________________
પિ૦૬
જૈન તીર્થ સર્વસંગ્રહ એ પ્રસંગે ચામાચાયે નિર્ગથ સાધુ-સાધ્વીઓના સુખર્ચે “પન્નાવણાસ્ત્રની રચના કરી. સ્થવિર શ્રીઉમાવાતિએ એ જ ઉદ્દેશથી નિર્યુકિત સહિત “તત્ત્વાર્થસૂત્રની રચના કરી અને સ્થવિર આર્ય બલિહે “વિદ્યાપ્રવાદ” પૂર્વમાંથી “અંગવિદ્યા” આદિ શાસ્ત્રોની રચના કરી હતી.
આ પ્રકારે જિનશાસનની ઉન્નતિ કરનાર ભિખુરાય અનેકવિધ ધર્મકાર્યો કરીને વીરનિ. સં. ૩૩૦ વીતતાં વગસ્થ થયે. ભિખુરાય પછી તેને પુત્ર વકરાય લિંગને અધિપતિ થશે. વક્રરાય પણ જૈનધર્મને અનુયાયી હતો. તે ધર્મરાધન કરી સમાધિપૂર્વક વાર નિ. સં. ૩૬૨ વર્ષ પછી. સ્વર્ગવાસી થયે.
વક્રરાય પછી તેને પુત્ર વિહરાય લિંગ દેશને અધિપતિ છે. વિહરાય પણ એકાગ્રચિત્તે જૈનધર્મનું આરાધન કરી નિગ્રંથ સમૂહથી પ્રશંસિત થયે અને વીર વિ. સં. ૩૯૫ પછી સ્વર્ગવાસી બન્યો.
હવે આપણે શિલાલેખની મહત્વની વિગત ઉપર ધ્યાન આપીએ.
શિલાલેખને આરંભ અરહંત અને સિદ્ધોને જેન પદ્ધતિ અનુસાર નમસ્કારપૂર્વક કરેલો છે. આ મૂળ શિલાલેખ છેવટે આપવામાં આવ્યું છે તેને પ્રસંગોચિત સારાંશ નીચે મુજબ છેઃ
૧. શાસનકાળના પ્રથમ વર્ષમાં ખારવેલે ઝંઝાવાતથી નાશ પામેલાં રાજધાનીના દ્વારે, પ્રાકારો, તળાવે અને રાજકીય પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું.
૨. શાસનના પાંચમા વર્ષે તેણે તનસુલિય માર્ગથી પ્રાચીન નહેર રાજધાની સુધી લંબાવી.
૩. શાસનના નવમા વર્ષે ૩૮ લાખ રોય મુદ્રાઓના ખચે “મહાવિજય” નામક પ્રાસાદ બનાવ્યું. એ જ વર્ષે તેણે “કિમિચ્છક દાન આપી “કલ્પદ્રુમ”ની પૂજા કરી. (જૈન શાસ્ત્રો અનુસાર આવી પૂજા ચકવર્તી સમ્રાટ જ કરી શકો.)
૪. શાસનને બારમા વર્ષે મગધને વિજય કરી નંદરાજા જે મૂતિ પાટલીપુત્ર લઈ ગયે હતો તે લિંગ જિનપ્રતિમા પાછી મેળવી. (આ ઉલ્લેખથી સાબિત થાય છે કે, ઈ. સ. પૂર્વે ચોથા સિકામાં જેમાં મૂર્તિપૂજા. પ્રચલિત હતી.)
૫. શાસનના તેરમા વર્ષે રાજ્યના વિસ્તારથી સંતોષ પામીને તેણે પિતાનું ધ્યાન ખાસ કરીને ધર્મ તરફ દે. શ્રાવકેને ઉચિત એવાં તે આદર્યા અને જીવ–અજીવના ભેદવિજ્ઞાનને અનુભવ કર્યો. શ્રમણોને રહેવા માટે ૧૧૭* ગુફાઓ કુમારી પર્વત ઉપર કરાવી.
૬. પંતેર લાખ રૂપિયાનો ખર્ચ કરી પિતાની રાણી માટે શ્રીકુમારી પર્વત પર દૂર દૂરથી પથ્થરે મંગાવી. આશ્રયસ્થાન નિર્માણ કર્યું.
૭. મહારાજાના બિરૂદોમાં ક્ષેમરાજ, વૃદ્ધિરાજ, ભિક્ષુરાજ, ધર્મરાજ, રાજર્ષિવંચકુલવિનિગત, મહારાજ આદિ. પને વ્યવહાર કરે છે.
આ શિલાલેખ અને ઉપર્યુક્ત પટ્ટાવલી ઉપરથી સ્પષ્ટ છે કે ઉદયગિરિ–ખંડગિરિની ગુફાઓ એ જેનેનું તીર્થસ્થાન. હતું. વળી, ખારવેલ જેવા જૈન રાજવીની પ્રજા પણ મેટે ભાગે જૈનધર્મ પાળનારી હોવી જોઈએ; એમ પણ જણાય છે. સંત સાહિત્યમાં કલિંગ વિશે ખૂબ ઉલ્લેખ મળે છે પરંતુ આજે અહીં કેઈ જૈનની વસ્તી નથી. વસ્તુતઃ જૈન શ્રાવકે. પિતાનો ધમાં ભલી જઈ સરાક બનીને રહ્યા છે અને મોટા ભાગની જેન પ્રજાએ સ્થળાંતર કર્યું હોય એમ જણાય છે.
ઉદયગિરિ અને ખંડગિરિ ઉપરની ૧૦-૧૧ મા સૈકાની કેટલીક ગુફાઓને બાદ કરતાં મોટા ભાગની ગુફાઓ. . ઈસ. ના પહેલા સૈકાથી અર્વાચીન નથી. કેટલીક તે ઈ.સ. પૂર્વે ચોથા-પાંચમા સૈાની હોવાનું પણ પ્રતીત થાય છે.
જેને પઢાવલીધી સમર્થન મળે છે. મોટા ભાગની ગુફાઓ સાદી છે પણ ઉદયગિરિની રાણીગુફાનું શિલ્પ ઉત્કૃષ્ટ છે.