________________
પ
૨૬૮ મારડી :
(કઠા નંબરઃ ૪૩૮ ) મહુદા સ્ટેશનથી ૧ માઈલ દૂર કુમારડી નામે ગામ છે. આ ગામ પ્રાચીન કાળના કેઈનગરને ખ્યાલ કરાવે છે, કેમકે અત્યારના આ ગામની આસપાસ જૂનાં ખંડિયેરે અને પ્રાચીન મૂર્તિઓ મળી આવે છે. આ ભૂમિમાંથી કેટલોયે જિનમૂર્તિ પ્રાપ્ત થાય છે. - અહીં ૯૪ શ્રાવકેની વસ્તી છે. બજારમાં શ્રી આદિનાથ ભગવાનનું ધાબંધી મંદિર સં. ૨૦૦૦ માં શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ બંધાવેલું છે. આ મંદિરમાં ધાતુની ૩ પ્રતિમાઓ છે.
આ પ્રદેશમાં સરાકોની વસ્તી છે. આ સરાક જાતિમાં દિદેવ, ધર્મદેવ, શાંતિદેવ, અનંતદેવ ગૌતમ વગેરે ગોત્રનામ જોવામાં આવે છે. તેઓ કુલદેવતા તરીકે શ્રી પાર્શ્વનાથને માને છે. તેઓ આજે પણ કેઈ જીવની હિંસા કરતા નથી. તેમનામાં ત્યાગને મહિમા ખૂબ મનાય છે. આ જાતિના આવા સંસ્કાર જેનધમી હોવાનું સાબિત કરે છે. વસ્તુતઃ ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના ઉપાસક શ્રાવકે સાધુઓની અવરજવરના અભાવે આજે પિતાના વાસ્તવિક ધર્મને ભૂલી જઈ છેવટે સરાકરૂપે બની રહ્યા છે. સરાક એ શ્રાવક શબ્દને જ અપભ્રંશ છે. ઈતિહાસવિ પણ હવે કબૂલ કરી છે કે, આ સરાકેની રહેણીકરણમાં જૈનત્વની નિશાનીઓ મૌજુદ છે. આ જાતિને ધાર્મિક સંસ્કારો આપવા અને પિતાના પ્રાચીન ધર્મનું વાસ્તવિક ભાન કરાવવા જેનધર્મ પ્રચારક સમિતિ વર્ષોથી કામ કરી રહી છે.
૨૬૯. કલકત્તા
(કોઠા નંબર : ૪૩૮૮-૪૩૩) * * ભારતનાં મુખ્ય નગરમાં કલકત્તા એક મેટું પ્રસિદ્ધ અને પુરાતન નગર છે. એક સમયે એ ભારતનું પાટનગર હતું. આજે એ પશ્ચિમ બંગાળનું પાટનગર છે. હુગલી નદીના કિનારે વસેલું હોવાથી ભારતના મુખ્ય બંદરોમાં એની નામના છે. વેપાર અને ઉદ્યોગનું મોટું મથક છે. અહીં દર્શનીય સ્થળે ઘણાં છે તેમાં જેન મંદિર પણ ગણાય છે. વિદેશીઓ પણ અહીંનાં મંદિરની મુલાકાત લે છે. જેને માટે તે અહીંનાં મંદિરે દર્શનીય અને યાત્રાગ્ય મનાય છે.
અહી ૫૦૦૦ જેનોની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને જેન યાત્રીઓને ઊતરવા માટે અહીં ૪, જૈન ધર્મશાળાઓ, વિદ્યમાન છે. (૧) બડા બજારમાં શામબાઈ લેન નં. ૩ માં શેઠ ફૂલચંદ મુકિમની જેનધર્મશાળા, (૨) કનીંગ સ્ટ્રીટ નં. ૯ માં તપાગચ્છીય ઉપાશ્રય પણ ધર્મશાળા તરીકે વપરાય છે, (૩) અપર સરક્યુલરરોડ ઉપર શેઠ ધનસુખલાલ જેઠમલની જૈનધર્મશાળા અને (૪) રાય બદ્રીદાસરેડ નં. ૪૪ ઉપર દાદાવાડીમાં ધર્મશાળા છે. - અહીં મુખ્ય ૬ જૈન મંદિર છે, બીજાં ઘરદેરાસરની આમાં ગણતરી કરી નથી. ૧. બડા બજારમાં આવેલી તુલપટ્ટીમાં બે માળનું શિખરબંધી વિશાળ અને ભવ્ય મંદિર છે. તેમાં નીચેના ભાગમાં . મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. મંદિરને સભામંડપ વિશાળ છે. .
આમાં જૈન કથાનકેન વિવિધ પ્રસંગે પર પ્રકાશ આપનારાં કેટલાંક ચિત્ર લાકડાની ફ્રેમમાં પડીને દીવાલ પર લગાડેલાં છે. રા-૩ ફીટનું માપ જણાય છે. જો કે આ ચિત્ર પ્રાચીન નથી, લગભગ ૧૦૦ વર્ષની અંદર જ બનાવેલાં જણાય છે. એક જ કલમે દેરાયેલાં આ ચિત્રોમાં રાજપૂત કલમ સ્પષ્ટ પ્રતીત થાય છે. ચિત્રે નવીન હોવા છતાં કલાકારે પિતાના રેખાકૌશલથી સજીવતા આણી છે અને રાગોની બહુલતાથી એમાં ભવ્યતાની છાપ અંકિત કરી છે.
" . ઉપરના માળમાં, આરસની દેરીમાં મૂળનાયક શ્રી આદીશ્વર : ભગવાનની પ્રતિમા છે. સ્ફટિકની ૩ મૂર્તિઓ. અને ગોખલાઓમાં બીજી મૂર્તિઓ બિરાજમાન છે. એ સિવાય અષ્ટાપદની દેરી છે. વળી સમવસરણ, શ્રી નેમિનાથ ભગવાનની વરયાત્રા. ઇદ્રાદિ દેવ અને નવપદજી તેમજ વીસસ્થાનક યંત્રને ૫ટ્ટ વગેરે ચિત્ર વિદ્યમાન છે. . . . . . . . .