________________
જૈન તીથૅ સ સ બહુ
૪૯૮
પ્રચંડ મેાજાએ એની પ્રાચીન સમૃદ્ધિ ભરખી લીધી છે. આજે સેાનભદ્રા અને સરયૂ અહીં ગંગાને મળે છે. એ સગમ સ્થળ ઉપર પટણાનું સ્થાન છે. અહીં ૯૫ જૈનાની વસ્તી, ૧ જૈનધમ શાળા અને ૪ જૈનમ ંદિશ છે.
અહીંનાં ૪ જૈનમંદિરો પૈકી ૩.મંદિરે પટનાસીટી સ્ટેશનથી ૧ માઈલ દૂર આવેલી ભાડેકી ગલી નામના સહેલ્લામાં એક જ કંપાઉંડમાં આવેલાં છે. આ કંપાઉંડમાં જ સાધુઓને ઉપાશ્રય અને શ્રાવક માટે એક ધર્મશાળા છે ૧. શ્રીવિશાલજિનના શિખરબંધી જિનાલયમાં ૫ પાષાણુની અને ૧૧ ધાતુની પ્રતિમાઓ છે. મૂળનાયક શ્રીવિશાલજિનનો મૂર્તિ ઉપર સ. ૧૬૭૧ ના લેખ આ પ્રકારે છે:——
**
' संवत् १६७१ श्रीआगरावास्तव्य ओसवालज्ञातीय लोढागोत्रे गोणीवंसे सं० ऋषभदासभार्या रेपश्री तःपुत्र संघपति सं० श्रीकुरपाल सं० सोनपाल्संघाधिपैः सुत सं० संघराज सं० रूपचंद चतुर्भुज सं० धनपालादियुतैः श्रीमदंचलगच्छे पूज्यश्री ५ श्रीधर्म्मसूरितपट्टे श्रीकल्याणसागरसूरीणामुपदेशेन विधमानश्रीविशालजिन त्रियं प्रति [ष्टितं ] ॥ "
૨.
3.
મેડા ઉપર શ્રીપાર્શ્વ નાથ ભગવાનની મૂર્તિ ઉપર પણ આવે જ લેખ મૌજુદ છે. આ મંદિરમાં ૧ સ્ફટિકની મૂર્તિ છે. શ્રીવિશાલંજિનના મ ંદિરની પાસે જ મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલું છે. આમાં પાષાણુની ૧ અને ધાતુની ૯ પ્રતિમાએ છે.
ઉપર્યુક્ત મ ંદિરની જોડે જ શ્રોપાર્શ્વનાથ ભગવાનનું ધાખામ થી મ ંદિર આવેલું છે. આ મ ંદિરમાં પાષાણુની ૧૬ અને ધાતુની ૩ પ્રતિમાએ છે. પાષાણની ૧૬ પ્રતિમાએ પૈકી ૩ પ્રતિમાએ લગભગ ૧૦મા સંકાની છે, જેનું વર્ણન આ પ્રકારે છે:
(૧) શ્યામ પાષાણુની સસાવાળી જે શ્રીપાર્શ્વનાથની પ્રતિમા તરીકે એળખાય છે, તેના ઉપર ખૌદ્ધકળાને સ્પષ્ટ પ્રભાવ જોવાય છે. આ મૂર્તિમાં શરીર ઉપર પડેલું વસ્ત્ર હાથને ઢાંકી રહ્યું છે, જિનેશ્વરની આવી સવસ્ત્ર મૂર્તિ ખીજે કયાંઇ જોવામાં આવતી નથી તેમજ મૂર્તિ શાસ્ત્રમાં તેનું કાર્ય વર્ણન મળતું નથી. એટલે આ મૂર્તિ જિનમૂર્તિ હોવા વિશે શંકા થાય છે પરંતુ જૈનેના લાક્ષણિક ચિહ્નરૂપે પ્રતિમાની નીચેના ભાગમાં અંને ખાજુએ ત્રિફણાયુક્ત ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિ એ અંકિત છે. ગુપ્તેાના અંતિમ સમયમાં આ મૂર્તિ બની હોય એવી એની રચનાપદ્ધતિ લાગે છે. મૂર્તિ ઉપર ‘ચે થાં હેતુનમવા॰' વાળા શ્ર્લોક કતરેલા છે, એટલે આ મૂર્તિમાં જૈન અને ખોદ્ધ લક્ષ્માના મેળ સાધવાના શિલ્પીએ પ્રયત્ન કર્યો હોય એમ જણાય છે. આ મૂર્તિ એના સ્વરૂપમાં અદ્વિતીય કહી શકાય.
(૨) ચેાથા તીથ કર શ્રીઅભિનંદનસ્વામીના નામથી એળખાતી મૂર્તિ પણ પાષાણુની છે. આ મૂર્તિ પશુ વસ્રભૂષણ સહિત અને ‘ચે ઘમાં હેતુ=મવા॰' વાળા àાકથી અંકિત છે, આથી આ મૂર્તિ જૈન હાવા વિશે શ ંકા રહેછે.
(૩) પ્રથમ તીર્થં કર શ્રીઋષભદેવ ભગવાનની શ્યામ પાષાણુની પ્રતિમાના બંને ખભા ઉપર સુંદર કેશવાળી જોવાય છે. વળી, નીચેના ભાગમાં ધર્મચક્ર અને વૃષભનું લંછન હાવાથી નિ:સ ંશય આ મૂર્તિ જૈનેની છે. પ્રતિમાની ને ખાજુએ ઇંદ્ર અને ઈંદ્રાણી ચામર લઇને ઊભા રહેલાં ખતાવ્યાં છે, ઉપરના ભાગમાં દેવતાએ પુષ્પમાળા લઈને અંતરિક્ષમાંથી આવતા ખતાવ્યા છે, તેની ઉપરના ભાગમાં વાદ્યોની આકૃતિએને જાણે અણ્ય હાથેા વગાડી રહ્યા હોય એવા દેખાવ રજૂ કર્યાં છે. વળી, કલ્પવૃક્ષની પાંખડીએ પણ આમાં ઉત્ક્રીતિ છે. આ પ્રતિમાનું શિલ્પ અત્યંત મનોહર છે. આ પ્રકારની લાક્ષણિકતા મગધ કલાકારોની જ વિશેષતા ગણાય છે.
અહીંના એક વેતાંબર મ ંદિરના અગ્રભાગમાં એક લાંબી કાઇપટ્ટિકા ઉપર શ્રીનેમિનાથ ભગવાની ભાવપૂર્ણ પ્રભાવાત્પાદક વરયાત્રા, ઉત્કીર્ણત છે, આામાંથી બિહારીઓની તત્કાલીન વેષભૂષા આદિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
૪. પટણાસીટી સ્ટેશનની નજીકમાં આવેલા ગુલઝારબાગમાં ખીલેલાં સુંદર કમળેાથી ભરેલ વિશાળ સાવર છે, તેની મધ્યમાં થઈને જવાના રસ્તા છે અને મધ્યમાં શેઠ સુદર્શનને માટે તૈયાર કરેલી શૂળીના બદલે સિંહાસન બની ગયું હતું તે જગાએ એક પાદુકાોય છે એના ઉપર ફરતા આ પ્રકારે લેખ છેઃ
૧૨. સુદર્શન શેની પવિત્ર ઘટના આ નગરમાં બની હતી એના સ્મરણરૂપે આ સ્થાપના છે. સુદર્શન શે ઉપર રાણીએ ખાટું આળ