SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . ઈતિહાસ ] : ૨૧ : પિશીના પેશીના પાર્શ્વનાથજી” ઇડરથી લગભગ છ ગાઉ દૂર થી કેસરીયાજીના રસ્તે આ તીર્થ આવ્યું છે. અહીં સુંદર વિશાલ ધર્મશાળા છે અહીંનું પ્રાચીન મંદિર બારમી સદીમાં–મહારાજા કુમારપાલના સમયમાં બન્યાનું કહેવાય છે. મૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની સાડા ત્રણ ફુટ ઊંચી સુંદર જિનપ્રતિમા છે પ્રતિમાજી સમ્મતિ મહારાજાના સમયમાં છે. આ પ્રતિમાજી આજથી લગભગ બાર વર્ષ પૂર્વે કેથેરના ઝાડ નીચેથી નીકળી હતી. ત્યાં ભવ્ય ગગનચુખી મદિર બન્યું. ત્યારપછી કુમારપાલના સમયમાં ફરીથી સુંદર મદિર બન્યું પછી પણ અવારનવાર જીર્ણોધ્ધાર થયા છે. અત્યારે પણ જીણોધ્ધારનું કામ ચાલે છે. મૂલ મન્દિરના બે પડખામાં બે સુંદર શિખરબધ્ધ મંદિર છે, જેમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ૧૪ મૂતિઓ છે, અને ધાતુમય ચાર સુંદર પ્રતિમાઓ પણ છે. આવી જ રીતે સામેના ભાગમાં પણ બે શિખરબદ્ધ મંદિર છે, જેમાં શ્રી સંભાવનાથજીની અને શ્રી નેમિનાથજીની શ્યામવણી મનોહર મૂતિઓ ક્રમશ: મૂલનાયક છે. આ સિવાય બીજા પણ સુદર જિનબિંબે છે, તેમજ ધાતુમતિઓ, પંચતીથી, વિશ વટા વગેરેની મૂર્તિઓ છે જેના ઉપર સં. ૧૨૦૧ થી સત્તરમી સદીના ઉત્તરાર્ધ સુધીના લેખે મળે છે. પ્રતિષ્ઠાકારકમાં શ્વેતાંબર તપાગચ્છીય શ્રી આણંદવિમલસૂરિ શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરિજી અને શ્રી વિજયદેવસૂરિજીનાં નામે વેચાય છે. તીર્થની વ્યવસ્થા વેતાંબર સંઘ તરફથી શ્રી પોશીના પાર્શ્વનાથજીની પેઢી કરે છે. શ્વેતાંબર જૈન સંઘ તરફથી જીર્ણોદ્ધાર થાય છે. અત્યાર સુધીમાં ત્રીશ હજાર રૂપિયા ખર્ચાયા છે ને કાર્ય ચાલુ છે. સં. ૧૯૭૬ માં સુરિસમ્રાટુ આ. શ્રી વિજયનેમિસૂરિજીના નેતૃત્વમાં અમદાવાદ–નિવાસી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈને કેશરીયાજીને સંઘ નીકળ્યો હતો, તે સંઘ અહીં આવેલ અને સૂરિજી મહારાજનું આ તીર્થના ઉદ્ધાર માટે લક્ષ એ ચાયું. ત્યારપછી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. અહીંના હવાપણું સારાં ને નિરોગી છે અને અહીં બ્રાહ્મી ઘણી થાય છે. અત્યારે અહીંના તીર્થની વ્યવસ્થા ઈડરના જૈન સંઘની શેઠ આણંદજી મંગળજીની પેઢી સભાળે છે. અહીં એક પણ શ્રાવકનું ઘર અત્યારે નથી. મેટા પિશીનાજી ખરેડી સ્ટેશનથી ૧૫ માઈલ દૂર એક બીજું કે જે મોટા પેશીનાજી કહેવાય છે તેનું તીર્થ આવેલ છે. અહીં પણ સમ્પતિ મહારાજાના સમયનું પ્રાચીન મંદિર છે, જે દર્શનીય છે. ધર્મશાળા છે. અહીં સુંદર ભવ્ય પાંચ મદિરો છે, જેને જીર્ણોધ્ધાર અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા ય ગમેન્સ જૈન
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy