________________
૪૮ર
જૈન તીર્થ સર્વસંગ્રહ. વર્ણન આવે છે તેની મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને સંકલન કરીને પિતાને “પુરાતત્વનિબંધાવલી માં એતિહાસિકદષ્ટિએ વિશદ વર્ણન આપ્યું છે. તેમાંથી જેન અને બોદ્ધોના સંઘર્ષની હકીકતો પણ જાણવા મળે છે અને શ્રાવસ્તીને વિસ્તાર, તેના ચાર દરવાજા, રાજકારામ, અનાથપિંડકનું ઘર, વિશાખાનું ઘર, રાજમહેલ, કચેરી, મહાવીથી, ગંડમ્બરૂખ, પંચછિકહ, બ્રાહ્મણવાટક, સડકે, દાણુ લેવાની ચેકીઓ તેમજ જેતવન અને તેમાં આવેલ બુદ્ધવિહાર અને જેના તીર્થિકારામ વગેરે સ્થળો કયાં હોવાં જોઈએ એને નિર્ણય માનચિત્ર સાથે કરી બતાવ્યું છે.
એ વર્ણનમાંથી જણાય છે કે, અહીં ભગવાન મહાવીરને તીર્થિકારામ બનેલું હતું અને એ બંધાતાં ભગવાન બુદ્ધ વિરોધ કર્યો હતે. વળી, અહીં જેને ખૂબ ભેટે મલ્લિકારામ પણ હતા, તેમાં પોëપાદ સમયપ્રવાદક પરિવ્રાજક ૩૦૦૦ પરિવ્રાજકની મેટી પરિષદુ સાથે નિવાસ કરતા હતા. આ પિછુપાદ સંભવતઃ ભગવાન મહાવીરના હાથે દીક્ષિત થયેલા પુઠ્ઠિલાચાર્ય હોય એમ લાગે છે.
બૃહકલ્પસૂત્રથી જાણવા મળે છે કે, કેશલા( શ્રાવસ્તી)માં જીવંતસ્વામીની પ્રતિમા હતી અને તેની જૈન તીર્થ તરીકે ખ્યાતિ હતી.
આ બધી હકીક્તને ધ્યાનમાં લેતાં જણાય છે કે, એક કાળે શ્રાવસ્તીમાં જેનધર્મને વાવટે જળહળતા હતા. શ્રાવસ્તીમાં જૈનેની બહુલતા અને નગરીની એકતાનું પ્રમાણ આ ક્ષેક પૂરું પાડે છે –
“સુથારંચ શ્રાવતી, વિઘતે મુવિ વિશ્રુતા નારી ચપુરઃ રવનારી ન રીચણી ” એ પછી ભગવાન બુદ્ધ આ નગરીમાં પિતાને પ્રભાવ પાથરવા માંડ્યો એવું અનુમાન જૈન અને બૌદ્ધ ગ્રંથને જેતાં નીકળે છે. આ નગરીની પડતી કયારથી થવા માંડી એને ચોક્કસ સમય જાણી શકાય ન
. એને ચોક્કસ સમય જાણી શકાયું નથી પરંતુ પાંચમી શતાબ્દીન. ભારત પ્રવાસી ચીની યાત્રી ફાહિયાને આ નગરીને જે હાલતમાં નિહાળી હતી તેનું જે વર્ણન તે આપે છે એને સાર એ છે કે, અહીં પ્રસેનજિત નામે રાજા હતો. બોદ્ધો અને જેને વચ્ચે શાસ્ત્રાર્થ થયે હતે. શાસ્ત્રાર્થના સ્થાને ઊંચે બુદ્ધવિહાર હતે. એ બુદ્ધવિહારની છાયા પાસે આવેલા એક નાના જૈન મંદિર ઉપર પડતી હતી તેથી તે “છાયાગત* નામથી ઓળખાતું હતું. ધર્મશાળા અને યતિઓના આશ્રમે અહીં હતા, જેમાં સાધુઓના સંઘ રહેતા હતા.
સાતમી શતાબ્દીના ચીની પ્રવાસી હુએનત્સંગે આ નગરને વેરાન સ્થિતિમાં જોયું હતું. આ સ્થળને તે “જેતવન મનેસ્ટી તરીકે પિતાના વિવરણમાં નેધે છે.
એ પછી આ નગર સ્વરૂપે વહ્યું જેનું નામ “મંદિકાપુરી' પડયું હતું; એવું અહીંના ખોદકામમાંથી મળી આવેલા શિલાલેખથી જણાય છે. એ લેખમાંથી ઈ. સ. ૯૦૦ માં મેરધ્વજ-મયૂરદવજ, ઈ. સ. ૯૨૫ માં હંસવજ, ઈ. સ. ૯૫૦ માં મકરધ્વજ, ઈ. સ. ૯૭૫ માં સુધાનવજ, ઈ. સ. ૧૮ ૦૦ માં સુહરી દેવજ નામના રાજાઓ અહીં રાજ્ય કરી ગયાનું જણાય છે. ડે. બેનેટ આ રાજવંશને જેન હોવાનું જણાવે છે.'
આ નગરને “સહેતમહેત” એવું નામ ક્યારે મળ્યું એ જાણવામાં નથી. લેકે જેતવનના ખંડિયેરેને સહેત” અને શ્રાવસ્તીનાં ખંડિયેરને “મહેત” એવા નામથી ઓળખતા હતા. ચોદમાં સૈકામાં રચાયેલા “વિવિધતીર્થક૯૫ માં શ્રીજિનપ્રભસૂરિએ એમના સમયમાં આ નગરની સ્થિતિ કેવી હતી એનું વર્ણન કર્યું છે, એને સાર આ છે:–પ્રાચીન કાળની વસ્તી આજે “મહિઠ'ના નામે ઓળખાય છે. આજે પણ ગીચ ઝાડીવાળું અને કૃતિઓ, દેવકુલિકાઓ તેમજ વિશાળ કિલોથી ઘેરાયેલું મંદિર શેભી રહ્યું છે. તેની પાસે જ મોટી શાખાઓ અને પાંદડાઓની ઘટાથી ઘેઘુર લાલ વર્ણનું અશેક વૃક્ષ ઊભું છે.
આ મંદિરના દરવાજા મણિભદ્ર ચક્ષના પ્રભાવથી સૂર્ય આથમતાં બંધ થતા અને સવારમાં સૂર્યના ઊગવા સાથે સ્વયં ઘડી જંતા.
1. W. C. Bennet-Note connected with Sahetmahet-Indian Antiquary. Vol. 2.