SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અજારાની પંચતીથી : ૧૩ર : જૈિન તીર્થોને તથા ઉના પણ તીર્થરૂપ જ છે. જુનાગઢથી વેરાવલ, પ્રભાસપાટણ થઈ ૩૫ માઈલ દૂર ઉના છે. સીધી સડક છે. મોટર,ગાડા, ગાંડી વગેરે વાહન મળે છે. વેરાવળથી ઉના જવા માટે રેલવે લાઈન પણ છે. મહવા અને કુંડલા રસ્તેથી પણ આ પંચતીથી જવા માટે વાહનેની સગવડ મળી શકે છે. જુનાગઢ, વંથલી, વેરાવલ, પ્રભાસપાટણ, કેડીનાર, પ્રાચી, ઉના થઈ અજારા પાર્શ્વનાથજી જવાય છે. વંથલીમાં શ્રી શીતલનાથજી ભગવાનનું સુંદર મંદિર છે. વેરાવલમાં એ જિનમંદિર છે. પાઠશાલા, જ્ઞાનમંદિર, ઉપાશ્રય વગેરેની સગવડ સારી છે. પ્રભાસપાટણમાં શ્રી આદિનાથ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શાંતિનધિ, મદ્ધિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના મળી કુલ નવ ભવ્ય જિનમંદિર છે. મંદિરમાં મૂર્તિઓ ઘણું જ પ્રાચીન, ભવ્ય, રમ્ય અને વિશાલ છે. સર્વ જિનાલયમાં સુંદર ભોંયરાં છે. તેમાં સુંદર ખંડિત તેમજ અખડિત મૂર્તિઓ છે. મુખ્ય મંદિર સેમનાથી ચંદ્રપ્રભુનું છે. મંદિરની એક પળ જ છે. ઉપાશ્રય, પાઠશાલા, લાયબ્રેરી વિગેરે છે. અહીં યાત્રિકોને ભતું અપાય છે. મુસલમાની જમાનામાં એક વિશાલ મદિરને તોડીને મરજીદ બનાવવામાં આવેલ, તે પણ જોવા લાયક છે. જૈનમંદિરનાં ચિહુને તેમાં વિદ્યમાન છે. ખાસ દર્શનીય સ્થાન છે. ચંદ્રપ્રભુજી અત્રે પધાર્યા હતા અને મધુરી ધર્મદેશના આપી હતી. સમુદ્રને કાંઠે જ આ શહેર વસેલું છે. મહમદ ગજનીએ પ્રથમ વિ. સં. ૧૨૪માં પ્રભાસપાટણ તાડયું હતું. # પ્રભાસપાટણમાં શ્રી કષભદેવ પ્રભુના પૌત્ર સમયશા-ચંદથશાએ શશીપ્રભાચંદ્રપ્રભા નામની નગરી વસાવી ભાવી તીર્થકર શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ ભરાવી સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યારપછી શ્રી ચંદ્રપ્રભુજીના સમયમાં બીજા ચંદ્રયશાએ પરમ ભક્તિથી ચંદ્રોદ્યાનની સમીપમાં શ્રી ચંપ્રભુજીનું મંદિર બંધાવી ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ભરત ચક્રવર્તી અને સતીવિરામણિ સીતાદેવીએ પણ અહીં ચંદપ્રભુનાં મંદિર બંધાવ્યાં હતાં. શાંતિનાથ પ્રભુના પુત્ર ચકાયુધ રાજાએ અહીંના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. અહીંયાં ડેકરીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી ધ્યામવર્ણી છે. હાથમાં કેરી ચેટલી છે. કોક્તિ એવી છે કે પ્રથમ રાજ હરતમાંથી એક એક કેરી નીકળતી હતી પરન્તુ આશાતના થવાથી બંધ થઈ ગયેલ છે. વિવિધતીર્થકલ્પ'માં ઉલ્લેખ છે કે વલ્લભીપુરીના ભંગસમયે (વિ. સં. ૮૪૫) ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી અને ક્ષેત્રપાલ સહિત શ્રી અબિકાદેવી, અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશમાર્ગે દેવપદ(પ્રભાસપાટણ) આવ્યા હતા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy