________________
ક
જીગર | ગુફાની અંદરની ભીંતેમાં નાના નાના ઘણા લેખે કોતરેલા છે પરંતુ બધાયે લગભગ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાતા નથી. માત્ર દરવાજામાં પેસતાં જ બહારની બાજુએ જમણી તરફની ભીંત ઉપર બે લીટીને એક લેખ કતરેલે આ પ્રકારે વાંચવામાં આવે છે – " निर्वालाभाय तपस्वियोग्ये शुभगुहेर्हत्प्रति]माप्रतिष्ठे । आचार्यरत्नं मुनिवरदेवः विमुक्तयेकारयद् दीर्घतेजाः ॥"
આ ગુફાને જનરલ કનિંઘહામે “સત્તપન્ની હેલના નામે ઓળખી હતી, જેમાં ગોતમ બુદ્ધના નિર્વાણ બાદ મહાકાશ્યપના પ્રમુખપણા હેઠળ બોદ્ધધર્મના ધાર્મિક ગ્રંથ વગેરે એકઠા કરવા માટે બોદ્ધ ભિક્ષઓની પરિષદ બોલાવવામાં આવી હતી. મિ. બેગલરે એ મતથી જુદા પડીને આ ગુફાને ગોતમ બુદ્ધ અને આનંદના મિલન–સ્થળ તરીકે ઓળખાવી હતી.
પરંતુ ઉપરની બે લીટીનો લેખ આ બંને વિદ્વાનોના મતને છેટે ઠરાવે છે અને સાબિતી આપે છે કે, આ શકાનો સંબંધ ધર્મ સાથે બિલકુલ નથી, પરંતુ જેનધર્મની સાથે જ છે. કારણ કે શિલાલેખન સ્પણ પરા છે કે ઉરદેવ નામના જૈન સનિએ આ ગુફામાંની જેમ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. વળી, “અત્ ” અને “મુનિ ” એ અને શબ્દ જૈનધર્મના દ્યોતક છે, કારણ કે બૌદ્ધધર્મના સાધુઓ માટે “ભિક્ષુ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ગુફા ઈસ્વીસનના પહેલા અથવા બીજા સૈકાની છે. વળી, આ ગુફાની બરાબર જોડે જ ઉપરના છતના ભાગથી નાશ પામેલી બીજી જૈન ગુફા છે, જેની ભીંત પર કતરેલી પાંચ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ એ વાતની સાક્ષી આપે છે.
પ. વૈભારગિરિ : વૈભારગિરિ ઉપર ચડવાના બે માગે છે. એક તે સેનભંડાર પાસે થઈને અને બીજો બ્રહ્મકુંડની ઉપરથી છે.
પહેલો માર્ગ કઠણ છે; રસ્તે સારો છે. પહાડની પાછળ શ્રેણિક રાજાને ભંડાર–સેનભંડાર તથા રોહિણિયા ચેરની ગુફા છે. આ પહાડં અનેક દૃષ્ટિએ વિશિષ્ટ ગણાય છે. ગરમ પાણીના બ્રહ્મકુંડ અને બીજા કુંડ આ પહાડની તળેટીમાં છે. ભગવાન મહાવીરના ૧૧ ગણધરો આ ગિરિ ઉપર નિર્વાણ પામ્યા હતા. “જ્ઞાતાસૂત્રમાં વણિત નંદ મણિયારની વાવ, વીર પિલાળ, જરાસંધને કિલ્લે, શ્રેણિકને ભંડાર, પાલી લિપિને શિલાલેખ વગેરે એતિહાસિક સ્થળે આ ગિરિ ઉપર છે.
શ્રીજિનપ્રભસૂરિએ રચેલા “વિવિધતીર્થકલ્પ'માં “વૈભારગિરિકલ્પ, જે સં. ૧૩૬૪ માં તેમણે રચે છે, તેમાં આ ગિરિનું વર્ણન કરેલું છે. એ પછી સં. ૧૫૯૫ માં શ્રીહંસતેમ આ ગિરિ ઉપર ૨૪, સ. ૧૬૬૪ માં શ્રીજયવિજ્યજી ૨૫, સં. ૧૭૫૦ માં શ્રીસોભાગ્યવિજયજી પર જિનાલયે હોવાનું કહે છે. આ યાત્રી કવિઓ પૈકી શ્રીહંસોમ પિતાની “તીર્થમાળામાં આ ગિરિ વિશે સુંદર વર્ણન કરતાં કહે છે –
રાહ પર નયણે દીક, તતખિણ હીઅાઈ અમી પછઉં, પૂરવ પુણ્ય સંભાર; ચઉદ કંડ ઉહવઈ જલ ભરીઆ, અંગ પખાલી પાજઈ ચઢી, પહતી ગિરિ વૈભાર. તે ઉપરી ચોવીશ પ્રાસાદ, દેવલોઢું મડઈ વાદ, દેહરી 'ઝાકઝમાલ; મૂળનાયક મુનિસુવ્રતસ્વામી, દરિસણ ભવિઆ આણંદ પામી, પૂજ રચાઈ સુવિશાળ. સઘળે દેહરે સાતસઈદેવ, સુર નર કિન્નર સાઠ સેવ, આગલિ મોટી ઇંગ; અા કેસ તે ઊંચી સુણઈ ઈગ્યારઈ ગણધર તિહાં થઇ, વાંદી જઈ ઘરી રેગ. રહણીયાની ગુફા જવ દીઠી, પુસ્તક વાત હુઈ જવ મીઠી, અઠ્ઠોતેરસે બાર
જાત્રા કરી સારિયા સવિ કામ, આગલિધના શાલિભદ્ર કામ, કાઉસગયા બહુ સારી આજે આ ગિરિ ઉપર ૪ જિનમંદિરે મોજુદ છે. ૧. ગિરિ ઉપર ચડતાં જે એક પૂર્વાભિમુખ શિખરબંધી દેરાસરમાં શ્રી શાંતિનાથ તથા શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ પાષાણ નિર્મિત પાદુકા જોડ છે.
પર
: