SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કદ જૈન તીર્થ સર્વસંગ્રહ આમાં પાષાણની કુલ ર૩ અને ધાતુની ૧૧૫ મૂર્તિઓ છે. સિવાય ૧ સંગેઈસપની, ૪ સ્ફટિકની, ૧ પાનાની મૂર્તિ છે તેમજ ૪ ગુરુમૂર્તિઓ પણ છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૭૧ માં શ્રીનિહસૂરિએ કરેલી છે, એ સંબંધી લેખ બૈરુંજીના ઉપરના ભાગની દીવાલમાં છે તે આ પ્રકારે છે – "श्री ॥ सम्बत् चंद्रमुनिसिद्धमेदिनी । १८७१ । प्रतिष्टितं शाके रसवद्धिमुनिशशि । १७३९ । संख्ये प्रवर्त्तमाने माघमासे घवलपष्टीतिथौ वुधवासरे श्रीशांतिनाथजिनेंद्राणां प्रासादोयम् । श्रीकलकत्तानगरवात्तव्यत्रीसमस्तसंघेन कारितः प्रतिष्ठितः श्रीखरतरगच्छेशभट्टारक श्रीजिनहर्पसूरिभिः । श्रीरस्तु ॥" ૨. ધરમતલા સ્ટ્રીટ–ઈડિયન મીરર સ્ટ્રીટ નં. ૪૮ ને કુમાર હેલમાં રા. બ. શ્રી સીતાપચંદજી નાહરનું સુંદર ઘર દેરાસર છે. આરસની ઘૂમટીમાં મૂળનાયક શ્રીઆદીશ્વર પ્રભુની મનોહર મૂર્તિ બિરાજમાન છે. ધાતુની ૬ અને સ્ફટિકની ૩ મૂર્તિઓ અહીં વિદ્યમાન છે. અહીં બાબુ પૂણચંદજી નાહરની સાહિત્ય ઉપાસનાના પ્રતીકસમું વિશાળ પુસ્તકાલય છે જૂના લેખે, તાડપત્રીઓ, ચિત્રપટે, જૂના સિક્કાઓ, પુરાતન ચિત્રકળાના નમૂનાઓ, ખંડિત પ્રાચીન મૂર્તિઓ અને અવશે, પ્રાચીન શાસ્ત્રો વગેરે વિપુલ સંખ્યામાં સંગ્રહેલાં છે. આ સંગ્રહ પુરાતત્ત્વના અભ્યાસીઓને ભારતના ઇતિહાસની સંકલનામાં મદદગાર થાય એ છે. આમાં આજે દુર્લભ એવા મુદ્રિતગ્રંથે પણ સંઘરેલા છે. ખરેખર, જેને ગોરવ લઈ શકે એવી નાહરની આ વિદ્યાસંપત્તિને ખજાને દર્શનીય છે. લગભગ સાતેક વર્ષ અગાઉ ઉપર્યુક્ત મુદ્રિત ગ્રંથને મોટો ભાગ મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં લઈ જવામાં આવ્યું છે. શ્રીનહરના સંગ્રહમાં પ્રાચીન ધાતુમૂર્તિઓ છે, જેની રચના વિશે આ પ્રકારે જાણવા મળે છે – (૧) ૧૦ બાબુ પૂણચંદજી નાહરને ભારતને વાયવ્ય પ્રાતમાંથી અગિયારમા સૈકાની એક ધાતુમૂર્તિ મળી આવેલી. તેની મધ્યમાં પદ્માસનસ્થ મૂર્તિની આસપાસ કાર્યોત્સર્ગસ્થ બે જિનમૂર્તિઓ ઊભેલી છે. સિંહાસન નીચે વચ્ચે પ્રાસાદદેવી અને તેની બે બાજુએ સિંહની આકૃતિ છે. તેની નીચે નવ ગ્રહો અને તેની નીચે વૃષભયુગલ છે. આથી મૂળ મૂર્તિ આદીશ્વર ભગવાનની હોવાનું જણાય છે. કાત્સર્ગસ્થ જિનપ્રતિમાઓની નીચે એક તરફ યક્ષ અને બીજી તરફ ચક્ષિણનાં સ્વરૂ દર્શાવ્યાં છે. ભગવાનના મસ્તક ઉપર આકાશમાર્ગથી અવતરણ કરતી દેવ-દેવીઓની અસ્પષ્ટ-ઘસાયેલી આકૃતિઓ છે. મૂર્તિની પાછળ આ પ્રકારે લેખ કરેલો છે : “પંજપુત યંત્રને 1 સં૨૦૭૭ છે " (૨) સ્વ. બાબું પૂરણચંદજી નાહરને ઉદયપુર પાસે આવેલા ગામ સમીના ખેડામાંથી લગભગ ૮ મી શતાબ્દીની એક ધાતુમૃતિ પ્રાપ્ત થયેલી, જે દાક્ષિણાત્ય શૈલીની છે. મધ્યમાં રહેલી મૂર્તિ અર્ધપદ્માસનસ્થ છે. અર્ધપદ્માસનસ્થ જિનમૂર્તિ પ્રાચીન હોય છે અને બહુ ઓછી જોવામાં આવે છે. આ મૂર્તિના ઉપર ત્રણ છત્ર આલેખ્યાં છે. મધ્યની મૂર્તિની આસપાસ બે કાર્યોત્સર્ગસ્થ જિનમતિઓ છે. મૂળ મૂર્તિની પાછળ બંને બાજુએ ઈદ્રોનાં સ્વરૂપ આલેખ્યાં છે, કાર્યોત્સર્ગસ્થ જિનમૂર્તિઓની નીચે એક તરફ યક્ષ અને બીજી તરફ ચક્ષિણની મૂર્તિ છે, તેના ઉપર કર્ણાટકી લિપિમાં આ પ્રકારે લેખ છે – T "श्रीजीनवलभन सत्रन भजीयवय मडिसिद प्रतीम श्रीजीनवलभन सज्जन चेटियमय मडिसिद प्रतिमे" –શ્રીનિવલ્લભની સજ્જન ભજીયાવચેટિયભયની વિનતિ–કહેવાથી. - ૧. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ.' ચિત્ર પરિચય : પૃ. ૮૭, ચિત્ર માટે જુઓ પાનઃ ૩, અને “જૈન લેખસંગ્રહ' ભા. ૨ લેખાંકઃ ૧૦૦૧. ૨. એજન: ચિત્ર પરિચય પૃ૦ ૯૦. ચિત્ર માટે જુઓ એ ગ્રંથનું પાન : ૧૬૦
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy