SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૧૬૭ : શ્રી શંખેશ્વરપાર્શ્વનાથજી થયાં છે. વિ. સં. ૧૮૦૨ માં મદિરને પાયે નંખા છે. અહીંના જેને મંદિર જોઈ અહીંની અજેન પ્રજાને પણ આ મંદિર લેવાનું મન થયું. જન સંઘે પિતાની મહાનુભાવતા અને ઉદારતા દર્શાવી અને બીજું મંદિર બનાવી આપ્યું. અહીને મેટે કૂ અને તળાવ પણ જનેએ જ બનાવેલાં છે. અહીં પહેલા ૬૦ ઘર હતાં, અત્યારે બે ઘર છે. ઉપાશ્રય, ધર્મશાળા છે. આ મંદિર બહુ ઊંચું હોવાથી દૂર દૂરથી દેખાય છે. હારીજ હારીજથી શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર છે. હારીજ જૂનું અને નવું બે છે. જૂના હારીજમાં વિશાલ જિન મંદિર હતું. અત્યારે તેના પાયા અને થોડા શિખર અને થાંભલાના પત્થરે દેખાય છે. ગામ બહાર એક કેવલાસ્થલીના ટીંબામાં ત્રણ પ્રાચીન લેખે છે. હારીજ હારીજગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. તેરમી સદીને હારીજ ગચછને લેખ ચાણસ્માના મંદિરમાં નીચે છે. ત્રણ સો વર્ષ આ ગ૭ના આચાર્યોએ શાસન દીપાવ્યું છે. અહી અત્યારે બે ત્રણ જેનેનાં ઘર છે. નવું હારીજ સ્ટેશન સામે જ છે. એક જિન મંદિર, બે ધર્મશાળા, ૧ ઉપાશ્રય છે. જનોનાં ઘર ૪૦ છે. ગાયકવાડ સ્ટેટનું ગામ છે. અહી થી શંખેશ્વરજી બે ટાઈમ મોટર જાય છે. તેમજ ગાડી, ઉંટ વગેરે વાહન પણ મળે છે. અહી થી રાધનપુરની મોટર પણ ઉપડે છે. શએશ્વરજી જવા માટે અત્યારે રાધનપુર, સમી, મુંજપુર અને શખેશ્વરજી તથા રાધનપુરથી પણ ગોચનાથ, લોલાડા, ચ દુર થઈ શંખેશ્વરજી, વીરમગામ, માંડલ, દસાડા, પચાસર થઈને શંખેશ્વરજી, તેમજ આદરીયાણાના રસ્તે શબેશ્વરજી જવાય છે. વર્તમાન શખેશ્વરજી. આ ગામનું મૂળ નામ શખપુર મલે છે. શ્રી મેરૂતુંગાચાર્યજીએ પિતાની પ્રબન્યચિંતામણિમાં ધનદ શેઠના પૂજા વિષયક પ્રબન્ધમાં પણ શંખપુર નામ આપ્યું છે. શ્રી જિનપ્રભસૂરિએ પણ શંખપુર કલપ લખ્યો છે. યદ્યપિ કલ્પની વિગતમાં તેમણે લખ્યું છે કે “જે ઠેકાણે ભગવાન અરિઠનેમિએ પંચજન્ય શંખ પૂ ત્યાં “સખેસર નગર સ્થાપ્યું.” શખપુરનું નામ; શ ખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પરિણામે જ્યાં એમનું ભવ્ય યાત્રાસ્થાનક છે એ નગરનું નામ પણ શંખેશ્વર પ્રસિધ્ધ થયું હોય એમ લાગે છે. , વીર પ્રભુની પાટે ૩૬ મા નબરના પટ્ટધર શ્રી સર્વદેવસૂરીશ્વરજીએ ૧૦૨૦માં શખેશ્વરજીમાં ચાતમાંસ કર્યું છે. આ ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ પણ શિરૂ થયા છે, જેના પાછળથી નાણુકગછ અને વલ્લુભીગચ્છ વિભાગે થયા છે. યશાધન ભણશાળીના વંશજોની શંખેશ્વરીયા અડક થઈ ગઈ છે. અર્થાત્ શંખેશ્વર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy