________________
બિર. ' . : -
અes. ભદિલપુર
- દશમાં તીર્થકર ભગવાન શીતળનાથનાં ૪ કલ્યાણકોથી પવિત્ર બનેલું ભદિલપુર ભગવાન મહાવીરના સમયે મલયદેશની રાજધાનીનું નગર હતું. જૈન સ્ત્રમાં આ નગરના ઘણા ઉલ્લેખો મળી આવે છે, “આવશ્યક સૂત્રથી જણાય છે કે, ભગવાન મહાવીરસ્વામીએ છઘસ્થાવસ્થામાં એક ચતુર્માસ આ નગરમાં વીતાવ્યું હતું. " સં. ૧૭૫૦માં પં. શ્રીસૌભાગ્યવિજયજીએ રચેલી “તીર્થમાળામાં આ તીર્થ કયાં આવ્યું એ વિશે આ પ્રકારે જણાવ્યું છે:- . : " તિહાંથી સેલે કોસે જાંણો રે, ભદિલપુર છે, તારા પ્રસિદ્ધ રે,
T વિષમ મારગ છે વનખંડ કરી છે, સાથે પથદિખાઉ સિદ્ધ રે. ૬ આવ્યા ભદિલપુર ઉલટ ધરી રે, ગિરિ ચઢિયા દિન પૂજે ભાય રે
રાજાને આદેશ લેઈ કરી રે, ફરસ્યા પારસનાથના પાય રે. ૭ સફણામણી મૂરતિ પાસની રે, એક ગુફામાં એકમ રે
નિપટ સરોવર કમલ ફર્લો ભર્યો રે, નિર્મલ પાણી તાસ અવેલારે. ૮. પૂછને તે ગિરિથી ઊતરી રે, આવ્યા ગામ દતારે જે રે
જનમ થયે શીતલ જિનાને રે, ચાર કલ્યાણક હુઆ એથશે. ૯ આ અવતરણ ઉપરથી અઢારમા સૈકામાં ભદિલપુર કેવી સ્થિતિમાં હતું તેને ખ્યાલ આવે છે. કવિના કથન સુજબ ગયાથી ૧૬ કેસ દૂર દતારા ગામ જ પ્રાચીન ભઠ્ઠિલપુર છે. એ દતારા પાસેના. પહાડ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. પાસેની એક ગુફામાં એકલમલ શ્રી પાર્શ્વનાથની સફણાવાળી મૂર્તિ છે. તેની પાસે કમલ પુષ્પથી ભરેલું નિર્મળ સરોવર છે; એ પછી જ્યાં શીતલનાથ ભગવાનનાં ૪ કલ્યાણ થયાં એવા દવારા ગામમાં તેઓ આવ્યા.
આજે. પટણાથી લગભગ ૧૦૦ માઈલ અને ગયાથી મૈત્રાય દક્ષિણ દિશામાં ૨૮ માઈલ દૂર ગયા જિલ્લાનું હટવરિયા ગામ છે અને ત્યાંથી ૪-૫ માઈલ દૂર દંતારા નામનું ગામ છે. આ ગામે ભદ્દિલપુરનાં અવશે છે. દંતારાની પાસે જ કેલવા નામને પહાડ આવેલા છે. * * આ પહાડના ચડાવ ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ અને ગીચ ઝાડી વચ્ચે આવેલા મેદાનમાં આકાશલેચન” નામે એક તળાવ છે. આ તળાવ પાસે જ એક પાતાળ પાણી કુંડ છે, તેની પાસે જ એક શ્વેતાંબર જૈન મંદિર ખાલી ઊભું છે. તેમાં મૂર્તિઓ નથી. . અત્યારે આ તીર્થભૂમિ ઉપર ઊભા રહીને એ પ્રાચીન કાળના તીર્થના ગૌરવનું સમરણ માત્ર કરવાનું રહે છે.
૨૫૭. બિહાર
(કઠા નંબર :૪૩૪૦-૪૩૪૧) પ્રાચીન કાળના ઉડપુરનું નામ પાછળથી બિહાર અને તે પછી બિહારશરીફ નામે જાણીતું થયું. પ્રાચીન સમયના ઉપરનો ઉલ્લેખ જોન સત્રમાં અને મહાભારત” વગેરે ગ્રંથમાં કરે છે. પાલકાલીન એક બોદ્ધ સ્મૃતિ ઉપર ઉદંડષરને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એમ પણ કહેવાય છે કે, અહીં ઘણુ દંડી સાધુએ નિવાસ કરતા હતા તેથી આ નગર દંડપુર નામે પણ ઓળખાતું હતું.
– જૈન સુત્રથી જણાય છે કે, ગોશાલકે આ ઉદંડપુરના ચંદ્રાવતરણ ચૈત્યમાં અણેયકનું શરીર છેડી મલરામના શરીરમાં પ્રવેશ કરવાને ભગવાન મહાવીર સામે દાવો કર્યો હતો. એ પછી સમ્રાટ અશોકે ધર્મપ્રચાર અર્થે અહીંથી જ દર-સદર દેશમાં ઉપદેશક મેકલ્યા હતા. લગભગ ચેથી અને પાંચમી શતાબ્દીમાં આ સ્થળ સમૃદ્ધ હતું. અહીંના કળાકોશલ ખૂબ વખણાતું હતું. એ પછી આ નગરને નાશ થયે હતો. ૬ :. ".s ', ' ' . ' , ,