________________
રાજગિર
૪૫૭
સં. ૧૬૬૪ માં શ્રીજયવિજયજીના કથન મુજબ વિભારગિરિ ઉપર ૨૫, વિપુલગિરિ ઉપર ૬, ઉદયગિરિ ઉપર ૧ ચૌમુખ અને સુવર્ણગિરિ ઉપર ૫ મંદિર હતાં. સત્તરમી શતાબ્દીના કવિ શ્રીવિજયસાગર પાંચે પહાડ ઉપર મળીને ૧૫૦ મંદિરે અને ૩૦૩ જિનમૂર્તિઓ હોવાનું કહે છે. સં. ૧૭૫૦ માં શ્રી સૌભાગ્યવિજયજી વૈભારગિરિ ઉપર પર, વિપુલગિરિ ઉપર ૮, રત્નગિરિ ઉપર ૩, સુવર્ણગિરિ ઉપર ૧૬ અને ઉદયગિરિ ઉપર ૧ જિનમંદિર હોવાને ઉલેખ કરે છે અને ગામમાં ૮૧ જિનપ્રાસાદ હોવાનું કહે છે. ૧. વિપુલગિરિ :
ધર્મશાળાથી પહાડની યાત્રાએ જતાં માર્ગમાં દિગંબર મંદિર, ધર્મશાળા તથા ડાકબંગલે આવે છે. લગભગ :એક માઈલનું અંતર કાપતાં પહાડની તળેટી આવે છે, જ્યાં ગરમ પાણીના પાંચ કુડે વિદ્યમાન છે. તળેટીથી વિપુલગિરિ ઉપર ચડવાને માર્ગ વાંકેચૂકે અને આડાઅવળા પથ્થરને લીધે કઠણ લાગે છે.
આ ગિરિ ઉપર ભગવાન મહાવીરે શ્રેણિક મહારાજા આગળ “રામાયણની કથાને ઉપદેશ સંભળાવ્યું હતું, એવું વિક્રમની પહેલી સદીમાં થયેલા શ્રીવિમલસૂરિએ “પઉમચરિય”માં જણાવ્યું છે. ભગવાન મહાવીર આ વિપુલગિરિ અને ગુણશીલ ચિત્યમાં અધિકાંશે સમોસર્યા હતા, એમ શ્વેતાંબરીય ગ્રંથેથી જણાય છે.
પંદરમી શતાબ્દીમાં અહીં ૨ જૈનમંદિરે બંધાયેલાં હોવાનો ઉલ્લેખ મળે છે. એ પૈકી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતું જેની ૩૮ શ્લેકેની વિસ્તૃત પ્રશસ્તિવાળા શિલાલેખ આજે પણ રાજગિરમાં આવેલા સ્વ. પૂરણચંદજી તારના શાંતિભવન’ નામના બંગલામાં સુરક્ષિત છે. એ પ્રશસ્તિ “ન લેખ સંગ્રહ” ખંડ : ૧ માં પ્રસિદ્ધ થયેલી છે. એ ૩૮ શ્લેક પછીને ઐતિહાસિક ગદ્ય ભાગ આ પ્રકારે છે –
" विक्रम संवत् १४१२ आषाढ वदि ६ दिने । श्रीखरतरगच्छशृंगारसुगुरु श्रीजिनलब्धिसूरिपट्टालंकार श्रीजिनेन्द्रसूरीणामुपदेशेन । श्रीमन्त्रिवंशमंडन ठ० मंडननंदनाभ्यां श्रीभुवनहितोपाध्यायानां पं० हरिप्रभगणि । मोदमूर्तिगणि । हर्षमूर्तिगणि । पुण्यप्रधानगणिसहितानां पूर्वदेशविहारश्रीमहातीर्थयात्रासंसूत्रणादिमहाप्रभावनया सकलश्रीविधिसंघसमाननंदनाभ्यां ठ० बच्छराज ठ० देवराज सुश्रावकाभ्यां कारितस्य श्रीपार्श्वनाथप्रासादस्य प्रशस्तिः शुभं भवतु श्रीसंघस्य ॥ठ॥"
આ શિલાલેખથી માલમ પડે છે કે, સં. ૧૪૧૨ માં અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શ્વેતાંબરીય મંદિર મંત્રી લંડનના પુત્ર ઠકુર વચ્છરાજ અને દેવરાજે બંધાવ્યું હતું. આ મંદિરનાં ખંડિયેરે સ્તૂપથી આગળના ભાગમાં આજે પણ જોવાય છે.
વિનપ્તિ મહાલેખ થી જણાય છે કે, એક બીજા મંદિરની સં. ૧૪૩૧ માં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અહીના મંદિરની સંખ્યા વિશે કવિ હંસસમ ૬, શ્રી જયકીર્તિ ૫, શ્રી જયવિજય ૬, શ્રી સોભાગ્યવિજયજી ૮ની સિંધ આપે છે. સત્તરમી શતાબ્દીમાં સંઘવી કુંરપાલ અને સેનપાલે સંઘ સાથે આ તીર્થની યાત્રા કરી ત્યારે શીખસ્વામી. શ્રીમેઘકુમાર, ધન્ના, સ્કંધક આદિની પાદુકાઓવાળી દેરીઓ વિદ્યમાન હતી; જે આજે અહીં વિદ્યમાન નથી. ચાપિ પ્રાચીન સ્તૂપે અહીં ભગ્નાવસ્થામાં પડેલા છે પરંતુ એ વિશે વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યા નથી.
શ્રીઅદીશચંદ્ર વંદ્યાવાધ્યાય તાંબરસૂત્ર અનુસાર બતાવતાં કહે છે-“ગુણશિલાનું સ્થાન રાજગૃહની ઉત્તર-પૂર્વમાં બતાવવામાં આવ્યું છે તે વિપુલ પહાડીનું સ્થાન છે.”
મહાભારતમાં ગિરિત્રજની પાંચ પહાડીઓની બે સૂચીઓમાં ચિત્યક નામક એક શિખરને ઉલેખ છે, જેને રા. બ. આર. ચદે વિપુલથી અભિન્ન માન્યું છે.
આ તના સમન્વયક રતાં માની શકાય એમ છે કે વિપુલગિરિમાં ગુણશીલા ચૈત્ય હતું જ્યાં ભગવાન મહાવીર -વાર વાર સમાસ હતા. એ પછી અહીં બીજાં ચૈત્ય બન્યાં હોવા જોઈએ, જે કાળક્રમે નાશ પામ્યાં.