SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૯ષ • શ્રી શત્રુંજય બારીમાંથી બહાર નીકળી આગળ નીચે ઉતરવાનું છે. વચમાં એક દેરી આવે છે જેમાં ચાવીશ પ્રભુના ચરણકમલ છે–પાદુકાઓ છે. પાસે જ વિસામો છે. અહીં =ાષભદેવ પ્રભુ પ્રથમ પધાર્યા હતા. ત્યાંથી નીચે ઉતરી આગળ જતાં ગિરિાજના છેડા ઉપર સુંદર જાળીવાળી દેરી છે, જેમાં શ્રીચોવીશ પ્રભુની પાદુકાઓ છે. અહીં દર્શન કરી ઉપર જઈ દાદાનાં દર્શન પૂજન વગેરે કરે તેને બે યાત્રા થાય છે. ૬ દેઢ ગાઉની પ્રદક્ષિણું રામપળની બારીથી બહારના ભાગમાં કિલાની કેરના બાજુના રસ્તેથી ફરતાં, કિલ્લાના દરેક મંદિરની પ્રદક્ષિણા તથા નવે ટ્રેકને ફરી બહારની બારીથી હનુમાન ધાર આવી દાદાની ટુંકમાં જઈ દાદાના દર્શન કરે છે તેને દઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે. સિધ્ધગિરિની યાત્રાએ આવનાર દરેક યાત્રાળુ શત્રુંજી નદી, દેઢ ગાઉની પ્રદક્ષિણા, ઘેટીની યાત્રા, રોહીશાળાના પાગની યાત્રા, છ ગાઉ અને બાર ગાઉ વિગેરેની યાત્રાને લાભ અવશ્ય લે છે. અને આટલી યાત્રા કરે ત્યારે જ યાત્રા પૂર્ણ થઈ એમ મનાય છે. - આ સિવાય શત્રજય ગિરિરાજની પંચતીર્થની પણું યાત્રા અવશ્ય કરવા ગ્ય છે. તેનાં મુખ્ય ગામે નીચે મુજબ છે-નીચે આપેલા દરેક ગામમાં શ્રાવકના ઘર, સુદર મન્દિર અને ધર્મશાલાઓ છે. તેમાં તળાજા, મહુવા અને ઘોઘા તીર્થસ્થાન છે. પાલીતાણેથી જેશર, છાપરીઆળી, મહુવા, દાઠા, તળાજા, ત્રાપજ, તણસા, ઘોઘા, ભાવનગર, વરતેજ અને શિહેર થઈ પાછા પાલીતાણા અવાય છે. બધે સ્થાને જવાને વાહને પાલીતાણેથી જ મળે છે. (મહુવા અને તળાજા, ઘેઘા વગેરેનું વર્ણન આગળ આવે છે ) શ્રી શત્રુંજય તીર્થ સંબંધી કેટલીક પવિત્ર વરતુઓની ઓળખાણ અને તેને અદ્દભુત મહિમા. રાજાની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલા પ્રભુનાં ચરણ. આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવજી ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. ભગવાન અહીં નવાણુ પૂર્વ વાર સમવસયાં છે. રાશી લાખ વર્ષનું એક પૂર્વગઃ તેને ચોરાશી લાખે ગુણતાં આવે તે પૂર્વ એવા પૂર્વ નવાણુ વાર શ્રી કષભદેવજી ભગવાન અહીં પધાર્યા હતા. આથી આ રાયણુ તીર્થની તુલથ વધે છે. તેના પત્ર, ફળ નથા શાખા ઉપર દેવતાઓને વાસ લેવાથી પ્રમાદથી તે તેડવા કે દવા નહીં. ત્યારે કોઈ રઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દૂધ વર્તાવે છે તે તે ઉભય લેકમાં સુખી થાય છે. જે તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે તે તે રવપ્નમાં આવી નવી શુભાશુભ કહી દે છે. વળી તેની આદર સહિત પૂજા કરવાથી ભૂત, તાલ, શાકિની,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy