________________
પટણા.
નાગાર્જુન શુક્ષ્
ચાલીસ ગામ રેલ્વે સ્ટેશનથી દક્ષિણ અને પશ્ચિમ દિશાથી ૧૨ માઈલના અંતરે એક પ્રાચીન ધ્વસ્ત નગરનાં ખડિયે પડેલાં છે. ત્યાંથી ૧૫ માઈલ દૂર આવેલા પહાડમાં ‘ પીતલખેારા ’ અથવા ‘પીતલખાટા'ની ગુફાઓ આવેલી છે. પશ્ચિમના ઘાટામાં નાગાર્જુનની કેાટડી, સીતાની નાની અને શ્રીનગર ચાવડી નામની ગુફાએ વિદ્યમાન છે. તેમાં નાગાર્જુન નામની ત્રીજી જૈન ગુફામાં તીથંકરની ઊભી મૂર્તિ એ અને ખીજાં જૈન શિલ્પા મૌજુદ છે. આ શિલ્પા ઇલેારાની ગુફામાંનાં શિલ્પા સાથે મળતાં આવે છે. ગુફાનું સ્થાપત્ય પણ ઇલેારાની ગુફા જેવું છે. આથી આને સમય મે સેક હશે એવું અનુમાન નીકળે છે. ૧
૪૮૧
શ્રાવસ્તી :~
ભગવાન મહાવીર અને બુદ્ધના સમયે ઉત્તર ભારતમાં કેશલ, મધ, વત્સ, રૃજી અને અવતી આ પાંચ મહાશક્તિશાળી સામ્રાજ્યામાં જેની ગણના હતી એ કેશલ દેશની રાજધાનીનું નગર શ્રાવસ્તી હતુ. કોલજાન: મ એ વાકયથી આ નગરીની રમણીયતા પ્રગટ થાય છે અને સવ્વ અસ્થિ એટલે મનુષ્યેાના જે કંઈ ઉપભાગ–પરિભાગનાં સાધના હોય તે યાં અહીં છે એ અન્તસૂચક નામથી આ નગરીની સમૃદ્ધિ કેવી હશે એના ખ્યાલ આવે છે. જેનેાના 4 અજિતશાંતિસ્તવન ’માં ‘ સાવસ્થિપુપસ્થિă ૨૦' ગાથાથી આ નગરીના ઐશ્વર્યનું સૂચન મળે છે.
આ નગરી અચીરાવતી નદીના કિનારે હતી અને સાકેત( અયેાધ્યા )થી ૭ ચેાજન દૂર હતી. તેનું ખીજું નામ કુણાલનગરી હતુ. આ નામમાં સમ્રાટ સ ંપ્રતિના પિતાના નામના નિર્દેશ હેાય એમ જણાય છે.
પ્રાચીન ગ્રંથા નિર્દેશ કરે છે કે, જેને ચંદ્રિકાપુરી કહેતા એ જ આ શ્રાવસ્તી નગરી હતી. અહીં'ની નદીમાં બહુ એછું પાણી રહેતુ હતુ. તેના ઘણા પ્રદેશ શુષ્ક રહેતા. જૈન સાધુએ આ નદીને પાર કરી ભિક્ષાર્થે જતા આવતા. અચિરાવતીમાં પૂર આવવાથી લેાકેાને ઘણું નુકસાન થતુ. એક વખત તે આ નગરીના સુપ્રસિદ્ધ ધનાઢચ શ્રેષ્ઠી અનાથપિંડકને અધેા માલ–ખાના નદીના પૂરમાં તણાઇ ગયા હતા. જૈન અનુશ્રુતિએમાં પણ આ પૂને ઉલ્લેખ કરેલો છે.
અહીં ત્રીજા તથ ́કર સંભવનાથ ભગવાનને જન્મ થયા હતા. તેમનાં દીક્ષા અને કેવળજ્ઞાન આદિ ૪ કલ્યાણકા આ ભૂમિમાં થયેલાં હાવાથી આ નગરી પવિત્ર ગણાતી હતી. શ્રીશાંતિનાથ ભગવાન વગેરે તીર્થંકરો આ ભૂમિમાં પધાર્યા હતા. કપિલ કેવલી અહીંથી વયબુદ્ધ બનીને મેક્ષે પધાર્યા હતા. ભગવાન મહાવીરસ્વામીએ અહીં ચતુર્માસ કર્યુ·· હતું અને એક કરતાં વધારે વખત અહીં પધાર્યા હતા. તેમણે અહીં અનેક ભવ્ય મનુષ્યને દીક્ષા આપી હતી અને અનેક ધનાઢય તેમજ વિદ્વાન શિષ્યાને પેાતાના શ્રમણાપાસક બનાવ્યા હતા. આ શ્રાવસ્તીના કેાઇક ઉદ્યાનમાં ગેાશાલકે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિઓને તેોલેશ્યાથી મારી નાખ્યા હતા. ભગવાન મહાવીર ઉપર પણ તેણે તેજોલેશ્યા ડી હતી. ગેાશાલક અને તેના અનન્ય ઉપાસક અય પુલ, હાલાહલ કુંભારણુ અહીંના નિવાસી હતા. ભગવાન પાર્શ્વનાથના સતાનીય કેશીકુમાર અને ભગવાન મહાવીરના ગણધર ગૌતમસ્વામીને મેલાપ આ સ્થળે થયેા હતેા. ભગવાન મહાવીરને ભાણેજ અને જમાઇ નામે જમાલી અહીંના વતની હતા. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધા પછી અહીંના કેઇક ઉદ્યાનમાં રહીને ભગવાન મહાવીરથી વિરુદ્ધ ‘મહુરત ’ સિદ્ધાન્તની પ્રરૂપણા કરી હતી, તેથી જૈન શાસ્ત્રોમાં તેને ભગવાનના પ્રથમ નિહ્નવ તરીકે એળખાવ્યે છે.
આ નગરના પ્રસેનજિન રાજા જૈનધમી હતેા. તેણે જેતવનમાં રહેલા બુદ્ધ ભગવાન પાસે જઈને જ્ઞાતૃપુત્ર મહાવીર આદિના યશનું વર્ણન કરી તથાગત બુદ્ધને ઉંમરમાં નાના અને નવા સાધુ તરીકે એળખાવ્યા હતા. આ પ્રસેનજિત રાજાના અમાત્ય મિગર અથવા મૃગધર નિત્ર થાના એકનિષ્ઠ ઉપાસક હતા એવું ખોદ્રથથાથી પણ જાણવા મળે છે.
ભગવાન મહાવીરના સમકાલીન ગૌતમ બુદ્ધ મહાઋદ્ધિશાળી શ્રેષ્ઠી અનાથપિંડકના આમંત્રણથી શ્રાવસ્તી પધાર્યાં હતા અને રાજકુમાર જેતના ઉદ્યાનને બુદ્ધ ભગવાનનું નિવાસસ્થળ બનાવવા માટે અનાથપિંડકે ખરીદ કરી લીધું હતું. બૌદ્ધ ગ્રંથામાં જેતવનના બુદ્ધવિહારનું ભવ્ય વર્ણન મળે છે. જુદા જુદા ગ્રંથામાં શ્રાવસ્તી અને જેતવનનું જે છૂટું છવાયું
૧. Cave temples of India. chapter. ii.