________________
જૈન તીર્થ સર્વસંગ્રહ છે ક્ષત્રિયકુંડ પહાડ કુડેઘાટની આકરી પહાડી વટાવ્યા પછી આવે છે. નદીમાં કુંડ મળી ગયેલા હોવાથી આ પહાડને કું ઘાટ કહે છે.
ગામથી તળેટી ૨-૩ માઈલ દૂર છે. તળેટીમાં કલ્યાણકભૂમિના સ્થાને બે નાજુક મંદિરે વિદ્યમાન છે. ૧ ચવન મંદિર અને ૨ દીક્ષા મંદિર કહેવાય છે. બંનેમાં પાષાણની એકેક મૂર્તિ છે. દીક્ષા મંદિરના મૂળનાયક ઉપર સં. ૧૫૦૯ ને લેખ છે.
તળેટીથી પહાડને ચડાવ શરૂ થાય છે, ચડવાને માર્ગ વિકટ અને કઠણ છે. ૨ માઈલ ચડ્યા પછી શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર આવે છે. આ શિખરબંધી મંદિરમાં મૂળનાયકની એક માત્ર પાષાણની પ્રતિમા છે, અને ધાતુની મૂર્તિઓ છે. આમાં નાના મેરુપર્વતની રચના પણ કરેલી છે.
અહીં પહાડોના ભરચક જૂથ વચ્ચે વનરાજિથી લચી પડતું એક વિશાળ વન છે, જે “જ્ઞાનવનખંડ” ઉદ્યાનના નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અહીં ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી હતી. ભગવાનના વંશનું નામ “ જ્ઞાતૃવંશ”
તું એ ઉપરથી આનું નામ પણ “જ્ઞાતવનખંડે” ઉદ્યાન પડયું હોય એ બનવાજોગ છે. ભગવાનનાં ઓવન, જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણકે આ પહાડમાં થયાં હતાં. “આમલકીક્રીડા” પ્રસંગની સાક્ષીરૂપે આમલીનાં ઝાડ પણ અહીં ઘણું છે. આ ઉપરાંત કુમારગ્રામ, મહાકુંડગ્રામ, મેરાક વગેરે પ્રભુના સમયમાં પ્રસિદ્ધ સ્થાનેનાં અવશે પણ વિદ્યમાન છે.
આ બધા પ્રત્યક્ષ પુરાવાઓ આ સ્થળને ક્ષત્રિયકુંડમાનવામાં ઉપર્યુક્ત શાસ્ત્રીય પાઠોને પણ સમર્થન આપી રહ્યા છે
૨૬૭. ઠાકંદી.
(ઠા નંબર:૪૩૭૫). લખીસરાઈડી કાકડી ૧૩ માઈલ દૂર આવેલી છે. અહીં થઈને લછવાડ જવાય છે. આ રસ્તે સીકંદરા અને જમ્મુથી મોટરે જાય છે. માટે કામંદી અને લવાડ જનારે સ્થળની ચોખવટ કરીને કામ લેવું કાકીને માર્ગ વિકટ છે.
કાદીમાં શ્રીવિધિનાથ ભગવાનનાં ૪ કલ્યાણક થયાં હતાં, આ કાદીને ધન્નાની નગરી પણ કહેવામાં આવે છે, એ પન્ના તે ધન્ના-શાલિભદ્ર શેઠ નહિ પણ બીજા જ હોવા જોઈએ. ધન્ના નામના તપસ્વી સૃનિ અહીં થયા હોય એવી કથા પણ સંભળાય છે. આથી વધુ ઈતિહાસ? આ તીર્થ વિશે જાણવામાં નથી
કેઈક ઈ તો માને છે કે, અસલની કાકદી તે નાનખાર સ્ટેશનથી લગભગ ૨ માઈલ દૂર આવેલું ખંખુંદા ગામ છે તે જ હોવી જોઈએ. એ સ્થળે શ્રીસુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ હશે. આજની કામંદી તે ધન્ના અણુગારની કાકેદી તરીકે પ્રસિદ્ધ છે. આ વિશે વિશેષ સંશોધન કરવામાં આવે તે જ નો પ્રકાશ મળે
કાકડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી સુંદર મંદિર વિદ્યમાન છે. તેમાં પાષાણુની એક માત્ર પ્રતિમા છે અને શ્રીસુવિધિનાથ ભગવાનની પાદુકા જેડી ૧ છે. મૂળનાયકની હજી પ્રતિષ્ઠા થયેલી નથી, તેથી પ્રતિમાને બાજુ પર મૂકી રાખેલી છે. દેરાસર જીણું છે, તેને સુધરાવવાની જરૂરત છે.
યાત્રાળુઓ માટે અહીં એક સુંદર. ધર્મશાળા છે .
ક્ષત્રિયકુંડ કાર્કદી,. ચંપાપુરી અને સમેતશિખર તીર્થોને વહીવટ બાઉચરના રહેવાસી બાબુ બહાદુરસિંહજી દગાડ કરે છે.