SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હીરવિજયસૂરીશ્વરજીના પટ્ટાલકાર શ્રી વિજયસેનસૂરીશ્વરજીએ અહીં મેટી અંજનેશલાકા પણ કરાવી છે, એમ શિલાલેખે જોતાં જણાય છે. તીર્થ મહાન ચમકારી અને પ્રભાવિક છે. કોઈ તીર્થને ઉદ્ધાર થઈ ગયા પછી પાસેના ગામના જમણું પુર, વાઘપુર વગેરેના જીર્ણોદ્ધાર પણ થયા છે. તીર્થને મહિમા જ અદભૂત છે. આવી જ રીતે સેરીસામાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ બંધાવેલ મદિરમાં પૂ. પા શાસનસમ્રા આ. મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના હાથે શેઠ આ. ક. ની પેઢીના પ્રયત્નથી પ્રતિષ્ઠા પણ થઈ છે. આવું જ પાનસરમાં પણ ચાર દેરીઓ નૂતન અને ભવ્ય બની છે. ભેજનશાળા પણ શરૂ થઈ છે. શંખેશ્વરજીમાં સુદર ન લેપ થયો છે. ચાણસમા પાસેના સે ધા ગામમાથી એક વિશાલકાય સુંદર જિનપ્રતિમા પ્રાપ્ત થઈ છે જે ચાણસ્મામાં બિરાજમાન કર્યા છે. રાજપુતાના વિભાગમાં આબગિરિરાજ, દેલવાડા, અચલગઢ, કુંભારીયાજી તેમજ મરવાડની નાની અને મેટી પંચતીથી, ફલેધી, સુવર્ણગિરિ, કાપરડા, કેરટાજી, શ્રી મેવાડમાં કેશરીયાજી, કરહેડા જી, નાગફણી પાર્શ્વનાથ, માળવામાં મક્ષીજી, અવતિમાં આવતી પાર્શ્વનાથ શ્રી સિદ્ધચક્ર મદિર નાન અને ભવ્ય બન્યુ છે. માડવગઢ વગેરે તેમજ જેસલમેર, બિકાનેર, અલવર, જયપુર, અજમેર, ઉદયપુર ઈદેર, ધાર વગેરેને ટુક પરિચય આપે છે ચિતોડના મંદિરોને જીર્ણોધ્ધાર, પ્રતિષ્ઠા થઈ છે. રાણકપુરને ભવ્ય આધાર થયે છે તે અબૂનાં દેલવાડાનાં મહિને જીવાર શરૂ થાય છે. જાલોરમાં નૂતન નંદીશ્વરદ્વીપનું ભવ્ય મંદિર બન્યું છે. દક્ષિણમાં મહારાષ્ટ્રમાં કુપાકજી, અંતરીક્ષજી પાર્શ્વનાથ, ભાંડુક પાર્જન થ, મુક્તાગિરિ, થાણા, નાશીક વગેરેને પરિચય આપે છે. અંતરીક્ષ પાર્શ્વનાથજીમાં શ્રી ભૂલનાયકજીને ૨૦૦૫ માં સુદર વાલેપ થયો છે. થાણામાં સિદ્ધચક્રમદિર પટ તથા શ્રી મુનિસુવતરવામનું નૂતન જિનમદિર સુંદર બન્યું છે તેમજ ઉતર પ્રાંતમાં જાણમાં તક્ષશિલા, ભેરા, કાંગડા આદિને પરિચય સાથે તે પ્રાતમાં પૂર્વાચાર્યોને વિહારને ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ લખી છે. પરંતુ આ પુસ્તક લખાયા પછી હિંદના ભાગલા પડતાં પૂ. પા. આચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરિજી મહારાજના સદુપદેશથી જે અનેક શુભ કાર્યો થયાં હતાં તેમાં વળી પંજાબ દેશેધારક પૂ પા. મૂલચંદ્રજી ગણિ મહારાજની જન્મભૂમિ શિયાલકોટમાં ત્રણ માળનું સુખજીનું ભવ્ય મંદિર બન્યુ હતું તેમાં પૂપા. શ્રી પંજાબદેશાધારક બુરાયજી મહારાજ પૂ. પ શ્રી મૂલચંદજી ગયું અને પૂ. પા શ્રી ન્યાયનિધિ વિજયાદ સૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિ પણ સ્થાપિત થઈ હતી તે શિયાલકેટ, ગુજરાવાલા, ડેરા-ગાજીખાન, લાહેર વગેરે પાકિસ્તાનમાં જતાં ત્યાંની સ્થિતિને કાંઈ ખ્યાલ જ નથી આવતું. એ મહાન સમાધિમંદિર-જ્ઞાનમદિર વગેરેનું શું થયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાંની પરિસ્થિતિમાં મેટે ફેરફાર થયેલ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy