________________
૪િ૭ ઈ. સ. ની ૭મી સદીમાં ભારતમાં આવેલા ચીનીયાત્રી હુએનત્સાંગે પાટલીપુત્રમાં શ્રીસ્થલિભદ્રના નિર્વાસ્થળને અને કમલદ્રહમાં પાખંડીઓના રહેઠાણ સ્થળ ઉપાશ્રયને નિર્દેશ કર્યો છે. એટલે એ સમય સુધી અહીં જેની જાહેજલાલી રહી હશે. એ પછી ૮૯ મી શતાબ્દીમાં પાટલીપુત્ર ઘસાતું ઘસાતું નાના ગામડામાં પરિવર્તિત થઈ ગયું હશે. ' એ પછી પાટલીપુત્રની સ્થિતિ જાણવાને કશું સાધન નથી. લગભગ ૧૭ મી શતાબ્દીમાં આગરાનિવાસી શ્રેણી કુરપાલ અને સોનપાલ નામના બે ભાઈઓ સમેતશિખરને સંઘ લઈને તીર્થયાત્રા કરતા કરતા અહીં આવ્યા હતા, ત્યારે ખડેલવાલ શ્રેણી મયણુએ શ્રીસંઘને આદર આપી જમાડયો હતો. એ સમયે પટણામાં મહત્તિયાણ જતિના જેને વસતા હતા અને અહીં શ્રી ઋષભદેવ તથા પાર્શ્વનાથ ભગવાનનાં ૨ જૈન મંદિર હતાં એમ જણાય છે. અહીંના જૈન- મંદિરમાં બે-ચાર મોટી પ્રતિમાઓ ઉપર એમના શિલાલેખો મોજુદ છે એ ઉપરથી જણાય છે કે, તેમણે અહીં * કેટલીક મૂર્તિની સ્થાપના કરાવી હતી.
અઢારમી સદીમાં બાદશાડ જહાંગીરના કૃપાપાત્ર ઝવેરી જગતશેઠ હીરાનંદ શાહ પટણામાં જ રહેતા હતા. તેમણે એક જૈનમંદિર અને શ્રીજિનદત્તસૂરિની દાદાવાડીનું સ્થાન બનાવ્યું હતું. એમના નામથી પ્રસિદ્ધિ ગલી” અહીં આજે પણ મોજુદ છે. દિલ્હીમાં પણ હીરાનંદશાહના નામની “હીરાનંદ ગલી” જાણીતી છે.
ડે. પૂરને કુમાર (પ્રાચીન પાટલીપુત્ર)નું ખોદકામ કરતાં મૌર્યકાલીન સપાટીથી કેટલાયે ફૂટ નીચે લાકડાના ૭ ચબૂતરા મળી આવ્યા હતા. દરેકની લંબાઈ ૩૦ ફીટ, પહોળાઈ ૫૪૪ ફીટ અને ઊંચાઈ ૪ ફીટ હતી પરંતુ આ ચબુતરાઓ શા માટેના હતા તેને પત્તો લગાવી શકાયું નથી. સંભવ છે કે, આ ચબૂતરાઓ નંદેએ બનાવેલા જૈન સ્તૂપો સાથે સંબંધ ધરાવતા હોય.
નટએ બનાવેલા રૂપોનું સમર્થન “તિગાલીપન્ના થી મળે છે, તેને સાર એ છે કે, પાટલીપુત્રમાં ચતુર્મુખ અથવા કક્કી નામના એક લાલચી રાજાએ નંદેએ બનાવેલા પાંચ સ્તૂપ, જેની નીચે ધન દાટેલું હતું, તે લેવા માટે સ્તુપ અને નગરના એક ભાગને ખેદાવી નાખ્યું હતું. જેન તેમજ જૈનેતર સાધુઓ પાસેથી કર વસૂલ કરવા તે અત્યાચાર કરતે. એ કારણે ઘણા સાધુઓ પાટલીપુત્ર છેડીને ચાલ્યા ગયા. એ રાજાના સમયમાં ૧૭ રાત-દિવસ સુધી નિરંતર વર્ષા થતી રહી જેથી આખુંચે પાટલીપુત્ર એ વર્ષોમાં ડૂબી ગયું. બહુ જ ચેડા માણસે બચી શકયા તેમાં રાજા કલ્કી અને પાડિવત ( સંભવતઃ શ્રીપાદલિપ્તસૂરિ) નામના જૈનાચાર્ય પણ બચી ગયા હતા. પછીથી એ રાજાએ સુંદર નગર વસાવ્યું અને પવિત સૈનાચાર્ય વગેરે પાસેથી ષષ્ટમાંશ કર વસૂલ કરવા ઉગ્રપણે અત્યાચાર કયો. એ પછી ઇંદ્ર આવીને એ રાજાને નાશ કર્યો અને ચતુર્મુખના સ્થાને તેના પુત્ર દત્તને ગાદીએ બેસાડો એવી અનુકૃતિ છે. આ કદી રાજાને સમય વિક્રમની બીજી શતાબ્દી હોવાનું એક અનુતિથી જણાય છે ?
- એનત્સાંગે પિતાના પ્રવાસવર્ણનમાં એવી જ વાત નેધી છે કે, નંદરાજાએ પાંચ સ્તુપ બંધાવીને તેની નીચે પાંચ નૈધિઓ અને સાત રને દાટયાં હતાં જેને એક અબૌદ્ધ રાજાએ ખોદાવી નાખતાં ભારે ભૂકંપ થયે, સૂર્ય વાદળાંથી ઘેરાઈ ગયો અને એ પછી એ સ્તૂપને કેઈ અડકી શક્યું નહીં ૧૦
ડો. સ્પરને કુમ્રહારના ખેદકામમાંથી મૌર્યસ્તર અને રાખડીવાળા સ્તરની વચ્ચે કેરી માટીનું સ્તર મળી આવ્યું છે. જે અનુકૃતિઓમાં સેંધાયેલ પાટલીપુત્રમાં આવેલા ભીષણ પૂરનું સમર્થન કરે છે. આ રીતે જૈન અનુશ્રુતિએને પુરાતત્વથી પણ ટેકે મળી રહે છે. ૧ : મેગેસ્થિનિસના સમયમાં જે નગર ૨૪ માઈલના અને હુએનત્સંગના સમયમાં ૧૧ માઈલના ઘેરાવાવાળું હતું તે આજે સામાન્ય શહેરમાં બદલાઈ ગયું છે. આજનું પટણા એના પ્રાચીન સ્થળ પર નથી. કહેવાય છે કે, નદીઓના
૮. શ્રીસકીર્તિ ત “સમેતશિખર યાત્રા” : ૯. “દીપમાલા કલ્પ'
20. Watters: Huen Tsang, Vol. II, P. 96-98. . . પ્રેમી અભિનંદન ગ્રંથ "માં “કુછ જૈન અનુકુતિયાં ઔર પુરાતત્ત્વ' શીર્ષક ડે. મેતીચંદને લેખ. 'પૃ. ૨૨૯-૨૪૯.