________________
૫૦૪
જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રીહિમવદ આચાર્યો “સ્થવિરાવલી” નામક એક નાની પ્રાકૃત ભાષામાં રચેલી પટ્ટાવલીની કેટલીક વિગતે આપણું ઐતિહાસિક જ્ઞાનમાં વધારે જ નહિ પણ સુધારે કરે એવી છે.
ચતુર્દશપૂર્વ આર્ય ભદ્રબાહુસ્વામીના સ્વર્ગવાસ સંબંધે આ પઢવલી નેંધે છે – . " थेरे णं अज्जभद्दवाहू वि चरमचउदसपुश्विणो सगडालपुत्तं अजथूलभदं णियपए ठावइत्ता वीराओ णं सयाहियसत्तरिवासेसु वइक्कतेसु पक्खणं भत्तेणं अपाणएणं कुमारगिरिम्मि कलिंगे पडिमं ठिओ सग्गं पत्तो ॥"
–અંતિમ ચતુર્દશપૂર્વ સ્થવિર આર્ય શ્રીભદ્રબાહ પણ શકટાલ મંત્રીના પુત્ર શ્રીસ્થૂલભદ્રને પિતાની પાટે સ્થાપન કરીને શ્રી મહાવીર પ્રભુ પછી ૧૭૦ વર્ષ વ્યતીત થતાં પંદર દિવસનું નિર્જલ અનશન કરીને કલિંગ દેશના કુમારગિરિ નામક પર્વત ઉપર પ્રતિમા (ધ્યાન) ધારી બની સ્વર્ગવાસી થયા. ' એ પછી આર્ય સ્થૂલભદ્ર, આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ વિશે વર્ણન છે. એ વર્ણનમાં જણાવ્યું છે કેઆર્ય સુહસ્તિઓ કુમાર પર્વત પર આર્ય મહાગિરિની સ્તુતિ કરી હતી.
વળી. હાથીગકાના લેખમાં “તવરપરણ' એવા ઉલ્લેખથી કેટલાક વિદ્વાને ખારવેલને “ચત્રવંશીય” માને છે ત્યારે કેટલાક તેમને “દીવંશના રાજવી બતાવે છે પરંતુ પ્રસ્તુત પટ્ટાવલીકાર એ વિશે સ્પષ્ટ ખુલાસો આપે છે કે ખારવેલ ત્રવંશ્ય” કે “ચેદીવંરય” નહિ પરંતુ “ચેટશ્ય હતું, કેમકે એ વૈશાલીને પ્રસિદ્ધ રાજા ચેટકના પુત્ર કલિંગરાજ શેનરાયની વંશપરંપરામાં ઊતરી આવ્યું હતું. ' . વળી, ખારવેલના શિલાલેખની સાથેસાથ ખંડગિરિ અને ઉદયગિરિમાં ઊભેલાં જે સ્થાપત્ય અને શિલ્પ ઈ. સ.
પૂર્વે ચેથા અને પાંચમા સૈકાની સામ્યતા ધરાવે છે એટલું જ નહિ, નંદ મહારાજા કલિંગને વિજય કરીને જે “કલિંગજિનમૂર્તિ” લઈ ગયું હતું અને ખારવેલે મગધને વિજય કરી જે મૂર્તિ પાછી મેળવી હતી, એ મૂર્તિના ભરાવનાર અને પ્રતિદાપક તેમજ ગુફાઓના નિર્માણ સંબંધી પૂર્વ ઈતિહાસ વિશે આ પટ્ટાવલી મહત્ત્વની હકીક્ત ઉપર પ્રકાશ પાડે છે. પટ્ટાવલીની નેંધ આ પ્રકારે છેઃ
મહારાજા બિંબિસારે (શ્રેણિક ) શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણેથી અને સાધુ-સાધ્વીઓના નિવાસથી પવિત્ર થયેલા તીર્થ સ્વરૂપ કલિંગના કુમારગિરિ અને કુમારીગિરિ (આજકાલને ખંડગિરિ અને ઉદયગિરિ જે વિક્રમની ૧૦-૧૧ મી શતાબ્દી સુધી ક્રમશ: કુમારગિરિ અને કુમારીગિરિ કહેવાતું હત) નામના બંને પર્વત ઉપર ભગવાન ઋષભદેવ તીર્થકરને અતિમનહર પ્રાસાદ બંધાવ્યું હતું, અને તેમાં શ્રી ઋષભદેવ પ્રભુની સુવર્ણમયી પ્રતિમા ગણધર શ્રીસુધર્મ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. એ સિવાય શ્રેણિકે એ પર્વત ઉપર ચતુર્માસમાં સાધુ-સાધ્વીઓને રહેવા યોગ્ય ગુફાઓ કરાવી હતી, જેમાં અનેક સાધુ-સાધ્વીઓ જ્ઞાને પાસના અને તપશ્ચર્યા આદિ ધર્મકૃત્ય કરતા હતા.
શ્રેણિકના પુત્ર કૃણિકે એ બન્ને પર્વોં ઉપર પિતાના નામે પાંચ ગુફાઓ કરાવી હતી.
ભગવાન મહાવીરના નિર્વાણ પ્રછી ૬૦ વર્ષ વ્યતીત થતાં આઠમ નંદ રાજા થયે, જે અત્યંત લોભી હતું. તેણે પોતાના વિરેચક નામક મંત્રીની પ્રેરણાથી કલિંગને નાશ કર્યો અને કુમારી પર્વત ઉપર શ્રેણિકે બંધાવેલા જિનમંદિરને નાશ કરી કષભદેવ ભગવાનની સુવર્ણમયી પ્રતિમા પાટલીપુત્ર લઈ ગયે..
સમ્રાટ અશોકે (વરનિર્વાણ પછી ૨૪૪મા વર્ષે સ્વર્ગવાસ) કલિંગ પર જીત મેળવી તેને પિતાને આધીન બનાવ્યું હતું.
એ પછી સમ્રાટ ખારવેલ કલિંગ દેશને અધિપતિ થયે જેના શિલાલેખમાં “જેતરંવધના'ના ઉલ્લેખથી વિદ્વાને તેને ચૈત્રવંશીય કે દીવશી માન્ય છે, જેને આ ઘેરાવવીકાર સ્પષ્ટ રીતે ચેટવંશ્ય બતાવે છે, કેમકે ખારવેલ વૈશાલીના પ્રસિદ્ધ રાજવી ચેટકના પુત્ર કલિંગરાજ શોભનરાયની પરંપરામાં થયે હતો.
, ચેટકના મરણ પછી તેને પુત્ર શોભનરાય વૈશાલીથી નાસીને પિતાના શ્વસુર કલિંગાધિપતિ સુચન પાસે ગયે. સલોચનને પુત્ર ન હોવાથી તે જમાઇને ગાદી આપી સ્વર્ગસ્થ થયે. શોભનરાયને રાજ્યાભિષેક કલિંગના કનકપુરમાં