________________
ઇંડેલ
અયોધ્યા
લગભગ ૧૬ મા સૈકા અને તે પછી અહીં આવેલા યાત્રીઓએ કોશાબીન તીર્થની સ્થિતિને ખ્યાલ પિતાપિતાની રચિત તીર્થમાળાઓમાં આપે છે એ મુજબ: સં. ૧૫૫૬ લગભગમાં પં. હંસલેમ અહીં આવ્યા ત્યારે અહીંના મંદિરમાં
૪ જિનમતિઓ હતી. સં. ૧૬૬૧ લગભગમાં શ્રીવિજયસાગર અને સં. ૧૬૬૪ લગભગમાં શ્રીજયવિજય ગણિ* આવ્યા ત્યારે અહીં ૨ જિનાલયે વિદ્યમાન હતાં એમ જણાવ્યું છે. પરંતુ સં. ૧૭૪૭ લગભગમાં આવેલા પં. સૌભાગ્યવિજયજીએ અહીં માત્ર ૧ જીણું જિનાલય હેવાનું જણાવ્યું છે.'
આ નેધ ઉપરથી જણાય છે કે, અઢારમા સૈકાના ઉત્તરાર્ધ સુધીમાં અહીંનાં બે દેવળે પૈકીનું જે એક બચી રહ્યું હતું તે પણ જીર્ણ બની ચૂક્યું હતું
ઉપર્યુક્ત યાત્રીઓએ કૌશાંબી માર્ગને વિહારક્રમ આવે છે એ પણ અહીં નોંધવા જેવો છે. એમાંથી આપણને પ્રાચીન કૌશાંબી કયાં આવી તેને પત્તો મળી શકે એમ છે. - સં. ૧૮૬૧ માં તીર્થમાળાની રચના કરનાર પં. વિજયસાગરે પિતાને વિહારક્રમ આ રીતે મેળે છે – આગરાથી યમુનાની પાર ૨ જિનમંદિરે છે. ત્યાંથી ૧૨ કેસ દૂર પીરેજાબાદમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર, છે. ત્યાંથી ૧૫૦ કેસ દર સાહિજાદાપુરમાં જિનમંદિર છે. ત્યાંથી ૩ ગાઉ દૂર મઉ ગામમાં ૧ જૂનું દેરાસર છે. અહીં ચંદનબાલાને કેવળજ્ઞાન ઉપજયું હતું. ત્યાંથી ૯ કેસ દુર યમુનાના તીરે કૌશાંબી નગરી છે. ત્યાં ૨ જિનમંદિર અને ખમણુવસહી છે. . સં. ૧૬૬૪માં તીર્થમાળાની રચના કરનાર પં. શ્રીજયવિજયજી પિતાને વિહારકમ આ રીતે આપે છે – શૌરીપુરથી ૧૧૫ કેસ દૂર સાહિજાદપુરમાં ૫ જિનમંદિર છે. ત્યાંથી ૩ કેસ દૂર આવેલા મઉ ગામમાં ભગવાન મહાવીરનું મંદિર છે. ત્યાંથી ૫ કેસ દૂર કોશાંબી નગરી છે. ત્યાં ૨ જિનમંદિર, શ્રી પદ્મપ્રભુસ્વામીનાં પગલાં, અને ચંદનબાળાએ ભગવાનને બાકુલા વહરાવ્યાં એની યાદમાં રચાયેલ બાકુલાવિહાર છે. અને મંદિરમાં કુલ ૧૪ જિનબિંબ છે. પાસે ધન્ના-શાલિભદ્રનું સરેવર છે. ,
પં. સૌભાગ્યવિજયજી સં. ૧૭૭૬ માં આગરાથી વિહાર કરી યમુનાની પાર તપાગચ્છીય પિકાળમાં આવ્યા ત્યાં દેરાસરાને વંદન કરી પીરેજાબાદ, ત્યાંથી દક્ષિણમાં ૧ ગાઉ દૂર ચંદવાડીમાં આવ્યા અને ચંદ્રપ્રભુની સફટિક મૂતિનાં દર્શન કરી પાછા પીરોજાબાદ આવ્યા. ત્યાંથી ૬ કેસ દૂર આવેલા સકુરાબાદમાં શ્રાવકના ધવલપ્રાસાદે હતા, ત્યાંથી કેરટા, જિહાંનાબાદ, કડા, મણિકપુર, દાસનગર, અને સાહિજાદાપુર આવ્યા ત્યારે ત્યાં શ્રાવકે હતા. આ ગામમાં જે પખાળ હતી તેની કઈ મુમતીએ મસીદ બનાવી દીધી હતી. આ સાહિજાદાપુરથી ૩ કેસ દૂર મઉઆ ગામ છે. અહીં ર જતાં જિનમંદિરે હતાં, જ્યાં મૃગાવતી અને ચંદનબાલાને કેવળજ્ઞાન ઉપર્યું હતું. અહીંથી ૯ કેસ દૂર કોશાંબી નગરી આવેલી છે. અહીં જીર્ણ થઈ ગયેલું જિનમંદિર અને ચંદનબાળાની પ્રતિમા છે.
. . અત્યારે અલ્લાહાબાદ જિલ્લામાં માન જહાનપુર તહેસીલમાં યમુના નદીના ડાબા કિનારે આવેલા જહાનપુરથી દક્ષિણમાં ૧૨ માઈલ દૂર અને અલાહાબાદથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૧ માઈલ દૂર કેસમ ઈનામ અને કસમ ખીરાજ નામનાં ૨ ગામડાં છે તે જ પ્રાચીન કૌશાંબીનાં અવશેષે છે. આ ભૂમિને આજે “કેસંગપાળી' કહે છે. અહીંથી ૪. માઈલ દૂર પસાનું ગામ અને પહાડ છે. - કૌશાંબીના ખંડિયેરમાંથી એક પ્રાચીન આયોગપટ્ટ મળી આવ્યે હતું, જે અલ્લાહાબાદના ઈતિહાસક્સ ડે વામનદાસ બસુને ત્યાંની સંગ્રહશાળામાં કેટલાંક પુરાણ અવશેમાંથી જાણવા મળે છે, તેના ઉપર આ પ્રકારે લેખ વાંચવામાં આવ્યું છે –
૨. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહઃ ” પૃષ્ઠ ૧૪. ૩. એજનઃ પૂઃ ૨-૩. ૪. એજનઃ પૃટઃ ૨૩-૨૪. ૫. એજનઃ પૃદઃ ૭૫. ૬. એજનઃ પૃષ્ઠઃ ૨-૩. છે. એજનઃ પૃષ્ઠ: ૭૪-૭૫.