SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અંડગિરિ-ઉદયગિરિ, પ૦૫ થયું હતું. શોભનરાય પરમ જેન હતા અને તીર્થસ્વરૂપ કુમાર પર્વત પર યાત્રા કરીને ઉત્કૃષ્ટ શ્રાવક બન્યું હતું. શેભરાયની પાંચમી પેઢીએ ચંડરાય નામક રાજા થયે. તે વીરનિર્વાણ સં. ૧૪૯ માં કલિંગની ગાદીએ આવ્યા. એ ચંડરાયના સમયમાં પાટલીપુત્રમાં આઠમ નંદરાજા રાજ્ય કરતે હતું જે અગાઉ જણાવ્યા મુજબ કુમારી પર્વત ઉપર શ્રેણિકે બંધાવેલા જિનમંદિરને નાશ કરી શ્રીષભદેવની સુવર્ણમયી પ્રતિમા લઈ ગયે, જે વિશે શિલાલેખ પણું સમર્થન કરે છે. એ પછી શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ વિર નિ. સં. રર૭ માં કલિંગમાં રાજા થયે. વીર વિ. સં. ૨૩૯ માં મગધપતિ અશોકે કલિંગ પર ચડાઈ કરી અને ત્યાંના ક્ષેમરાજ ઉપર પિતાની આણ વર્તાવી. વીર નિ. સં. ર૭૫ માં ક્ષેમરાજને પુત્ર વૃદ્ધરાજ કલિંગને રાજા ઘ. એ પરમ જેન હતું. તેણે કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શમણે માટે ૧૧ ગુફાઓ કરાવી. વીર નિ. સં. ૩૦૦ માં વૃદ્ધરાયને પુત્ર ભિખુરાય કલિંગને શાસક બન્યું. તેનું વાહન મહામેઘ નામક હાથી રહેવાથી તે મહામેઘવાહન નામે અને તેની રાજધાની સમુદ્ર કિનારે લેવાથી તે ખારવેલધિપતિ નામે પણ ખ્યાત થયે. ભિક્ષરાજ અતિશય પરાક્રમી અને પિતાની હાથી વગેરેની સેનાથી પૃથ્વીને વિજેતા હતો. તેણે મગધના રાજવી પુષ્યમિત્રને હરાવી પિતાને આજ્ઞાધીન બનાવ્યું હતું. પહેલાં જે નંદ રાજા શ્રીકષભદેવની પ્રતિમા પાટલીપુત્ર લઈ ગયે હતું તે તેણે પાછી મેળવી કલિંગમાં લઈ આવ્યું હતું અને કુમારગિરિ ઉપર શ્રેણિકે બંધાવેલા જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવી આર્ય સુહસ્તિસૂરિ અને તેમના શિષ્ય આર્ય સુપ્રતિબુદ્ધસૂરિના હાથે એ મૂર્તિની ફરી પ્રતિષ્ઠા કરાવી હતી. દુષ્કાળના સમયમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ પિતાના અનેક શિષ્ય સાથે યુદ્ધ આહાર ન મળતાં આ કુમારગિરિ તીર્થમાં અનશન કરી સ્વર્ગસ્થ થયા હતા. એ દુષ્કાળમાં જેનોનું આગમ સાહિત્ય નષ્ટપ્રાયઃ બની રહ્યું છે એમ સમજીને ભિકખુરાયે જેન સિદ્ધાંતને સંગ્રેડ કરવા અને સમ્રાટ સંપ્રતિની માફક જૈનધર્મને વિસ્તાર કરવા માટે શમણસંઘને તીર્થ સ્વરૂપ કુમારી પર્વત પર એકત્રિત કર્યો હતે. તેમાં આર્ય મહાગિરિની પરંપરાના બલિસ્સહ. ધિલિંગ. દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષત્રાચાર્યો આદિ બસો જિનકલ્પી શ્રમણે તેમજ આર્ય સુસ્થિત, આર્ય સુપ્રતિબદ્ધ. ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય આદિ ત્રણ સ્થવિરક૯પી શ્રમણે એકઠા થયા હતા. આર્યા પિઈણ આદિ ત્રણ સાધ્વીઓ પણ આ સંમેલનમાં આવી હતી. ભિખુરાય, સીવંદ, ચૂક, સેલક આદિ સાતસો શ્રમણોપાસક અને ભિકખરાયની પત્ની પૂર્ણમિત્ર વગેરે સાતસો શ્રાવિકાઓ પણ આ સભામાં ઉપસ્થિત હતી. ભિખુરાયે પિતાના પુત્ર, પૌત્રે અને રાણીઓના પરિવાર સાથે સભાને સંબોધીને જણાવ્યું કે હવે તમે બધા તીર્થકર પ્રરૂપેલા જૈનધર્મની ઉન્નતિ અને તેના વિસ્તાર માટે બધી શક્તિથી ઉદ્યમશીલ બને.” 'આથી ધર્મની ઉન્નતિ માટે શ્રમ અને શ્રમણીએ મગધ, મથુરા તેમજ બંગ દેશ તરફ નીકળી પડયાં. એ પછી ભિકપુરાયે કુમારગિરિ અને કુમારીગિરિ પર્વત ઉપર જિનપ્રતિમાઓથી શોભતી અનેક ગુફાઓ કરાવી. જિનકલ્પને અનુસરનારા સાધુઓ કુમારગિરિ પર્વતની ગુફાઓમાં રહેતા હતા અને સ્થવિરપી સાધુઓ કુમારીપર્વતની ગુફાઓમાં રહેતા હતા. - આ બધી વ્યવસ્થા કર્યા પછી ભિકબુરાયે બલિરૂહ, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય આદિ સ્થવિરેને જિનાગમમાં મુકુટ સમાન દૃષ્ટિવાદને સંગ્રહ કરવાને પ્રાર્થના કરી. , , ભિખરાયની પ્રેરણાથી પૂર્વોક્ત સ્થવિર આચાર્યોએ બાકીના દષ્ટિવાદને શ્રમણ સમુદાય પાસેથી થોડેથેડા મેળવીને ભો૫ત્ર. તાડપત્ર અને વહકલ પર લિપિબદ્ધ કરાવી, ભિકખુરાયને મરથ પૂર્ણ કર્યો અને આ રીતે તે આ સુધર્મસ્વામીએ રચેલી દ્વાદશાંગીને સંરક્ષક બન્યો. 3. રાજાને ઘટ ઘરિણાલિતા પવે વયાપતિ ભંવરાજનિતe બિનસ...તના દારગિ માધે વલg નયરી -શિલાલેખ ૫. ૧૨
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy