________________
- ૪૯૦
જૈન તીર્થ સર્વસંગ્રહ - આટલા વર્ણન ઉપરથી પણ અષ્ટાપદની મહત્તાને ખ્યાલ આવે છે. ભગવાન મહાવીરસ્વામીના સમયે પણ લેકમાં આ તીર્થ અગમ્ય હતું એમ ઉપર્યુક્ત હકીક્તથી જણાય છે.
જૈન શાસ્ત્રોમાં આ તીર્થને મહિમા ખૂબ ગવાતે જોઈને ભક્તોએ “અષ્ટાપદાવતાર' નામનાં તીર્થોની રચના કરેલી છે. “કુવળયમાલા”ની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે, જાલેરના સુવર્ણગિરિ ઉપર “અષ્ટાપદ”નું ચિત્ય હતું. જે આજે ચૌમુખના મંદિર તરીકે રૂપાંતરિત થયેલું મનાય છે. ગિરનાર, શત્રુંજય, આબુ, રાણકપુર વગેરે તીર્થોમાં અષ્ટાપદની રચનાઓ કરેલી છે. સુલતાનગંજ પાસેની ગંગા નદીના મધ્ય ભાગમાં એક અષ્ટાપદાવતારની રચના કરવામાં આવી હતી પરંતુ દુર્ભાગ્યે એ તીર્થ પણ આજે તે જૈનેતરના કબજામાં છે.
આટલા વર્ણન સિવાય અષ્ટાપદ તીર્થને જોવા-જાણવાનું આપણી પાસે કંઈ જ સાધન નથી. ગ્રંશે એવી માહિતી પણ આપે છે કે, બદ્રી પાર્શ્વનાથ, કેદાર પાર્શ્વનાથ, વિમળનાથ, માનસરોવર આદિ તીર્થો હિમાલયનાં શિખરેમાં હતાં. એ તીર્થો પણ આજે તે અગમ્ય છે. કેશાંબી :
જેન સૂત્રોમાં કોસાંબને ઉલ્લેખ મળે છે એ મુજબ છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુસ્વામીનાં ૪ કલયાણુકેની આ ભૂમિ મનાય છે. “આવશ્યકસૂત્રમાં નોંધ છે કે, કોશાંબી યમુનાના કાંઠે હતી.
ગંગા નદીએ જ્યારે હસ્તિનાપુરને નાશ કર્યો ત્યારે રાજા પરીક્ષિતના ઉત્તરાધિકારીઓએ કૌશાંબીને પિતાની રાજધાની બનાવી હતી. વત્સદેશની મુખ્ય નગરી બનવાનું એને સૌભાગ્ય વર્યું હતું.
ભગવાન મહાવીર સ્વામી અહીં અનેકવાર પધાર્યા હતા. તેમની પ્રથમ શિષ્યા ચંદનબાળાને ભગવાને અહીં દીક્ષા આપી હતી. રાણી મૃગાવતીએ પણ અહીં ભગવાન પાસે દીક્ષા લીધી હતી. એ દીક્ષા અગાઉ અહીં એક વિચિત્ર ઘટના બની ચૂકી હતી.
ભગવાન મહાવીરના સમયે અહીને રાજા શતાનીક હતું. તેને મૃગાવતી નામની રાણી હતી. એના સૌદર્યનાં વખાણ સાંભળી ઉજજૈનના રાજવી ચંડપ્રદ્યોતે તેને મેળવવા માટે કોસાંબી ઉપર ચડાઈ કરી. શતાનીકનું અતિસારથી મૃત્યુ થતાં શીલવતી મૃગાવતીને યુક્તિ વાપર્યા વિના છૂટકે ન રહ્યો. ચંડપ્રદ્યોતને મૂર્ખ બનાવવા મૃગાવતીએ જે કહેણ મોકલ્યું એ મુજબ ચંડપ્રદ્યોતે ઉજૈનીને કિલે પડાવી નાખી કૌશાંબી કિલે બંધાવી આપે. એ પછી મૃગાવતીએ પિતાના પુત્ર ઉદયનને રાજગાદી ઉપર બેસાડી ભગવાન પાસે દીક્ષા લીધી હતી.
એ પછી ચંડપ્રદ્યોત ઉદયનને ઉજજેની લઈ ગયે. ગંધર્વવિદ્યામાં કુશળ ઉદયનને ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાને સંગીત શીખવવાનું કામ ઍપવામાં આવ્યું. ઉદયનને પોતાના વેરને બદલે લેવાની તક મળી જતાં વાસવદત્તાને ઉજજૈનીમાંથી ભરબજારે તે ઉપાડી જઈ કૌશાંબી લઈ ગયે ત્યારે જ ચંડપ્રદ્યોતના હાથ હેઠે પડયા.
શ્રી આર્ય સુહસ્તિસૂરિ અને આર્ય મહાગિરિ આ નગરમાં પધાર્યા હતા. ચીની યાત્રી ફાહિયાનના સમયમાં આ નગર ધ્વસ્ત હાલતમાં હતું
શ્રી હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' (પર્વ: ૧૦, સર્ગઃ ૧૧, શ્લોકઃ ૨૫૮)માં જણાવ્યું છે કે, ઉજજેનીથી કોસાંબી ૧૦૦ એજન દૂર છે. - ચૌદમી સદીમાં કૌશાંબીની સ્થિતિને ખ્યાલ આપતાં શ્રીજિનપ્રભસૂરિ પિતાના “વિવિધતીર્થકલ્પ'માં નેધ આપે છે એ મુજબ: અહીં પ્રાચીન કિલે (ચંડપ્રદ્યોતે બંધાવી આપેલ ) વિદ્યમાન છે. આ નગરી યમુનાના કિનારે વસેલી છે. અહીં કેસુડાંની ગીચ ઝાડી અને બગીચાઓ ઘણું છે. આ નગરી પાસે ધનવૃષ્ટિ થયેલી તે “વસુહાર’ નામનું ગામ છે, ભગવાન મહાવીર સ્વામીના અભિગ્રહના પારણના (જેઠ સુદિ ૧૦ના) દિવસે અહીંના લેકમાં ધર્મક્રિયા વિશેષ પ્રમાણમાં થાય છે. અહીંના મંદિરમાં મનહર જિનમૂર્તિઓ છે. શ્રી પદ્મપ્રભ ભગવાનના મંદિરમાં ભગવાન મહાવીરને પારણું કરાવતા પ્રસંગની ચંદનબાળાની આબેહબ મૂર્તિ પણ વિરાજમાન છે. ૧
૧. “બ જ મજા કરાવળમifપડિબા જંકારામુની શર-વિવિધતીર્થકલ્પ, પૃ. ૨૩, પંક્તિ ૨૪.