________________
જૈન તીર્થ સર્વસંગ્રહ ખંડિત હેવા છતાં મને ડર દેખાય છે. આ મૂર્તિની નીચે કઈ ચિહ્ન નથી છતાં અધિકારીઓએ તેને શ્રીઅભિનંદસ્વામીની મૂર્તિ બતાવી છે. વિદ્વાનેએ આને સમય ૯મી શતાબ્દી બતાવ્યું છે. (૫) પલાગૂ નામક સ્થાનની આ ત્રીજી જિનમૂર્તિ પ્રશાસનસ્થ છે. તેને સમય કહી શતાબ્દી નક્કી કરવામાં આવ્યું છે.
(૬) શહાબાદ જિલ્લાના ચીસા નામક સ્થળમાં ખોદકામ કરતાં ઘણી મૂર્તિઓ મળી આવેલી છે. એ પછી એક ચંદ્રપ્રભજિનની મૂર્તિ છે; કેમકે તેની નીચે ચંદ્રનું લંછન સ્પષ્ટ બતાવેલું છે. આ મૂર્તિને રંગ શ્યામ છે અને ઊંચાઈમાં લગભગ ૬ ઇંચની છે. લગભગ ૧૦ મા સૈકાની આ મૂર્તિ બતાવવામાં આવી છે.
(૭) ઉપર્યુક્ત સ્થાનથી બીજી એક ખંડિત મૂર્તિ મળી છે તે શ્રી આદીશ્વર ભગવાનની છે; કેમકે તેની નીચે વૃષભનું ચિહ્ન નથી પરંતુ ખભા ઉપર વાળની લટેની સ્પષ્ટ આકૃતિ જોવાય છે. કેશવિન્યાસ આદિ શિલ્પ લક્ષણે જોતાં આના ઉપર ગધારકળાની સ્પષ્ટ છાપ હોય એમ જણાય છે. આ મૂર્તિ લગભગ ૮મી શતાબ્દીની હોવાનું વિદ્વાનેએ નક્કી કર્યું છે.
(૮) ઉપર્યુક્ત સ્થાનથી ૩ પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ મળી આવી છે, જેમાંની ૨ મૂર્તિઓ ૪ ઈચની અને ખંડિત બનેલી છે. એક મૂર્તિ ૭-૮ ઇંચની છે. લગભગ ૮ મી શતાબ્દીની આ મૂર્તિઓ હેવાનું વિશેષજ્ઞોએ નિર્ધારિત કર્યું છે.
(૯) ઉપર્યુક્ત સ્થાનથી જ મૂર્તિઓ શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથની મળી છે. તેને સમય ૧૦મી શતાબ્દી જણાવાય છે.
(૧૦) ઉપર્યુક્ત સ્થાનથી મળી આવેલી મોટે ભાગે પદ્માસનસ્થ ૧૫-૧૬ જિનમૂર્તિએ A N. ૬૫૧૬-૬પ૩ર છે. તે કયા કયા તીર્થકરની છે એનો નિર્ણય કર કઠણ છે. આ બધી મૂર્તિઓ ૧૦-૧૧મી શતાબ્દીની બતાવવામાં આવી છે.
(૧૧) ઓરિસાના ઉદયગિરિ પર્વતમાંથી મળી આવેલી A N. ૬૪૯ની શ્યામ પાષાણની એક પદ્માસનસ્થ જિનમૂર્તિ ૫ ફીટ ઊંચી છે. આ પ્રતિમા જૈન તીર્થકરમૂર્તિ હેવા છતાં અધિકારીઓએ તેના ઉપર બુદ્ધ મૂર્તિનું લેબલ લગાવેલું છે એ આશ્ચર્યકારક છે.
(૧૨) A. N. ૧૦૪૫૩ ધાતુની એક પદ્માસનસ્થ સુંદર જિનમૂર્તિ ૮ ઇંચની છે. આ મૂર્તિનાં બધાં અંગે બરાબર છે પણ જમીનમાં વધુ સમય રહેવાથી ખરવઈ ગઈ છે અને કાળી પડી ગયેલી છે. ધાતુની આ બનાવટથી જણાય છે કે, ઈ. સ. ની ૧૧મી શતાબ્દીમાં આ મૂર્તિ બનેલી હોવી જોઈએ.
(૧૩) તીર્થકરની એક ચરણપાદુકા ના ફૂટ ઊંચા પથ્થરમાં અંકિત છે. તેની નીચે એક મેટે લેખ કરેલો છે. આ લેખ ઘસાયે હોવા છતાં ખૂબ પ્રયત્નથી વાંચતાં તેમાં સં. ૧૧૮૩ની સાલ જણાય છે.
(૧૪) પદ્માવતી દેવીની સુંદર મૂર્તિ પાષાણમાં બનાવેલી છે. તેને સમય લગભગ ૧૧મી શતાબ્દી માનવામાં આવે છે. . (૧૫) યક્ષની બે મૂર્તિઓ પૈકી એક ખંડિત અને બીજી અખંડિત છે. આ બંને મૂર્તિઓ ૧ભા સૈકાની બતાવવામાં આવી છે.
(૧૬) ચોસાના ખેદકામમાંથી ધાતુનું બનાવેલું એક કલ્પવૃક્ષ મળી આવ્યું છે, જેની શાખાઓ તૂટેલી હવા છતાં કળામય અને સુંદર દેખાય છે.
(૧૭) ધાતુનું બનાવેલું એક ધર્મચક ૮મી શતાબ્દીમાં બનેલું હોવાનું વિદ્યાનું મંતવ્ય છે. '
આ સિવાય મથુરાના કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થયેલા આયાગપટે અને બીજા કેટલાક શિલ્પના નમૂના અને અવશે અહીં વિદ્યમાન છે, તેના વર્ણનને અહીં અવકાશ નથી. . . . . . . . . ; , , ,