________________
૪૭૬
જૈન તીર્થ સર્વસંગ્રહ કલિંગ વિજય કરી, કલિગની જિનમૂર્તિ લઈ આવ્યું હતું, જે પાછળથી ખારવેલે મગધને વિજય કરીને એ મૂર્તિ પાછી મેળવી હતી, એવી હકીકત હાથીગુફાને ખારવેલને શિલાલેખ આપે છે. વળી, છેલ્લા નંદ સુધી બધા અમા જેન હેવાનું ઈતિહાસ પણ સમર્થન કરે છે.
. ' ' શ્રીશેભદ્રસૂરિ જેઓ પાટલીપુત્રમાં જન્મ્યા હતા તેઓ નંદિવર્ધનના સમયમાં થયા હતા. શ્રીયશોભદ્રસૂરિ પછી શ્રીસંભૂતિવિજય અને શ્રીભદ્રબાહુસ્વામી જૈન શમણુસંઘના નેતા બન્યા હતા. શ્રીસ્યુલિભદ્રસૂરિ, જેઓ શકટાલ મંત્રીના પુત્ર હતા, તેમણે શ્રીસંભૂતિવિજય પાસે દીક્ષા લઈ આર્ય શ્રીભદ્રબાહસ્વામી પાસે પૂર્વજ્ઞાનને અભ્યાસ કર્યો હતે. એ જ શ્રીકૃલિભદ્રસૂરિએ આપત્તિકાળમાં મગધમાં રહીને જૈન સાહિત્યની અપૂર્વ સેવા કરી હતી. એમના સમયમાં મગધમાં પડેલા બારવણી દુકાળને કારણે જૈન આગમની કંઠસ્થ રાખવામાં આવતી પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ હતી. આથી આર્ય શ્રીસ્થલિભદ્રસૂંરિ, જેઓ એ પ્રદેશમાં એક માત્ર વિશિષ્ટ કૃતધર હતા, તેમણે જેન શમણુસંઘને એકઠો કરી આગમની વાચના એકત્રિત કરી અને ૧૧ અંગેને સુવ્યવસ્થિત કર્યા હતાં. આ વાચના જેન સાહિત્યમાં પહેલી પાટલીપુત્ર વાચના” તરીકે પ્રસિદ્ધ છે. આ આ કારણે નગરને “વિદ્યાતીર્થ” તરીકે ઓળખવી શકાય.
શ્રીસ્યુલિભદ્રસૂરિ ઇ. સ. પૂર્વે ૩૧૧ માં પાટલીપુત્રમાં સ્વર્ગસ્થ થયા એ પહેલાં આ વાચના થઈ હતી. આજે પણ એમનું સ્મારક ગુલબજાર બાગ (પટણા) સ્ટેશનની સામે કમલ હદ (કમલદ્ર)માં અરક્ષિત અવસ્થામાં મોજુદ છે.
કમલદીહમાં જે જેનમંદિર આવેલું છે તેને હુએનત્સાંગે “Heretics” નામથી બેંચ્યું છે. આ મંદિર શ્રીસ્થતિભદ્રના સ્મરણાર્થે બાંધવામાં આવેલું. શ્રીસ્થૂલિભદ્ર ભગવાન મહાવીરની સાતમી પાટે ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં થયા હતા. તેમના પિતા શકટાલ નંદ રાજાના મંત્રી હતા. આર્ય ટ્યૂલિભદ્ર અહીં સ્વર્ગસ્થ થયા હતા. એ સ્થળ આજે પાટલીગ્રામ પાસેના કમલદીથી ના માઈલના અંતરે પૂર્વ દિશામાં છે, જ્યાં ભગવાન બુદ્ધ આર્ય શૂલિભદ્રના સ્મારકચિત્ય આગળ ઊભા રહીને ઉપદેશ આપ્યા હતા.
નંદ રાજાઓમાંના એક રાજાએ પાંચ સૂપ બનાવી તેની નીચે પિતાની અઢળક લક્ષ્મી દાટી હતી; એમ. તિથ્થાગલીપયન્નાથી જણાય છે.
એ પછી મૌર્યકાળમાં સમ્રાટ સંપ્રતિના પ્રબોધક આર્ય સુહસ્તિસૂરિ અહીં પધાર્યા હતા અને અનેક મનુષ્યને જેનધર્મથી વાસિત કર્યા હતા. આર્ય સુહસ્તિસૂરિ પાટલિપુત્રથી વિહાર કરીને ઉજજેન, વિદિશા આદિમાં રહેલી જીવંતસ્વામી પ્રતિમાના દર્શનાર્થે ગયા હતા.
| વિક્રમની પહેલી શતાબ્દી લગભગમાં આર્ય વજીસ્વામી અહીં આવ્યા ત્યારે એમના રૂપ–લાવણ્યને જોઈ પાટલીપુત્રના ધનાઢય શ્રેણીની પુત્રી રૂક્ષ્મણીએ એમની સાથે લગ્ન કરવાની માગણી કરી હતી, પરંતુ આર્ય વજાસ્વામીએ એને પ્રબંધિત કરી જૈનધર્મની દીક્ષા આપી હતી. લગભગ એ જ સમયમાં આર્ય રક્ષિતસૂરિ, જેમણે નાનપણમાં અહીં રહીને ૧૪ વિદ્યાઓનું ગંભીર અધ્યયન કર્યું હતું, અને દીક્ષા લીધા પછી પણ અહીં આવ્યા હતા, તેમણે જૈન સાહિત્યને ધર્મકથાનુગ, ચરણકરણનુગ, દ્રવ્યાનુગ અને ગણિતાનુગ એ ચાર અનુયોગોમાં વિભક્ત કર્યું હતું.
વિકમની પહેલીથી લઈને ત્રીજી શતાબ્દીના વચગાળામાં થયેલા વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે પાટલીપુત્રમાં રહીને જ જેમાં સંસ્કૃત ભાષાના આદિ ગ્રંથ “તત્વાર્થસૂત્રની રચના કરી હતી.
એ પછી ૨-૩ સૈકામાં થયેલા અધ્યાનિવાસી શ્રીપાદલિપ્તસૂરિ પાટલીપુત્રમાં આવ્યા અને તેના રાજા મુકુંડના માથાને રેગ દૂર કર્યો હતો અને તેને જૈનધમી: બનાવ્યો હતો. ૧ -
અવાંતર પ્રમાણેથી જાણી શકાય છે કે, ગુપ્તના સમય સુધી આ નગર ની દષ્ટિએ ઉન્નત હોવું જોઈએ. . ૬.“નામ નિં ૩મ, ધ વોલવણ ૨ વરિલાનાં સો સદુમુહો, નમો નહિતરનિ | * * तदुवरमे सो पुणरवि पाडलपुत्ते समागओ विहिणा। संघेणं सुयविसया, चिंता कि कस्स अत्येति ॥
બrs gre, H ચળ સંઘડિયા રં સર્વ પ્રકારર્વ, riડું રહેવું વિચારું છે ”—ઉપદેશપદ. ૭. “ Tદુ પMિ વારિક વસિંહ મમi Rહ ત છે સિવિયTI પનર મુરમ્યાચાd is ” ' ' ''