________________
દર
જૈન તીર્થ સર્વસંગ્રહ . (૧) આ દેરાસરથી આગળ જતાં જમણા હાથે એક દિગંબર જૈન મંદિર છે. મંદિરમાં મૂળનાયકના સ્થાને પાષાણની પ્રાચીન વીશી છે. ગભારામાં ડાબી બાજુના ગોખલામાં શ્યામ પાષાણુની વીસમા તીર્થકર શ્રીમહાવીરસ્વામીની ગુપ્તેન્દ્રિય પ્રતિમા છે. આ પ્રતિમાની નીચે લેખમાં આ પ્રકારે અક્ષરે કોતરેલા છે -
. “ગ્રીવાદેવઃ | શ્રીપુન ઘનવ...... " (૨) ઉપર્યુક્ત મૂર્તિની બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પાષાણ નિર્મિત ગુપ્તેન્દ્રિય પ્રતિમા છે. . (૩) ઉપર્યુક્ત મૂર્તિની સામે જ શ્રી મહાવીરસ્વામીની ગુપ્તેન્દ્રિય પ્રતિમા નાસિકાથી ખંડિત થયેલી છે. આ મૂર્તિની પલાંઠી નીચે ધર્મચકના સ્થાને સિંહની આકૃતિ અને તેની બંને બાજુએ પણ એકેક સિંહ કતરેલા છે. ચક્ષચક્ષિણ જે સ્થળે કરવામાં આવે છે તે સ્થળે ધર્મચક્ર દર્શાવ્યું છે.
(૪) ગભારાની બહાર શ્યામ પાષાણુની સરસ્વતીની અતિસુંદર મૂર્તિ મુખના ભાગમાં ખંડિત થયેલી છે. ૨. ઉપર્યુક્ત દિગંબર મંદિરથી આગળ જતાં એક ઘૂમટબંધી દેરાસરમાં શ્રી ઋષભદેવ, શ્રી નેમિનાથ, શ્રીશાંતિનાથ અને
શ્રી પાર્શ્વનાથની ભૂરા પાષાણની અને બાકીની ત્રણ શ્યામ પાષાણની પાદુકાઓ છે. ૩. ઉપર્યુક્ત દેરાસરથી આગળ અને સૌથી છેલ્લું પર્વતની ટોચ ઉપર મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘૂમટબંધી
મંદિર છે. આ મંદિરમાં ૨ પાષાણની પ્રતિમાઓ છે અને ૧૧ ગણધરેની ચરણપાદુકાઓ તથા એક દાદાજીની પાદુકા મળીને કુલ ૧૨ પગલાં જેડી છે.
આ મંદિરની બાજુમાં જ ભારત સરકારના પુરાતન સંધનખાતાએ ખેદકામ કરાવેલું, તેમાંથી ગુમકાલીન ઈટેનું મંદિર અને કેટલીક પ્રાચીન જિનપ્રતિમાઓ મળી આવી છે, જેમાંની કેટલીક મૂર્તિઓ તે મૂર્તિવિધાનશાસ્ત્રની દષ્ટિએ મહત્ત્વની છે. આ મૂર્તિઓ પૈકી કેટલીક મૂર્તિઓનું વર્ણન. આ પ્રકારે છે–
૧. ગોખલામાં કાળા પથ્થરમાં કેટલી એક વૃક્ષની આકૃતિની મધ્યમાં પદ્માસનસ્થ જિનમૂતિ કોતરેલી છે. વૃક્ષના થડમાં બે હાથવાળે યક્ષરાજ તથા બે હાથવાળી યક્ષિણી અંબિકાદેવીની મૂર્તિ કેતરેલી છે. ચક્ષિણના જમણ હાથમાં ફુલ તથા ડાબા હાથમાં પકડેલું બાળક ખોળામાં બેસાડેલું છે.
૨. શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા અધૂરી ઘડેલી છે.
૩. શ્રી પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમા છે, જેના મસ્તક ઉપર નાગરાજ ધરણેન્દ્ર સાત ફણઓ વિકુવી છે. આ પ્રતિમાને એટલા જ માપના ઈટના ગોખલામાં રાખેલી છે.
૪. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બંને બાજુએ નાગરાજનાં ગૂંચળાં કતરેલાં છે. ૫. એક કત્સર્ગસ્થ જિનપ્રતિમા છે.
૬. એક સુંદર રીતે ઘડેલી પ્રતિમા છે, જેમના મુખને ભાગ નાશ પામે છે અને છાતીના પાષાણને કેટલાક ભાગ ખરવઈ ગયેલ છે. આ પ્રતિમાના બંને પગના તળિયામાં શિલ્પીએ ચકનાં ચિહુને કોતરેલાં છે.
૭. લગભગ નવમા-દશમાં સૈકાની દેવનાગરી લિપિમાં કોતરેલા લેખવાળી શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિમા છે. મધ્યના મંદિરનાં શિ:
૮. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની સુંદર પ્રતિમા છે. તેમની નીચે પલાંઠીના મધ્યમાં ધર્મચક કોતરેલું છે. તેની બાજુમાં બાળક સાથે માતા સૂતેલાં છે; જે એમ માનવાને કારણ આપે છે કે, પ્રભુના જન્મકલ્યાણકની સ્થાપના આ પ્રતિમામાં દર્શાવવામાં આવી હશે. પ્રભુની પાછળ રૂપના કઠેરાની આકૃતિ છે. મૂર્તિવિધાનશાસ્ત્રની દષ્ટિએ આ મૂર્તિ ખાસ નંધપાત્ર છે.