SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - - ઈતિહાસ ] ! ૮૫ : શ્રી શત્રુજય ૩. ચૌમુખજીનું મંદિર-સં. ૧૯૦૮માં મુંબઈવાળા શેઠ ફતેહગંદ ખુશાલદાસે બંધાવ્યું છે. ૪. વાસુપૂજ્યજીનું મંદિર–સં. ૧૯૧૬માં કપડવંજવાળા શેઠ મીઠાભાઈ ગુલાબચંદે બંધાવ્યું છે. ૫. શ્રી પ્રભુજીનું મંદિર-ઈલોરવાળા માનદચંદ વીરજીએ આ મંદિર બંધાવ્યું છે. ૬. શ્રી પ્રભુજીનું મંદિર આ મંદિર પુનાવાળાએ બંધાવ્યું છે. અદભુત-આદિનાથજીનું મંદિર આખા ગિરિરાજ ઉપર આ એક અદભુત વિશાલ મૂર્તિ છે. આ પ્રતિમાજી ૧૮ ફેટ ઉંચી છે અને એક ઘુંટણથી બીજા ઘૂટણ સુધીમાં ૧૪ ટ પહોળી છે. ઉપરની ટંકને મથાળે પાણે પગથિયાં ઊંચે આ મંદિર આવે છે. જેમાં ૧૬૮૬ માં ધરમદાસ શેઠ શ્રી ઋષભદેવ પ્રભુની પાંચસે ધનુષ્યની કાયાના નમુનાના પ્રમાણમાં ડુંગરમાંથી જ મૂતિ કેતરાવીને અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ કરાવેલ છે. આ મંદિર ફરતે કેટ હમણા જ કરાવી લીધું છે. આ દેહરાથી ગિરિરાજનાં બધા ઉત્તગ શિખરે જિનમંદિરની ધજાઓથી વિભૂષિત દેખાય છે. લગભગ આખા ગિરિરાજનું અપૂર્વ દશ્ય આપણને અહીંથી બહુ જ સરસ દેખાય છે. દેવનગરનું દર્શન અહીં પૂરેપૂરું થાય છે. આ વિશાલ જિનમૂર્તિને કેટલાક લોકો અદબદજી પણ કહેતા. આ મૂર્તિને મસ્તકે પૂજા કરવા નીસરણું રાખેલી છે. અને મૂલનાયકજીની પ્રતિષ્ઠાના દિવસે વશાખ વદિ ને દિવસે નવાંગ પ્રક્ષાલ, પૂજા આદિ બહુ જ સુંદર રીતે થાય છે. આષભદેવ પ્રભુની મૂર્તિ બહુ જ અદ્દભુત અને દર્શનીય છે. પ્રેમચંદ મેદીની ટુંક ઊ પ્રેમાવસી આ ટુંક બંધાવનાર શેઠ અમદાવાદના નિવાસી હતા. સં. ૧૮૩૭માં સંઘ લઈ પાલીતાણે આવ્યા હતા. ગિરિરાજનાં ઉપર મંદિર બંધાતા જયાં અને સાથે જ હાથી પોળમાં નવાં મંદિર બંધાવવાની બંધી પણ વાંચી. તેમની ઈચ્છા ગિરિરાજના ઊંચા શિખર પર ટુંક બંધાવવાની હોવાથી મરૂદેવા ટુંક ઉપર સુંદર ટુંક બંધાવી અને ૧૮૪૩માં સંઘ લઈ યુનઃ આવ્યા અને પ્રતિષ્ઠા કરી. આ ટુંકમાં મોટો સાત મંદિરે અને બીજી અનેક (૫૧) નાની નાની દેરીઓ છે. ૧. કષભદેવનું દહેજ-માદી પ્રેમચંદ લવજીએ ૧૮૪૩માં પ્રતિષ્ઠા કરી. ૨. શ્રી પુંડરીક સ્વામિનું દેહત્વ છે ૩. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર–સુરતવાળા શેઠ રતનચંદ ઝવેરચદે આ ૧. આ ટુંકમાં ફરગી શહેનશાહતનું માન મેળવનાર દખ્ખણવાળા શેઠ હીરાચંદ રાયકરણે ૧૮૬૦માં શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી હતી. (શત્રુંજય પ્રકાશ પૃ. ૧૦૬).
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy