SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] શ્રી શત્રુંજય ૧. ચંદ્રપ્રભુનું– . ૧૮૮૫ બાબુ હરખચંદજી શુભેચ્છાએ બંધાવ્યું છે. ૧. અજિતનાથજીનું—લખરવાળા શેઠ કાલિદાસ ચુનીલાલે સં. ૧૮૮૮માં બંધાવ્યું છે. ૧. કુંથુનાથજીનું દહેરૂં–સં. ૧૮૮૭માં શેઠ હિમ્મતલાલ લુણીયાએ બંધાવ્યું. ૧. શ્રી શાન્તિનાથજીનું મંદિર–આ મંદિર બહુ જ પ્રાચીન કહેવાય છે. કહે છે કે આ મંદિર જૈન રાજા સમ્રાટ સંપ્રતિએ બધાવ્યું છે. ત્યારપછી અનેક જણેદ્વારે થયા છે. હમણાં તે વિલાયતી રગોથી ચિત્રકામ કરાવી તેની પ્રાચીનતા છુપાવી દીધી છે. અહીં ગિરિરાજનાં મંદિરનું વર્ણન ઉપર પૂરું થાય છે. તીર્થરાજને ફરતે અંદરને મે કિલે અહીં આવે છે ને ચામુખજીની ઢકમાં જવાને પ્રથમ દરવાજે પણ અહીં જ શરૂ થાય છે. મોટી ટ્રકની જેમ અહી પણ ચોકીપહેરો બેસે છે. યાત્રાળુ પાસેથી શસ્ત્ર-છત્રી, લાકડા-મેજ વિગેરે લઈ વધે છે ને તેને મેટી હુકે મેલી દે છે. આ દરવાજાના કટની રગે થઈને એક સીધે રસ્તે અદભૂતજીના દહેરા પાસે નીકળે છે. આ રસ્તે જતાં પ્રથમ જ જળથી ભરેલો એક કુંડ આવે છે, જેને “વલલભ કંડ' કહે છે. આ કંડ નરશી કેશવજી તરફથી મુનિમજી વલભજી વસ્તાએ બંધાવેલ છે. ત્યાંથી પછી આગળ જતાં દરવાજામાં થઈ શસ્ત્રાદિ મૂકીને મદિરાજીમાં જવાય છે. અહીં કિલ્લાના છેડા ઉપર અંગારશા પીરની કબર છે. જૈન મંદિરમાં કયાંક કયાંક આવી આશ્ચર્યકારી વસ્તુઓ દેખાય છે. પણ કહે છે કે મુસલમાનોના હુમલાથી બચવા આ સ્થાન બનાવેલું છે. આ સંબંધીની દંતકથા ગુલાબચંદ કેરડીયાએ પ્રકાશિત મૂક્યાની વાત મળી છે. આવી રીતે નવે નું સંક્ષિપ્ત વર્ણન મને મળ્યું તે પ્રમાણે આપ્યું છે. અહીંના ઘણું મંદિર અને ટુંકેની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ચલાવે છે. આ નવે ટુંકે પિતપોતાના કિલ્લા અને દરવાજાથી સુરક્ષિત છે. દરેકના કિલ્લામાં એક એક નાની બારી છે જેથી એક બીજી ટુકમાં જઈ આવી શકાય છે અને નવે કિલ્લાને ફરતે એક બીજે મેટે કિલે છે જેથી બધાની રક્ષા થાય છે. ગિરિરાજ ફરતી પ્રદક્ષિણાઓનું વર્ણન ૧, શ્રી શંત્રુજય ગિરિરાજની છગાઉ, બારગાઉ, દેહગાઉ વગેરેની પ્રદિક્ષણાઓ છે તેમાં સૌથી પ્રથમ છ ગાઉની પ્રદક્ષિણામાં જતાં રામપળની બારીથી નીકળતા જમણી તરફ જતા રસ્તે છ ગાઉની પ્રદક્ષિણ તરફ જાય છે. ત્યાં પ્રથમ એક દેહરી આવે છે જેમાં શ્રી દેવકીજીના છ પુત્રની કાઉસગીયા મૂનિઓ છે, તેઓ અહીં ગિરિરાજ ઉપર મેલે પધાર્યા છે. ત્યાંથી આગળ જતાં નીચેના સ્થળે આવે છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy