SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ રાજેગિર ૪૫૯ બંને બાજુએ ઈ દ્રો વિદ્યમાન છે. પબાસનમાં બંને તરફ સિંહની આકૃતિની પાસે ચિત્યવંદન કરતા સ્ત્રી-પુરુષનું યુગલ બતાવવામાં આવ્યું છે. સિંહાસન ઉપર-“રેવયમોજું ..વિ ' એવા અક્ષરે ઉત્કીર્ણ છે. આ લેખની લિપિ લગભગ આઠમા-નવમા સૈકાની પ્રતીત થાય છે. (૩) બહારની દક્ષિણ દિશાની દેવકુલિકામાં ચામપાષાણની શીષભદેવ પ્રભુની ૧ફૂટ ઊંચી અતિસુંદર મૂર્તિ છે, પદ્માસનસ્થ પ્રભુના ખભા ઉપર લટકતી કેશવાળી બતાવવામાં આવી છે. બંને પડખે ઈદ્રોની આકૃતિઓ છે. પ્રભુની ખડીઓ કતરેલી છે. બેઠકમાં એક તરફ સિંહ અને બીજી તરફ ભક્ત સ્ત્રી ચૈત્યવંદન કરતી બતાવેલી છે. બેઠકની નીચેના ભાગમાં વચ્ચે ધર્મચક્ર અને તેની બંને તરફ વૃષભની આકૃતિઓ ઉત્કીર્ણ છે. પ્રભુના પાછળના ભાગમાં તૃપના કઠેરાની આકૃતિ કતરેલી છે અને તેના ઉપર છત્રત્રય બતાવેલાં છે. ઉપરના ભાગમાં બંને -તરફ અદશ્ય દેવે દુંદુભિ વગાડતા હોય એવી રજૂઆત કરેલી છે. (૪) પશ્ચિમ દિશાની દેવકુલિકામાં શ્રીઅભિનંદન સ્વામીની શ્યામ પાષાણની અતિ પ્રાચીન પ્રતિમા ૧ ફૂટ ઊંચી છે. પ્રભુની પલાંઠીમાં શિલ્પીએ કમળની સુંદર પાંખડીઓ કોતરેલી છે. - (૫) ઉત્તર દિશાની દેવકુલિકામાં શ્રી શાંતિનાથ પ્રભુની પદ્માસનસ્થ સુંદર જિનભૂતિ ૧ ફૂટ ઊંચી છે. શ્યામ પાષાણુની આ પ્રતિમાની બેઠકમાં કમળની સુંદર છ પાંખડીઓ કતરેલી છે. પાંખડીઓની નીચે મધ્યમાં ધર્મચક અને તેની બંને -બાજુએ ઉર્વસુખી હરણયુગલની આકૃતિઓ છે. હરણની બાજુમાં એકેક સિંહની આકૃતિ છે. પ્રભુની બંને પડખે ચામરધર પરિચારક ઊભેલા છે. પ્રભુની ગરદનની પાછળ ભામંડલ મને મસ્તક ઉપર ત્રણ છત્ર કતરેલાં છે. છત્રની બંને બાજુએ હાથમાં ફૂળમાળા સાથે બે ગંધ અંતરિક્ષમાંથી અવતરણ કરતા હોય એવી આકૃતિઓ બતાવી છે. ડાબી તરફના ગંધર્વની આકૃતિ નાશ પામેલી છે. પ્રભુની નાસિકા પણ ખંડિત થયેલી છે. (૬) દક્ષિણ દિશાની દેવકુલિકામાં શ્રીષભદેવની શ્યામ પાષાણની પદ્માસનસ્થ જિનમૂર્તિ ૧ ફૂટ ઊંચી બિરાજમાન છે. પ્રતિમાની પાછળના ભાગમાં સ્તૂપના કઠેરાની આકૃતિ કેતરેલી છે. પલાંઠીને નીચે મધ્યમાં ધર્મચક્ર અને બંને -ખાજીએ બળદની આકૃતિઓ છે, ધર્મચક્રની જમણી તરફૅ બે હાથ જોડીને બેઠેલી એક આકૃતિ કેતરેલો છે. આ આકૃતિ ઘણું કરીને મૂર્તિ ભરાવનાર ભક્ત શ્રાવકની હશે એવું અનુમાન છે. . આ પ્રમાણે છ કળામય મૂર્તિઓ લગભગ આઠમા-નવમા સિકામાં બનેલી હોવી જોઈએ, જે આ પર્વત પરના Aવેતાંબર મંદિરમાં જ વિદ્યમાન છે; એ જ આ સ્થાનની પ્રાચીનતાને પરાવે છે. અહીં ઈટથી બનાવેલા પ્રાચીન જિનાલયનું ખંડિયેર ઊભું છે. ૪. સ્વર્ણગિરિઃ ઉદયગિરિની પાસેથી સુવર્ણગિરિ નામક પહાડ પર જવાય છે. પહાડને ચડાવ લાંબે છતાં સરળ છે, તળેટીમાં -સપ્તધારાને ગરમ પાણીના કુંડ છે, ત્યાંથી પહાડ પર લગભગ ૧ માઈલ દૂર ચાલવું પડે છે. સં. ૧૯૫૭માં શ્રી જયકીર્તિએ કરેલા વર્ણન મુજબ અહીં ૬, સં. ૧૬૬૪માં શ્રીજયવિજયે ૫ જિનાલમાં ૨૦ બિબ, સં. ૧૭૫૦માં કવિ સૌભાગ્યવિજયે ૧૬ જિનાલયે હેવાની નેંધ લીધી છે. હાલમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું પૂર્વાભિમુખ તાંબરીય મંદિર છે. મંદિરમાં મૂળનાયકની સપરિકર શ્યામવી પ્રતિમાની બેઠકમાં નીચે બને છેડા ઉપર પ્રતિમા ભરાવનાર દંપતી ચૈત્યવંદનની મુદ્રામાં અવસ્થિત બતાવ્યાં છે. મધ્યમાં બે સિંહોની વચ્ચે વૃષભ લાંછન કરેલું છે. પ્રભુના બંને પડખે બે ચામરધારીઓ અને તેના ઉપર પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ અંકિત છે, પરિકરમાં બંને તરફ બજારૂઢ વ્યક્તિઓ હાથમાં કળશ રાખીને પ્રભુને અભિષેક કરાવી રહી હોય એવી આકૃતિએ કરેલી છે. આ પ્રતિમા ઉપર સં. ૧૫૨૪ને લેખ આ પ્રકારે ઉત્કીર્ણ છે – "संवत् १५०४ [व] फागण सुदि ९ दिने महतियाणिवाशे जाहडंगोत्रे सं० देवं(२)राजपुत्र सं०पीमराजपुत्र सं० सिवराजेन ।
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy