________________
૪૮૭ : ભગવાન મહાવીરના સમયે ચંપાપુરી અંગદેશની રાજધાનીનું નગર હતું, અંગદેશ મગધની પૂર્વ દિશામાં હતા અને મગધને આધીન હતો. એથી જ શાસ્ત્રોમાં અંગ અને મગધનો એકસાથે નિર્દેશ કરે છે.
જૈન સૂવગ્રંથિથી જણાય છે કે, મહારાજા શ્રેણિકના મરણ પછી તેના પુત્ર કૃણિકને રાજગૃહમાં રહેવાનું પસંદ ન પડ્યું, આથી તેણે ચંપકનાં સુંદર વૃક્ષ જોઈ એ સ્થળે ચંપાનગરી વસાવી, ચંપાનું બીજું નામ માલિની હતું “મહાભારતમાં પણ આ ચંપાનો ઉલ્લેખ કરે છે. વસ્તુતઃ એક જૂની ચંપા તે હતી જ, તેને કોશાબીન રાજા -શતાનીકે નાશ કર્યો તે પછી કૃણિક નવી ચંપા વસાવી.
રાજા કૃણિક પિતાની રાણીઓ સાથે ભગવાન મહાવીરના દર્શન માટે જવા નીકળે એ સમયની ચંપાનું અદ્ધિપણું વર્ણન “પપાતિક સૂત્રમાં આપેલું છે. એને સાર એ છે કે-ચંપા અત્યંત સમૃદ્ધિશાલી નગરી હતી, એ નગરીને ચારે કોર માટે ëિ હતો. ગપુર, અટારી, કાંગરા અને તેરણાથી એ કિટલે શોભાયમાન હતે. કિલ્લાની પાસે જબરી ઊંડી ખાઈ હતી, આખાયે પ્રદેશ રસાલ હતુંશ્રીમતે, વિદ્વાને અને કળાકારોની આ ભૂમિ હતી. મોટી હવેલીઓ અને મંદિરથી આ નગર અલંકૃત હતું. વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંને વેપારીઓ અહિચ્છત્રા, મિથિલા, સુવર્ણભૂમિ આદિ દૂર દૂર સ્થાને સુધી જતા આવતા, અહીં સુંદર સડકે બનેલી હતી અનેક વાહનોથી આ નગર પ્રવૃત્તિમય લાગતું હતું.' . '
. “આ નગરીમાં પૂર્ણભદ્ર યક્ષનું એક પ્રાચીન ચેત્ય હતું ત્યાં ભગવાન મહાવીરનું સમવસરણ થયું હતું. આ ચિત્ય ધ્યા, છત્ર અને ઘંટડીઓથી મંડિત હતું; વેદિકાથી સુશોભિત હતું. અહીંની ભૂમિ છાણથી લી પેલી હતી, તેમાં ગે શીર્ષ -ચંદનના થાપા મારેલા હતા. તેમાં ચંદન કળશે ખેલા હતા. દ્વાર પર તેણુ બાંધેલાં હતાં. તેમાં સુગંધિત માળાઓ, લિટતી હતી રંગ-બેરંગી સુગંધી પુષ્પ અર્લી વીખરાયેલાં રહેતાં. ધૂપની સુવાસથી આખું વાતાવરણું મહેકતું હતું. નટ, નર્તક, ગાયક, વાદક વગેરેનું આ નિવાસસ્થળ હતું.”
બોદ્ધસૂત્રથી જણાય છે કે, અહીં ગર્ગા નામે સુંદર પુષ્કરણી હતી, એના કિનારે સુંદર ચંપક વૃક્ષે હતાં. એમાં શ્વેતવણી સુગંધિત પુષ્પ ખીલેલાં રહેતાં. - આ ચંપાનગરી કણિકે વસાવી હતી. તેણે રાજગૃહની સઘળી સંપત્તિ અહીં ખડકી દીધી હતી પરંતુ જની ચંપા પણ તેની પાસે જ હતી. એ સ્થળે ભગવાન વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણક થયાં હતાં. પાંચ કલ્યાણકે એક જ સ્થળે બન્યાં હોય એવાં સ્થળ બહુ ઓછાં હોય છે. તેથી આ નગરીને તીર્થ તરીકે મહિમા વધી જાય છે. ભગવાન મહાવીરે આ પ્રકચંપાની ભૂમિને પિતાના ચરણકમળથી કેટલીયે વખત પવિત્ર બનાવી હતી. શ્રીગૌતમસ્વામીના, શિષ્યો સાલ અને મહાસાલ મહાત્માઓને આ નગરમાં જ કેવળજ્ઞાન ઉપર્યું હતું. ભગવાન મહાવીરના કુબેરસમા કેટિપતિ ભક્ત શ્રાવક કામદેવનું આ નિવાસસ્થાન હતું. સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાલ, કુમારનંદી સુવર્ણકાર અને પ્રાતઃસ્મરણીયા ચંદનબાળાની આ જન્મભૂમિ હતી. ચૌદ શર્માભવસૂરિને પિતાના પુત્ર મનક મુનિને માટે દશવૈકાલિકસૂત્ર”ની રચના કરવાની પ્રેરણુ આ ભૂમિમાંથી જ મળી હતી. - એનસંગે ચંપાની નેંધ આપી છે. સમ્રાટ સમુદ્રગુપ્ત આ નગરને વિસ્તાર વધાર્યો હતે; એમ ઈતિહાસથી જણાય છે. પરંતુ આ સ્વગીયા નગરી ઉપર કાળનું મોજું ક્યારે ફરી વળ્યું એ જાણવામાં આવતું નથી. ધીમે ધીમે એ ક્ષીણ થતાં આજના નાના ગામડામાં પરિવર્તન પામી છે.
વિવિધતીર્થકલ્પ થી જણાય છે કે, અહીં કરણ રાજાએ “શૃંગારચતુરિકા” જેવાં સ્થળે બંધાવ્યાં હતાં તે આજે પણ જોવાય છે. એટલે ચૌદમા સૈકા પહેલાં આ નગરી પતનશીલ અવસ્થામાં હતી એમ માની શકાય.
અહીંના વિશાળ મેદાનમાં કોટથી ઘેરાયેલાં ૨ શિખરબંધી મંદિરે વિદ્યમાન છે. મૂળનાયક શ્રીવાસુપૂજ્ય ભગવાનના દેરાસરમાં ૪ પાષાણુની અને ૧૩ ધાતુની મૂર્તિઓ છે, સં. ૧૮૫૬માં આ મંદિરને જીર્ણોદ્ધાર થયેલું છે. મૂળ “ નાયક ઉપર સં. ૧૮૫૬ને લેખ છે. બીજું નિવાણુકયાણકનું મંદિર પણું શિખરબંધી છે, જેમાં ૩ પાષાણની અને પ. પાનની મત વિદ્યમાન છે, એ સિવાય ધાબાબંધી ૪ દેરાસરો છે, જેમાં વ્યવન કલ્યાણકના દેરાસરમાં ધાતની ૧