હતે. અહીંની શ્રી કાલિકાદેવીનું આરાધન અંચલગચ્છીય આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પણ કર્યું હતું. પહેલાં અહીં જેન શિલ્પશાસ્ત્રના વિધાન મુજબ લક્ષણસંપન્ન શ્રી કાલિકા દેવીની મૂતિ હતી. અંચલગચ્છના આચાર્ય તે કાલિકા દેવીને વગચ્છરક્ષિકા તરીકે માનતા હતા. પાવાગઢ ઉપર નવ જિનમંદિર હતાં. મહામંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલ, ગોધરાના ઘુઘેલ રાજને છતીને અહીં આવ્યા હતા. અહીં ઉત્સવાદિ કયાં હતા અને સર્વતોભદ્રનું સુંદર જિનમંદિર બનાવી શ્રી મહાવીરસવામીની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ચાંપાનેરનું પતન મહમદ બેગડાના સમયે થયું. તે પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીત્યા હતા એથી એ બેગડે કહેવાતું. તે વખતના પાવાગઢના રાણ પતાઈ રાવળને દૃદ્ધિ સૂઝી અને જેમ કહેવાય છે તેમ એ રાજાએ સખીઓના સમૂહમાં આવેલ કાલિકા દેવીને હાથ પકડી પોતાની અનિચ્છનીય ઈચ્છા કgવી હતી પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી છે પરંતુ રાજાને આ અનિચ્છનીય ઈચ્છાની માંગણી ન કરવા દેવીએ સમજાવ્યા છતાં એ ન માન્યું. એ દેવીને શ્રાપ લાગ્યું અને પાવાગઢનું પતન થયું. મંદિરે હુંટાયાં. આમાં શ્રી જીરાવલા પાશ્વનાથજીની મૂર્તિ જૈન સંઘે ગુપ્ત રાખી હતી તે ઓગણીસમી સદીમાં પ્રગટ થઈ ૧૮૮૯ના માગશર વદિ ૧૧ વડોદરામાં પ્રગટ થયાં. આ સંબધી તપાગચ્છીય શ્રી શાંતિસાગરસૂરિજીને સ્વનું આવ્યું હતું. પ્રતિમાજી પ્રગટ થયા પછી સાત વર્ષે ૧૮૯૬ ના મહશુદિ ૧૩ના રોજ એની વડોદરામાં મામાની પિળમાં શ્રી શાંતિ સાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી. સર્વ લેકને કલ્યાણુક કરનારી હોવાથી આ શ્રી જીરાવલા પાર્શ્વનાથજીની મૂતિ કલ્યાણ પાર્શ્વનાથજીના નામથી અંકિત કરવામાં આવી. આ મંદિર અત્યારે પણ મામાની પિાળમાં વિદ્યમાન છે. હમણું જ આ મૂર્તિની પ્રતિષ્ઠાને શતાબ્દી મહોત્સવ ઉજવાયે હતો અને શાન્તિસ્નાત્રાદિ ભણીવવામાં આવ્યાં હતાં. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી પ્રકાશિત થયેલી જૈન શ્વેતાંબર ડીરેકટરી ઈ. સ. ૧૯૦૯માં ગુજરાત વિભાગમાં જણાવ્યું છે કે પાવાગઢમાં જૈન શ્વેતાંબર મંદિર છે. એક ભીડભંજન પાર્શ્વનાથજીની મૂતિને, વ્યવરઘાના અભાવે, વડેદરામાં દાદા પાર્શ્વનાથજીના મંદિરમાં પધરાવેલ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy