________________
જૈન તીર્થ ધસંગ્રહ, વૈશાલી
જેન ગ્રંથથી જણાય છે કે, વૈશાલી વિદેડ દેશની રાજધાનીનું નગર હતું. ગંડકી નદીના તીરે એ વસેલું હતું. ભગવાન મહાવીરના સમયે ગણતંત્રનું આ મુખ્ય નગર હતું. અ૭ના ક્ષત્રિય લોકે લિચ્છવી કહેવાતા. અહીં અનેક અટ્ટલિકાઓ, ઉદ્યાન અને પુષ્કરણઓ હતી. વૈશાલીના ગણતંત્રને મુખિયે રાજા ચેટક સમર્થ અને પ્રભાવશાળી રાજવી હતે. કાશી—કેશલ આદિ ૧૮ રાજાઓમાં એ મુખ્ય હતે. લિચ્છવીઓમાં જબરો સંપ હતે. એ જ કારણે વૈશાલી સામે કઈ ઊંચું માથું કરી શકશે નહિ.
ચેટક રાજાની બહેન ત્રિશલા સિદ્ધાર્થ રાજાને પરણી હતી.ત્રિશલા રાજા નંદિવર્ધન અને ભગવાન મહાવીરની માતા હતી.
કૃણિકે વૈશાલીને હાથે કરવા ચડાઈ કરી અને કેટલાયે વર્ષો સુધી તેને ઘેરો ઘાલી રાખ્યું. એ લડાઈમાં ચેટકને આખરે પરાજય થયું. કૃણિકે વૈશાલીને ખેદાનમેદાન બનાવી દીધી. હ્યુએનસંગે વૈશાલીને વેરાન અવસ્થામાં જ નિહાળી હતી.
આજકાલ મુજફફરપુર જિલ્લામાં આવેલા બસાઢ ગામને પ્રાચીન વૈશાલીનું સ્થાન માનવામાં આવે છે. અહીંના ખેદકામમાંથી ઘણી વસ્તુઓ હાથ લાગી છે.
કેટલાક આધુનિક સંશોધક વિદ્વાને વૈશાલી (બસાઢ)ની પાસે આવેલા વસુકુંડમાં ભગવાન મહાવીરને જન્મ થયે હેવાનું બતાવે છે. એ વિશે “લછવાડ” (૨૬૬, પૃ. ૪૯૨)માં અમે ચર્ચા કરી છે. આમલકપા : '
બોદ્ધગ્રંશે બુલિયા રાજ્યની રાજધાની અલકા બતાવે છે તે જ જૈન ગ્રંથમાં નોંધાયેલી આમલકપા હોવી જોઈએ. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર અહીં વિચર્યા હતા. ભગવાન મહાવીરસ્વામી આમલકપાની બહાર આવેલા અંબસાલ ચૈત્યમાં સમોસર્યા હતા. નેપાલ :
જેન ગ્રંથથી જણાય છે કે, પાટલીપુત્રમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે આર્ય ભદ્રબાહુ અને આર્ય સ્થૂલભદ્ર આદિ જૈન શ્રમણે નેપાલની ભૂમિમાં વિહરતા હતા.
નેપાલને દક્ષિણ પ્રદેશ પહેલાં ઉત્તરવિદે નામે ઓળખાતું હતું.
૨૬૦, નાથનગર
(ઠા નંબર:૪૩૪૭) નાથનગર સ્ટેશનનું ગામ છે. સ્ટેશનની નજીક મોટા જાગીરદાર બાબુ સુખસંપતરાયજીના વિશાળ બગીચામાં તેમની હવેલી છે અને શ્રીવાસુપૂજ્ય ભગવવાનું સુંદર મંદિર આવેલું છે. વિ. સં. ૧૯૬૪માં બંધાવેલું છે. તેમાં પાષાણની ૧ અને ધાતની ૭ મૂર્તિઓ છે. મંદિરમાં કાચનું મીનાકારી કામ જોવાલાયક છે. મંદિર મેડા ઉપર છે અને નીચે ઉપાશ્રય છે.
૨૬૧. ચંપાપુરી
(કે નબર ૪૩૪૮-૪૩પ૩). ભાગલપુર સ્ટેશનથી ૩ માઈલ અને નાથનગર સ્ટેશનથી ૪ માઈલ દૂર ચંપાપુરી નામે જેનેનું પ્રાચીન તીર્થધામ. છે, આજે આ ગામ “ચંપાનાળા” નામે ઓળખાય છે.