________________
ભાગલપુર
૪૮૫ વને આપે છે ભગવાન મહાવીરના સમયે મિથિલાને રાજા જનક હતું એમ જેન ગ્રંથ નેધે છે, આથી એમ માની -શકાય કે જનકવંશીય કેઈ ક્ષત્રિય રાજાને એ સમયે મિથિલા ઉપર અધિકાર હતે..
ભગવાન મહાવીરસ્વામીએ અહીં છ ચતુર્માસ નિગમ્યાં હતાં. તેમના આઠમા ગણધર અકંપિતસ્વામીને જન્મ અહી થયે હવે શ્રી આર્યમહાગિરિ અહીં પધાર્યા હતા. ચોથા નિહરની સ્થાપના આ નગરમાં જ થઈ હતી. મિથિલાના નામે પ્રાચીન જૈન શ્રમોની એક શાખા “મેથિલિયા” નામે પણ પ્રસિદ્ધ બની હતી.
એક સમયે ભારતીય પ્રાચીન વિદ્યાનું આ કેન્દ્ર હતું. ઈ. સ. ની નવમી સદીમાં થયેલા મહાવિદ્વાન મંડન મિશ્ર આ મિથિલામાં જ રહેતા હતા. તેમની પત્ની ભારતીદેવીએ શંકરાચાર્ય જેવા પ્રગલભ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા હતા. પ્રસિદ્ધ નિયાયિક વાચસ્પતિમિશ્રની આ જન્મભૂમિ હતી અને મૈથિલ કવિ વિદ્યાપતિ અહીંના રાજદરબારમાં રહેતા હતા.
ચમા સૈકામાં થયેલા શ્રીજિનપ્રભસૂરિ પિનાના “વિવિધતીર્થકલ્પ'માં મિથિલાનું વર્ણન આપે છે, તેને સાર એ છે કે-“ભારતના પ્રદેશમાં આવેલા પ્રાચીન વિદેહદેશને આજે (ચોદમાં સકામાં) તરહુત દેશ કહેવામાં આવે છે. આખાયે પ્રદેશ રસાળ છે. આ દેશના લેકે સંસ્કૃત ભાષાના વિશારદે હોય છે. આ તીરહતમાં આવેલી મિથિલા નગરીને લોકે “જગઈ' નામે ઓળખે છે. તેની પાસે જ જનક રાજાના ભાઈ કનકે વસાવેલું “કનકપુર ગામ છે. જગઈ નગર પાસે બાણગંગા અને ગંડકી નદીને સંગમ થયેલ છે. આ નગરમાં “સાકુલા કુડ” નામે ઓળખાતા સ્થળે મોટું વટવૃક્ષ છે, જ્યાં રામે સીતાનું પાણિગ્રહણ કર્યું હતું. અહીં માતાલિંગાદિ અનેક તીર્થો છે. વળી, શ્રીમલ્લિનાથ ભગવાનના ત્યમા વેરાયાદેવી અને કુબેર યક્ષની મૂર્તિઓ છે તેમજ શ્રીનેમિનાથ ભગવાનના મંદિરમાં ગાંધારી દેવી અને કુટી નામના યક્ષની મૂર્તિઓ છે.”
આ વર્ણન ઉપરથી જણાય છે કે, ચોદમા સૈકામાં “જગઈનામે ઓળખાતા નગરમાં શ્રીમલિનાથ અને શ્રી નમિનાથ ભગવાનનાં બે જૈન મંદિરે હતાં પરંતુ આ જગઈ ગામ કયાં આવ્યું તેને પત્તો નથી.
સીતામઢીથી પશ્ચિમમાં લગભગ ૭ માઈલ દૂર જગદીશપુર નામનું એક ગામ છે. સંભવ છે કે, શ્રીજિનપ્રભસૂરિ અને 6 ગઈકહે છે તે જ આ જગદીશપુર હૈયું. આ કપના વાસ્તવિક હોય તે પ્રાચીનકાળની મિથિલા અને ચૌદમા સેકાન જગઈ આજન જગદીશપુર માની શકાય. આજે અહીં કેઈ જેનમંદિર કે તેનું ખંડિયેર પણ વિદ્યમાન નથી.
સત્તરમા સૈકાના યાત્રી પં. શ્રીવિજ્યસાગર “તીર્થમાળામાં બતાવે છે કે-“હાજીપુરથી ઉત્તરમાં ૪૦ કેસ દર મિથિલા છે, તેને જ સીતાનું પિયર સ્થાન કહે છે,” અઢારમા સૈકાના યાત્રી પં. શ્રીસોભાગ્યવિજયજી આ સ્થાન પટણાથી ઉત્તરમાં ૫૦ કેશ ઉપર આવેલું સીતામઢી નામે બતાવે છે અને ઊમેરે છે કે, અહીં શ્રીમલ્લિનાથ અને શ્રીનમિનાથ ભગવાનનાં પગલાં છે. વળી, અહીંયા ૧૪ કેસ દૂર જેનપુરી નામે સ્થળ છે તે જ સીતાનું પિયર હતું એમ જણાવે છે. આ પ્રદેશમાં જેને પ્રવેશ નથી થતા અમ પણ નેધે છે."
આજે સીતામઢી નામે ગામ મુજફફરપુર જિલ્લાના દરભંગા જંકશનથી વાયવ્ય ખૂણામાં ૪૨ માઈલ દૂર છે. તેની પાસે મહિલા' નામક સ્થાન છે તને જ પ્રાચીન મિથિલાને અપભ્રંશ કેટલાક વિદ્વાને જણાવે છે.
શ્રી જગદીશચંદ્ર જેને “ભારત કે પ્રાચીન જૈન તીર્થ” (પૃ. ૨૮)માં નેધે છે કે, નેપાલની સીમા ઉપર જનક પુરને પ્રાચીન મિથિલા માનવામાં આવે છે.” આ જનકપુર ગામ સીતામઢીથી ૩૦ માઈલ અને જનકપુરરેડ સ્ટેશનથી ૨૪ માઈલ દૂર છે.
વસ્તુતઃ જૈનેનું તીર્થ મિથિલા ક્યાં આવ્યું તેને હજી સુધી નિર્ણય થયે નથી. આજે આ તીઈ વિચ્છેદ પામ્યું છે. ... ૪. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” ૦ ૧૧ :
૫. એજનઃ પૃ૦ ૯૩.