________________
૫૮
જૈન તીર્થ સર્વસંગ્રહ: અહીં કેટલીક દેરીઓ આજે વિદ્યમાન છે તેમાં અઈમુત્તાની ખાલી દેરી છે.
એ પછી પથ્થરમાં કેટલા કમલપત્ર પર પધરાવેલી શ્રીવીર પ્રભુની પાદુકાની દેરી છે. આ પાદુકા ભગવાને ૧૪ ચતુર્માસ ગાળ્યાના સ્મારકરૂપે હશે એવું અનુમાન છે.
પર્વત ઉપર એક ઉત્તરાભિમુખ શ્રી મુનિસુવ્રતસ્વામીનું શ્વેતાંબર મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની એક માત્ર, પાષાણુની પ્રતિમા છે. એ સિવાય અતિમુક્તક મુનિની સં. ૧૮૪૮માં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ છે. આ મૂર્તિ ખરવઈ ગઈ છે, તેમના જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ [ઓ] અને શરીરે ચળપટ્ટાની નિશાનીઓ જોવાય છે. ૨. રત્નગિરિ
વિપુલગિરિ પહાડના જોડાણમાં રત્નગિરિ પહાડ પર જવાય છે. આ પહાડ પર કવિ જયકીર્તિએ કરેલા વર્ણન. અજબ શ્રીષભ જિનાલય વિદ્યમાન હતું. સં. ૧૬૬૪માં પં. જયવિજયે અહીં ૨ મંદિરો અને સં. ૧૭૫૦માં શ્રી સોભાગ્યવિજ્યજી ૩ જિનાલયે હોવાનો ઉલ્લેખ કરે છે પરંતુ આજે એક માત્ર શ્રી શાંતિનાથ ભગવાનનું શ્વેતાંબર મંદિર ઉત્તરાભિમુખ છે. વચ્ચેના રૂપમાં શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રીવાસુપૂજ્ય અને શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિદ્યમાન છે. આમાં એકે જિનપ્રતિમા નથી માત્ર પાદુકાઓ જ છે. ચારે પાદુકાઓ ઉપર તીર્થકરેના નામના ફેરફાર સાથે આ પ્રકારે લેખ કતરેલા છે: ___ ॐ नमः ॥ संवत् १८२९ वर्षे माघमासे शुक्लपक्षे ६ तिथौ श्रीनेमिनाथजिनचरणकमले स्थापिते हुगलीवास्तव्य ओशवंशे Tધીને યુજીદાસ તપુત્ર રાહું માળવેન શ્રીરાગ રતન િ(f) નીદ્રા[] (૨) પિતા(ત) . બિ()ોરા !”
આ મંદિરના શ્રી શાંતિનાથ પ્રભુની સં. ૧૫૦૪માં પ્રતિષ્ઠિત કરેલી સુંદર મૂર્તિ અત્યારે ગામના મંદિરના સંગ્રહાલયમાં વિદ્યમાન છે. ૩. ઉદયગિરિ
રત્નગિરિ પહાડથી ઊતરીને એક માઈલ દૂર ઉદયગિરિ પહાડ પર ચડવાને રસ્તે છે, આ પહાડને ચડાવ કઠણ. છે; કેમકે પહાડ પતે જ સીધે છે.
સં. ૧૫૬૫ની અને બીજી તીર્થમાળાઓમાં અહીં ચૌમુખજીનું મંદિર હતું એવા ઉલ્લેખ મળે છે.
અહીં પૂર્વાભિમુખ કિલ્લામાં પશ્ચિમાભિમુખ એક શ્વેતાંબર જૈન મંદિર વિદ્યમાન છે. તેમાં શ્રીશામળિયા પાર્થ નાથની સુંદર અને પ્રાચીન મૂર્તિ મૂળનાયકરૂપે બિરાજમાન છે. તેમની જમણી તરફ શ્રી પાર્શ્વનાથ અને ડાબી તરફ શ્રીમનિસુવ્રતસ્વામીની પાદુકાઓ વિદ્યમાન છે. ચારે બાજુએ આવેલી ચાર દેવકુલિકાઓમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી આદિનાથ.. શ્રીનેમનાથ, તેમજ શ્રીપદ્મપ્રભુસ્વામીની પાદુકાઓ પ્રતિષ્ઠિત કરેલી છે.
આ મંદિર રાજગૃહીમાં વિદ્યમાન મંદિરમાં સૌથી પ્રાચીન હેય એમ જણાય છે, એટલું જ નહિ, મંદિરની. પ્રતિમાઓ પણ શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રાચીન પ્રતીત થાય છે. તે મૂર્તિઓનું શિલ્પદષ્ટિએ વર્ણન આ પ્રકારે છે:
(૧) મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પાષાણુની પ્રતિમા ૨ ફીટ ઊંચી છે. “પ્રશમરસ નિમગ્ન ભાવ વહન કરતી આ પ્રતિમાને જોતાં વીતરાગતાની ઝાંખી થાય છે. પદ્માસને વિરાજિત ભગવાનનાં અણિયાલાં નેત્ર, સુંદર બ્રભંગિમાં, ગુચળળા વાળ વગેરે જોઈને આપણને “જૈઃ સન્તાજિમિઃ rરમમિર્વ નિષિતઃ '.વાળા ભાવ જાગૃતિ થઈ આવે છે. પગાસન નીચે ગૂંથેલી સર્પાકૃત ભગવાનના બને પડખે પરિકર બનાવતી ઉપર મસ્તક સુધી જઈને
Iઘસરનાં સાત ફણાઓનાં છત્ર વિમુવી રહી છે. આ પ્રતિમા ભારતીય શિલ્પકળાને ઉત્તમ નમૂને ગણાવી શકાય. આ મૂર્તિ ક્યારે અને કોણે બનાવી એ સંબંધી કોઈ લેખ વિદ્યમાન નથી છતાં શિલ્પાકૃતિ ઉપરથી અનુમાન કરી શકાય કે એ ગુપ્તકાળમાં બની હશે.
(૨) મૂળનાયકની સામેની દેરીમાં શ્યામ પાષાણુની શ્રી પાર્શ્વનાથની સુંદર પ્રતિમા લગભગ ૧ ફૂટની છે. તેની