________________
Yey
જૈન તીર્થ સર્વસંગ્રહ પાલવંશના પ્રથમ રાજવી ગોપાલે (ઈ. સ.૮૧૫-૬૦) આ સ્થળને ફરી વસાવી મગધનું પાટનગર બનાવ્યું. . તેણે અહીં એક બોદ્ધવિહાર બંધાવ્યે જેના કારણે આ નગર અને આખેયે પ્રાંત બિહાર નામે પ્રસિદ્ધિ પામ્યા. સમય જતાં ઉડપુર નામ લેકેની સ્મૃતિમાંથી ભુંસાઈ ગયું. લગભગ ૧૧-૧૨ મી સદીમાં થયેલા “નવધ મહાકાવ્યના રચયિતા શ્રીહર્ષ કવિએ આ વિહારના શ્રાવકેની અનુપમ ભક્તિને ઉપમાનદ્વારા સૂચિત કર્યું છે. આનું કારણ એ સમજાય છે કે, બિહારમાં અને તેની નજીકમાં જ આવેલા તુગીયા નગરમાં જેન સાધુઓ અને ગૃહસ્થની વસ્તી વિપુલ હતી એટલું જ નહિ તેઓ સમૃદ્ધ અને સત્તાસંપન્ન હેય એમ પણ પ્રાચીન વર્ણનથી જણાઈ આવે છે. તુંગીયા વિશે આગળ કહેવામાં આવશે; પરંતુ ૧૮મી સદીના તીર્થયાત્રી કવિઓએ તે બિહારને જ તુંગીયા નગર તરીકે ઓળખાવ્યું છે.
સં. ૧૨૫૬માં બસ્તારના પુત્ર મમ્મદે અડ્ડના રાજા ગોવિંદપાલને મારી આ નગરને ભંગ કર્યો હતે.
યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલીથી જણાય છે કે, વાચનાચાર્ય શ્રી રાજશેખરસૂરિ પિતાની શિષ્યમંડળી સાથે ઉદ્દડવિહાર અથવા વિહારમાં સં. ૧૩૫ર માં આવ્યા હતા. એ સમયે મહરિયાણ જાતિના જેને અહીં અધિક સંખ્યામાં હતા, તેમણે પિતાનું સ્વતંત્ર જૈન મંદિર અઠ્ઠ બંધાવ્યું હતું, જે આજે પણ મથિયાન મહાલલામાં જીર્ણ દશામાં વિદ્યમાન છે. પ્રતિમાલેખેથી જણાય છે કે, ૧૭-૧૮મી સદીમાં મહત્તિયાણ જેની અડી પ્રધાનતા હતી અને તેઓ સંપન્ન હતા.
સં. ૧૫૬માં અહીં મખ્વમશાહની કબર બનતાં આ નગરને બિહારશરીફ નામ આપવામાં આવ્યું. બિહારનાં ખંડિયેર આજે પણ આ શહેરના વાયવ્ય ખૂણામાં આવેલા પહાડ પર વિદ્યમાન છે.
આજે અહીં ૧૦૦ જેન વેતાંબર શ્રાવકેની વસ્તી છે. ગિડારશરીફ રેલ્વે સ્ટેશન નજીક ૧ જૈનધર્મશાળા, ૧ ઉપાશ્રય અને કુલ ૨ જૈન મંદિરો વિદ્યમાન છે.
લાલબાગમાં શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયક ઉપર સં. ૧૯૧૦ને લેખ છે. આ મંદિરમાં ૧ શ્રી આદિનાથની અને ૧ બુદ્ધ જેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ છે. પાષાણની કુલ ૧૧
અને ધાતુની ૧ પ્રતિમા છે. ૨. મથિયાન મહિલ્લામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી મંદિર જીર્ણદશામાં ઉભેલું છે. તેમાં પાષાણુની છ
અને ધાતુની ૧ પ્રતિમા છે. આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂરત છે. તુંગીયા:
ભગવતીસૂત્રથી જણાય છે કે, ભગવાન મહાવીર જ્યારે રાજગૃહના ઉદ્યાનમાં બિરાજતા હતા ત્યારે કાલિયપુત્ર આદિ ૫૦૦ પાન્ધસંતાનીય સ્થવિરો તંગીયાના પુષ્પવૃત્તિક ચેત્યમાં આવ્યા હતા. એ સમયે રાજગૃહના શ્રાવકે ધર્મશ્રવણ નિમિત્તે અહીં આવ્યા હતા અને તેમની સાથે ધર્મચર્ચા કરી હતી. એ વાતની ખબર ગોતમ ગણધરને જ્યારે તેઓ ભિક્ષા નિમિત્તે ફરવા નીકળ્યા ત્યારે જ પડી હતી. એ સમયે તંગીયાના જેન ગૃહસ્થ સમૃદ્ધ અને સત્તાસંપન્ન હોય એમ જણાય છે. ભગવાન મહાવીરના મેતાર્યા નામના ગણધર આ તંગિયાના નિવાસી હતા. “કલ્પસૂત્રમાં આવતા તંગિક નામે જૈન શ્રમણના ગણુના ઉલેખથી જણાય છે કે, આ નગર જૈન શ્રમણનું કેન્દ્ર રહ્યું હશે અને એ જોઈ પાસેના ઉદંડપરમાં બીઢોએ પિતાને અડ્ડો જમા હશે. ૧૮મી સદીના યાત્રીઓએ બિહારને જ તંગીયા બતાવ્યું છે. વસ્તુત: બિહારથી ૪ માઈલ દૂર તુંગી નામનું નાનું ગામ અત્યારે વિદ્યમાન છે તે જ પ્રાચીન ગીયાનું અવશેષ હોય એમ જણાય છે.
2. Nandolal Dey: The Geographical. Dictirionay of Ancient and Mediaeval India. '૨. નૈવધ મહાકાવ્ય': સર્ગઃ ૧, શ્લોકઃ ૭૧. . ૩. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’ પૃ.