SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] ' : ૧૮૯૪ ભેાયણીજી તે થોડાં વર્ષો પૂર્વે નીકળી છે. મંદિરનો ભાગ પણ નીકળેલ છે ગામ બહાર આ સ્થાન છે તેમાં આ તીર્થનો જીર્ણોધ્ધાર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ કરાવેલ છે. સેરીસામાં ધર્મશાળા વગેરેને પ્રબંધ સારે છે. વિ. સં. ૨૦૦૨માં વૈશાખ શુદિ દશમે ઉત્સવપૂર્વક સૂરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શુભ હાથથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા પ્રતિષ્ઠા થઈ ગઈ છે. વામજ કલેલથી જ ગાઉ દૂર આ ગામ છે. ત્રિભવન કણબીના ઘર પાસેથી ખોદતાં સં. ૧૯૭૯ ના માગશર વદિ ૫ ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં છે સંપ્રતિ રાજાના સમયની શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાજી છે. સાથે ચાર કાઉસગીયા, બે ઇન્દ્રાણી દેવીની મૂતિ, બે ખંડિત ઈન્દ્રની મૂતિઓ નીકળી છે. કહે છે કે અહીં પહેલાં ભવ્ય જિનમંદિર હતું અને અંદર ભેંયરું હતું, તેને સંબધ સેરીસાના મંદિર સુધી હતા. સસલમાની જમાનામાં આ બધું અતિવ્યસ્ત થઈ ગયું છે. એક પરિકર તથા મૂતિના કેટલાક ભાગે એક શિવાલયમાં ચેડેલા છે. કહે છે કે જે બ્રાહ્મણે આ કાર્ય કર્યું તેનું ફલ તેને તરત જ મળ્યું. તે આંધળો થશે અને નિર્વશ ગા. નવીન બંધાયેલા જિનમંદિરમાં વિ. સં. ૨૦૦૨ના વૈશાખ શુદિ ૧૩ને દિવસે સુરિસમ્રાટ્ આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયે દયસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે. અહીંથી સેરીસા ત્રણ ગાઉ દૂર છે અને કડી પણ લગભગ છ ગાઉ દૂર છે. ભેચણી આ તીર્થ હમણાં નવું જ રથપાયું છે. ભેણ ગામના રહેવાશી કેવલ પટેલ પિતાના ખેતરમાં કૂ દાવતા હતા ત્યાં અચાનક વાજા વાગવાને અવાજ સંભળાય. બધા તરફ જેવા લાગ્યા ત્યા એક મોટા અવાજ સાથે કૂવાના ખાડામાં મેટ ચીર પડ્યો. પછી ધીમેથી માટી ખોદતાં અંદરથી કાઉસગીયા સહિત પ્રતિમાજી દેખાયાં. ધીમેથી પ્રતિમાજીને બહાર કાઢયાં. યતિ બાલચક્ર ૧. ત્રણ પ્રતિમાજી ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીની છે. જે જા ફૂટ પહોળી કા ર ઉંચી છે ફણસહિત પાંચ ફૂટ છે. બે કાઉસગ્ગીયાજી છે જે ૨ ફૂટ પહેળા, ૬-૭ ફૂટ ઊંચા છે. એક શ્રી ભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે જે સમ્રાટ સંપ્રતિના સમયની છે અંબિકાદેવીની એક ભવ્ય મૂર્તિ છે. હજી વિશેષ કામ થવાથી જિનવરેંદ્રની વધારે પ્રતિમાઓ નીકળવા સંભાવના છે. પ્રતિમાજી ઉપર મોતીને શ્યામ લેપ કરવામાં આવ્યું છે જેથી તેની કાતિ અને તેજ દૂભૂત દેખાય છે. ૨. કડીમાં શ્રાવનાં ઘર ઘણાં છે. ચાર મદિરા, ત્રણ ઉપાશ્રય, ધર્મશાળા, બોર્ડીંગ વગેરે છે. અહી ધાતુની સ. ૯૦૩ની પ્રાચીન મૂર્તિ છે, કડીથી ભોયણીજી તીર્થ પાંચ ગાઉ દૂર છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy