SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પટણા ૨૫૮. પટણા (કાઠા નખર : ૪૩૪૨-૪૩૪૧ ) ૪૫ : આ આજે આપણે જેને પટણાના નામે એળખીએ છીએ તેનું પુરાણું નામ પાટલીપુત્ર હતું. મગધદેશની રાજધાનીનું આ નગર કૃણિક-અજાતશત્રુના પુત્ર ઉદાયીએ વસાવ્યું હતું એમ જૈન અનુશ્રુતિઓથી જણાય છે. વાયુપુરાણ હકીકતને ટેકા આપતાં કહે છે કે ઉદાયીએ પેાતાના રાજકાળના ચેાથા વર્ષે પાટલીપુત્ર વસાવ્યું. ઇતિહાસજ્ઞાની માન્યતા મુજબ વિ. સ. પૂર્વે ૪૪૪ માં ઉદાયી ગાદીએ આવ્યે હતા એટલે તેની આસપાસના સમયમાં પાટલીપુત્રની સ્થાપના કરવામાં આવી એમ માની શકાય. એક હકીકતે પાટલીવૃક્ષના નિમિત્તથી અને બીજી હકીકતે બૌદ્ધ ગ્રંથ · મહા-વર્ગના કથન મુજબ અજાતશત્રુએ સુનિદ્ધ અને વસ્તકાર નામના પ્રધાન મંત્રીઓ દ્વારા ઈ. સ. પૂર્વે ૪૮૦ માં પટણા વસાવ્યું અથવા કિલ્લા ધાન્યા. ઉદાયી રાજાની રાણીનું નામ પાટલી હતું એના કારણે નગરનું નામ પાટલીપુત્ર પડયું. અહી કુસુમ વિશેષ પ્રમાણમાં થતાં હાવાથી તેનું નામ કુસુમપુર પણ હતું. એ સિવાય પુષ્પપુર અને પુષ્પભદ્રને નામે પણ આ નગર એળખાતું હતું. આ નગરના વિસ્તાર માટે ઐતિહાસિક વિદ્વાનેના ભિન્ન ભિન્ન મત છે પરંતુ આ નગરને ૬૪ દરવાજા હતા, કિલ્લાને ૫૭૦ ખુરજ હતાં, એ કિલ્લાની આસપાસ ૩૦ હાથ ઊંડી અને ૬૦૦ હાથ પહેાળી ખાઈ હતી વગેરે હકીકતમાં સો એકમત છે. : રાજા ઉદયન ભગવાન મહાવીરના પથના પરમ અનુયાયી હતા. તેણે પાટલીપુત્ર વસાવ્યું ત્યારે ગજશાળા, અશ્વ શાળા, રાજમહેલ, ઔષધશાળા, પૌષધશાળા, સત્રશાળા અને નગરની મધ્યમાં શ્રીનેમિનાથ ભગવાનનું વિશાળ ચૈત્ય વગેરે અધાવ્યાં હતાં, એમ ‘• વિવિધતીર્થકલ્પ ’ના ઉલ્લેખથી જણાય છે ૪ પ્રાચીન એવા ‘આવશ્યક નિયુક્તિ ’ ગ્રંથમાં જણાવ્યું છે કે, ઉદયને પાટલીપુત્રમાં સુંદર ચૈત્ય બંધાવ્યું હતું.પ સને ૧૮૧૨ માં પાટલીપુત્રની પાસેથી ૨ મૂર્તિ મળી આવી હતી, જે કલકત્તાના ઇંડિયન મ્યુઝિયમમાં ભારદ્ભુત ગેલેરીમાં સુરક્ષિત છે. એ અને પર ડૉ. કાશીપ્રસાદ જાયસવાલે આ પ્રકારે લેખા વાંચ્યા હતા :— (૧) “ મળો અચો છોનિધિ સૈા ”—પૃથ્વીના સ્વામી અજ. ** (૨) “ સપ્તવતે ઇન્દિ સમ્રાટ યતિનન્તિ। ” ખીજું શ્રીજાયસવાલનું અનુમાન છે કે, પહેલી પ્રતિમા મહારાજ ઉદ્યયનની હોવી જોઈએ, કેમકે અજ એનુ નામ હતું. ‘ પટ્ટાવલી સમુચ્ચય 'માંથી ઉદયનનાં અજય, ઉદાસી, ઉદાયી એવાં નામેા મળે છે. એમના અનુમાનને સમર્થન કરતા અજય નામના અપભ્રંશ હોય કે પર્યાયવાચી અજ નામ હેાઈ શકે. ઈ. સ. પૂર્વે ૪૪૬માં સુનિવેષધારી વિનયરત્નના હાથે ઉયનનું મૃત્યુ થયું તેની સાથે જ શિશુન ગવંશને પણ અંત આવ્યે. ઉડ્ડયન પછી નંદા પાટલીપુત્રની ગાદીએ આવ્યા. વિંસેટ સ્મિથના કથન મુજબ નંદ રાજાએ બ્રાહ્મણુના દ્વેષી અને જૈનધર્મીના પ્રેમી હતા. વસ્તુત: નદીના સમયમાં જૈનધર્મ ના ખૂબ વિકાસ થયા હતા. આ નંદરાજાએ પૈકી એક રાજવી ૧. ૮ રવાથી યિતા તમાત, ત્રત્રાત્કમાં રૃપઃ । સર્વે: પુરવર મુખ્ય, વૃષ્ટિમાં ઘુમાયમ્ ।। વાયા સિને છે, નતુલૈંડરે રિતિ । ’—વાયુપુરાણુ ઉત્તરખ, અ. ૩૭, પૃ. ૧૭૧. पाटलादुः पवित्रोऽयं महामुनिकरोटिभूः । एकावतारोऽम्य मूलजीवचेति विशेषतः ॥ " ૨. ૩. રાન્ન ઉદયન પરમ જૈન હતા એટલા જ કારણે બૌદ્ધોએ તેનું નામ ન આપતાં અજાતત્રુનું નામ આપ્યું છે. વસ્તુતઃ અજાતત્રુએ તે ચંપાનગરી વસાવી હતી, એ સંબંધી ઉલ્લેખ અમે ચંપાપુરી ’ના વનમાં કર્યો છે. ૪. ́ વિવિધતી કલ્પ ’ પૃ. ૬૮ ५. " तं किर वियणगसंठियं णयरं गयराभिए उदाइणा चेइहरं कारावियं, एसा पाटलिपुत्तस्स उम्पत्ति ॥ ',
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy