SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સેરીસા - - - - - - - - - - - ઈતિહાસ ] ૯ ૧૮૭ : પ્રતિમામાંથી લોહી નીકળ્યું. સૂરિજીએ તેને પૂછ્યું: “તે આમ કેમ કર્યું? આ પ્રતિમાજીમાં મસે રહેવાથી આ પ્રતિમાજી મહાપ્રભાવિક થશે.” પછી આંગળીથી દાબી લેહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી તૈયાર થયા. પછી બીજા પથ્થર મંગાવી બીજા વીશ જિનબિબ તૈયાર કરાવ્યાં. પછી દિવ્યશક્તિથી રાત્રિમાં આકાશમાગે ત્રણ જિનબિંબે મંગાવ્યાં. એથું જિનબિંબ આવતાં પ્રભાત થયું જેથી એ જિનબિંબ ધારાસણ ગામના ખેતરમાં સ્થાપિત કર્યું. ચૌલુકયચક્રવર્તી રાજા કુમારપાલે થે જિનબિંબ કરાવીને ત્યાં સ્થાપિત કર્યું. આવી રીતે સેરીસામાં મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અદ્યાવધિ શ્રી સંઘ દ્વારા પૂજાય છે. લેછે પણ અહીં ઉપદ્રવ કરવા સમર્થ નથી. તે પ્રતિમાજી જલ્દીથી બનાવેલ હેવાથી—એક રાત્રિમાં જ તૈયાર કરેલ હોવાથી પ્રતિમાજીના અવય બરાબર નથી દેખાતા. આ પ્રમાણે સ્થિતિ શ્રીજિનપ્રભસૂરિજીના સમયે હતી એમ શ્રી જિનપ્રભસૂરિજી પિતાના વિવિધતીર્થ કહ૫માં જણાવે છે. (વિવિધતીર્થ૯૫. પૃ. ૨૪-૨૫). જયારે કવિવર શ્રી લાવણ્યસમય આ તીર્થની ઉત્પત્તિ નીચે પ્રમાણે આપે છે. “ગુજરાત દેશમાં પૂર્વે સેરીસરા નામે શહેર હતું. તે બાર ગાઉ મોટું અને વખાણવા લાયક હતું, કિન્તુ ત્યાં એક પણ જિનમંદિર ન હતું. ત્યાં વિદ્યાસાગર નામે એક મહાન જૈનાચાર્ય પાંચસે શિષ્ય સાથે પધાર્યા. તેમાંનાં બે શિષ્યોએ ગુરુ આજ્ઞા વિના મંત્રસાધના કરી બાવન વીર આરાધ્યા અને તેમને હુકમ કર્યો કે–અહીં એક પણ જિનમંદિર નથી માટે એક ભવ્ય જિનમંદિર મૂતિઓ સહિત અહીં લાવે. વીરાએ તે પ્રમાણે કર્યું. જ્યારે ગુરુએ આ જોયું ત્યારે આશ્ચર્યચકિત થઈ ચક્રેશ્વરીદેવીને લાવીને જણાવ્યું કે ભવિષ્યમાં અહીં ઉપદ્રવ થવાને છે, માટે આ કાર્ય ઠીક નથી થયું. ચક્રેશ્વરી દેવીએ મૂલ બિંબ અદશ્ય જ રાખ્યાં. બાદ ઘણા સમય પછી દેવચંદ્ર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમણે માત્રબળથી ધરણેન્દ્ર દ્વારા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા મગાવ્યાં, તે પ્રતિમાજીનું નામ લઢણુપાર્શ્વનાથ કમ પડયું તેને ખુલાસો કવિવર લાવણ્યસમયજી આ પ્રમાણે આપે છે – ૧. દેવચંદ્રાચાર્યજી શ્રી ધનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. ૧૨૬૪ માં તેમણે ચકમeચરિત્ર બનાવ્યું છે. તેઓ ૧૩૨૭ માં સ્વર્ગવાસી થયા. સેરીસા તી માટે ઉપદેશતરંગિણીકાર આ પ્રમાણે લખે છે, " तथा श्रीसेरीकतीर्थ देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरणत्रिभूमिमयगुरुचतुर्विंशतिकायोत्सर्ग श्रीपार्थादिप्रतिमासुन्दरः श्रोसाद एकरात्रिमध्ये कृतः तत्तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते ।। (उपदेशतरंगिणी. पृ. ५)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy