________________
૪
:
" अव्ययपदासस्य श्रीसे(श्रे)ष्ठिसुदर्शनस्य इमे पादुके संप्रतिष्ट(ठि)ते सकलसंघेन शुभसंवत्सरे ॥" આ પાદુકાની નજીકમાં જ એક ઊંચા ચાતરા ઉપર એક બીજી દેરી છે. ત્યાં થોડાં પગથિયાં છે. દેરીમાં શ્રીસ્થૂલિભદ્રસૂરિની સફેદ આરસની એક પાદુકાજોડ છે, તેના ઉપર સં. ૧૮૪૮ના ભાદરવા સુદિ ૧૧ને લેખ છે. દેરીમાં પિસતાં બારશાખમાં સં. ૧૮૮૮ ના માગશર સુદિ ૫ને સેમવારને લેખ વિદ્યમાન છે. આ નવી સ્થાપના જુના સ્થાન ઉપર થયેલી છે.
શહેરના મંદિરથી ૧ માઈલ દૂર શ્રીહીરવિજયસૂરિ દાદાને બગીચે છે, તેમાં સુંદર ધર્મશાળા બનાવેલી છે. ત્રણ વર્ષ પહેલાં અહીં શ્રીહીરવિજયસુરિને સ્તુપ અને ચરણપાદુકાઓ મોજુદ હતી એવી નેધ “તીર્થમાળા ઓ કરે છે, આજે એ સ્થાપનાઓ અહીં જોવાતી નથી.
પટણામાં શ્રીયુત રાધાકૃષ્ણજી જાલાનને પ્રાચીન કળાસંગ્રહ દર્શનીય છે, તેમાં જે કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ મોજુદ છે. તેમાં ૫ અણધાતુની અને ૪ પાષાણની પ્રતિમાઓ છે, ધાતુની એક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ઉપર સં૦ ૧૨૬૧ને લેખ છે. ત્યારે બીજી મતિઓ ૧૬-૧૭મા સૈકાની છે. ઓરિસાથી પ્રાપ્ત થયેલા એક કાછમંદિરને અવશેષ અહીં મોજુદ છે. જેમાં ૧૪ સ્વને અને કળશ વગેરેની જેન લાક્ષણિક આકૃતિઓ નજરે પડે છે. આ અવશેષ લગભગ ૧૪મી શતાબ્દીના હોય એમ જણાય છે, બીજી વસ્તુઓમાં સચિત્ર હસ્તલિખિત પોથીઓ વગેરે સુંદર નમૂનાઓ છે. વળી, દ્વારકામાંથી મળી આવેલે એક આરસને જૈન સ્તૂપ પણ આ સંગ્રહમાં વિદ્યમાન છે.
પટનાના પ્રદર્શનાગાર (મ્યુઝિયમ)માં કેટલીક પાષાણની તથા ધાતુઓની પ્રતિમાઓ છે. જૈન મૂર્તિવિધાન શાસ્ત્રની ' દષ્ટિએ મહત્ત્વની અને વૈવિધ્યભરી છે, તેમાંની કેટલીક મૂર્તિઓને પરિચય અહીં આપવામાં આવે છે –
() રાતા પાસે આવેલા પ્રાચીન પાટલીપુત્ર લોહાનીપર નામક સ્થાનમાં ખોદકામ કરતાં કેટલીક જૈન મતિઓ મળી આવી છે. તેમાંની એક મૂર્તિ હાથ અને મસ્તકથી ખંડિત થયેલી છે. આ મૂર્તિ ઉપર ઘુંટાઈ (પિલીશ) કરેલું હોવાથી એ સંદર અને ચમકદાર લાગે છે, આજે આરસપાષાણુ પર જેવી ઘુંટાઈ કરવામાં આવે છે તેવી જ ઘુંટાઈ આમાં કરેલી છે. આવી ઘંટાઈ કરવાની પ્રથા અશોકના સમયમાં હતી. વળી, મૂર્તિમાં વપરાયેલા પથ્થર અશોકકાલીન સ્તંભેને બરાબર મળતો આવે છે, એ એની ખાસ વિશેષતા છે. સ્વ. ડૉ. કે. એન. દીક્ષિતના મતે ભારતના જુદા જુદા સ્થળોએ ખેદકામ કરતાં મળી આવેલી મૂતિઓમાં આ મૂતિ સૌથી પ્રાચીન છે. આથી આ મૂર્તિ ઈ. સપૂર્વે ૩૦૦ લગભગની મોકલીન હોવી જોઈએ. ડે. જાયસવાલ પણ એ મૂતિઓને આ જ સમય બતાવતાં જણાવે છે કે, કળાની દૃષ્ટિએ આ મૂર્તિ અત્યંત સુંદર છે, જે મળી આવેલી જેને મૂર્તિ એમાં અથવા ભારતમાં સમસ્ત જ્ઞાત પાષાણ મૂર્તિઓમાં સૌથી પ્રાચીન છે. તેમને મત છે કે, આ મૂર્તિ હડપ્પાથી પ્રાપ્ત કર્યોત્સર્ગસ્થ મૂર્તિ ખંડ સાથે ઘણુંખરું મળતી આવે છે.૧૩
(૨) બીજી એક મૂર્તિ ઉપર્યુક્ત સ્થાનેથી મળી આવી છે તે નાની અને ખજ્ઞાસનસ્થ છે.એ મૃર્તિ પણ ખંડિત થયેલી છે અને ઉપર્યુક્ત સમયની ગણવામાં આવી છે.
' (૩) માનભૂમ જિલ્લાના પલામ્ નામક સ્થાનથી ત્રણેક મૂર્તિઓ મળી આવેલી છે, તેમાં A. N. ૩ વાળી મતિ ને શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિ બતાવી છે, તે વસ્તુત: શ્રી ઋષભદેવની જણાય છે, કેમકે આ મૂર્તિના ખભા ઉપર સ્પષ્ટ કેશવાળી આલેખી છે. શ્યામ પાષાણુની આ મૂર્તિની ઊંચાઈ શા ઈચ છે. આનાં બધાં અંગ-પ્રત્યંગ અખંડિત છે થત મતિ અત્યંત જીર્ણ થઈ ગયેલી છે, તેની નીચે લેખ છે પણ તે એટલો બધો ઘસાઈ ગયેલ છે કે વાંચી શકાતે નથી. વિદ્વાનેએ આ મૂર્તિ ૧૦મા રોકાની હેવાનું જણાવ્યું છે.
(૪) A. N. ૭૨૮ પલાઝ્મ નામક સ્થાનની આ બીજી મૂર્તિ બદામી વર્ણની પ-૬ ઈંચ ઊંચી છે. કાનની બુટીઓથી ચડાવતાં રાજાએ તેમને અળીએ ચડાવવાનું ફરમાન કર્યું હતું પરંતુ શેઠના શિયલના પ્રભાવથી સૌના આશ્ચર્ય વચ્ચે એ શુળી સિંહાસનમાં બાઈ ગઈ અને આળ ચડાવનારના હાથ હેઠા પડતાં તેમને મહિમા લેકમાં ગાજતે થયે એવી કથા છે. જો કે કેટલાક કવિઓ આ ઘટના વાગપરીમાં બન્યાનું ધે છે પરંતુ આ સ્મારક એ જ હકીકતનાં ચિહેરૂપે અહીં પૂજનીય અને વંદનીય બની રહ્યું છે. '
૧૩. The Jain Antiquary, 1937, P. 17, 18 '