SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય * ૯૦ [ જૈન તીર્થોને ૯. શ્રી સીમંધરસ્વામીનું મંદિર–૧૭૮૪ અમદાવાદવાળા કરમચંદ હીરાચંદે બધાવ્યું. ૧૦. શ્રી પ્રભુનુ મંદિર–અજમેરવાળા ધનરૂપમલજીએ બંધાવ્યું. ૧૧. અજિતનાથનું મંદિર–ભણસાલીકમલસીસેના અમદાવાદવાળાએ બંધાવ્યું છે. આ ટુંકની બહારના વિભાગને ખરતરવસી કહે છે. ખરતરવસહી શ્વેમુખજીની ટંકને આ બહારને ભાગ છે. જે હનુમાનજી દ્વારથી નવ ટુંકમાં જઈએ તે પ્રથમ અહીં અવાય છે. તેમાં નીચે પ્રમાણે દેહરાં છે. ૧, સુમતિનાથજીનું દહેરૂં–સં. ૧૮૯૪માં મુર્શીદાબાદવાળા બાબુ હરખચંદજી ગુલેચ્છાએ બંધાવ્યું છે. ૨. સંભવનાથજીનું દેહરૂં–સં.૧૮૯૯માં બાબુ પ્રતાપસિંહજી દુગડે બંધાવેલું છે. ૩. ષભદેવજીનું દહેરૂં–સં. બાબુ ઈન્દ્રચંદજી નીહાલચંદજીએ ૧૮૯૧માં બંધાવ્યું છે. ૪. ચંદ્રપ્રભુજીનું દહે–સં. ૧૮ટ્સમાં હાલાકંડીવાળાએ બંધાવ્યું. અહીંથી આગળ જુદાં જુદાં મંદિરે આવે છે. ૧. મરૂદેવીનું મંદિર–પ્રાચીન મંદિર છે. નરશી કેશવજીની ટુક. ૧-અભિનંદન પ્રભુનું દહેરૂં–શેઠ નરશી કેશવજીએ સં. ૧૯૨૧માં અંજનશલાકા પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે. કહે છે કે અહીંની પ્રતિષ્ઠા સમયનું મુહર્ત બરાબર ન હતું. આના પરિણામે હજારે માણસ મૃત્યુના મુખમાં હેમાયાં. આ પ્રસંગને જનતા “કેસવજી નાયકને કેરના નામથી ઓળખે છે. શેઠજી એ પ્રથમ તે એક મંદિર બંધાવ્યું હતું અને વિશાલ છૂટી જગા રાખી હતી, પરંતુ તેમના પત્ર જેઠુભાઈના કાર્યભાર સમયે સુનિમજી વલ્લભજી વસ્તાએ છુટી જગામાં ધીમે ધીમે મૂળ દેહરાને ફરતી ભમતીની દેરીઓ બધાવી, સામે જ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર બંધાવ્યું. ૧ ચમુખજિતુ દેહરૂં–સં. ૧૭૯૧માં કચ્છનવાસી વેલબાઈએ બંધાવ્યું. * શત્રુ જયપ્રકાશ પૃ. ૧૧વ્યાં ખરતરવસહીને પરિચય વિદ્વાન લેખકે નીચે પ્રમાણે આપ્યો છે – કમાણે શત્રુંજયનું આખું શિખર દેવમદિરોથી પથરાઈ જવા લાગ્યું તે જોઈને ખરતરગચ્છી ભાઈઓએ મુખજીની ટુંકમાં જે ભાગ પડતર હતો ત્યાં ખરતરવસહી બાધવાને નિશ્ચય કરીને મુર્શીદાબાદવાળા બાબુ હરખચંદ શુભેચ્છા તથા બાલુચરવાળા પ્રતાપસિ હજી દુગડ વગેરેએ જિનાલય બંધાવવામાં માંડ્યા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy