SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ]. ૧૮૩ અમદાવાદ સ્ટેશનથી પાંચ ગાઉ દૂર મેત્રાણું છે. સ્ટેશન ઉપર વાહનની સગવડ મલે છે (૨) બી. બી. એન્ડ સી. આઈના મહેસાણા સ્ટેશનથી પાટણ જવાય છે અને પાટણથી એક નાની લાઈન કાકાસી મેત્રાણ રેડ સુધી જાય છે સ્ટેશનથી ગામ એક ગાઉ હર છે. સ્ટેશન ઉપર યાત્રુઓને લેવા માટે મેત્રાણા તીર્થ પેઢીને પટાવાળા તીરકામઠાં લઈ સામે આવે છે અને યાત્રુઓને વાહન વગેરેની સગવડ કરી આપે છે તેમજ કાકાસી ગામને પાદરે મેત્રાણે જવા માટેનું રસ્તા ઉપર બોર્ડ પણ લગાવેલું છે. મૂલનાયક શ્રી રાષભદેવજી ભગવાન છે પ્રતિમાજી સુંદર, મનહર અને પ્રભાવિક છે. સો વર્ષ પહેલાં એક લુહારની કોઢમાંથી એટલે કે સં. ૧૮૯૯ શ્રા વ. ૧૧ શ્રી રાષભદેવજી, શ્રી શાંતિનાથજી, શ્રી પદ્મપ્રભુજી અને શ્રી કુંથુનાથજી એમ ચાર જિનેશ્વર પ્રભુની પ્રતિમાઓ નીકળી હતી. મૂળનાયક શ્રી કષભદેવજીની પ્રતિમા નાગર ગચ્છના શ્રાવકોએ કરાવી છે. શ્રી કુંથુનાથજીની પ્રતિમા તપાગચ્છના આચાર્યની ૧૬૬૪ માં પ્રતિષ્ઠિત છે. મૂલ મંદિરમાં બાર પાષાણુની, ધાતુની પર તથા ચાંદાની ૪ મળી કુલ ૩૧ પ્રતિમાઓ છે. ગભારાના પ્રવેશદ્વારમાં પેસતાં જમણી બાજુ બારસાખ પાછળ એક બે યરૂં છે, જેમાં અઢાર પગથિયા ઉતરીને જવાય છે. ભેંયરામાં પ્રાચીન છ ખડિન જિનમૂર્તિઓ છે આ સિવાય સં. ૧૩૪૨ ને આસન ચોવીશવટો છે જેમાં ચોવીશ જિનેશ્વરની પ્રતિમાઓ છે દેહરાસરજીના પાછળના ભાગમાં ત્રણ દેરીઓ આવેલી છે જેમાં શ્રી કશુનાથજી, શ્રી શાંતિનાથજી તથા પાશ્વનાથજી ત્રણે દેસી ક્રમશ. ભૂલનાયકની છે. આમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી સુંદર અને પ્રાચીન છે. અહીં સુંદર બે ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે છે. ધર્મશાળામાં પિસ્તાં જમણી તરફ મેત્રાણા તીર્થની પેઢી આવેલી છે. યાત્રાળુઓને વાસણ, ગદડા વગેરેની બધી સગવડ સારી છે. એક નાની પાંજરાપોળ ચાલે છે. એક નાની લાયબ્રેરી પણ છે જેમાં હસ્તલિખિત પુસ્તક પણ છે એમાં એક ૧૮૯ ની લખાયેલી પ્રતમાં આ તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ આપે છે. બીજા તીર્થોને પણ પરિચય એમાં છે, શાંતિનું ધામ છે. એક વાર આ તીર્થ ખૂબ પ્રસિદ્ધ હતું. અત્યારે તીર્થને વહીવટ પાલણપુર મેતા પાટણ તથા સિદ્ધપુરના સઘની કમિટી કરે છે. અમદાવાદ " યદ્યપિ અમદાવાદ કેઈ તીથરથાન નથી છતાં ચે અનેક જિનમંદિર, જ્ઞાનભંડાર, ઉપાશ્રયે, જૈન પાઠશાળાઓ, જેનસ્કુલ, દવાખાના અને જેનેની વધારે વસ્તીને લીધે આજે જે પુરી કહેવાય છે. વિ. સં. ૧૪૧૩ માં સાબરમતીને કિનારે બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવ્યું. સુપ્રસિદ્ધ નગરશેઠ શાંતિદાસ અહીં જ ઉન્નતિ પામેલા અને આ જ પણ તેમના કુટુંબીઓ તીવ, ધર્મવા"
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy